Tuesday, March 27, 2007

ગઝલ વિષે નિવેદન_’અંજુમ’વાલોડી

ગઝલ વિષે નિવેદન_’અંજુમ’વાલોડી

વિચાર સૌંદર્ય અને વિચર વિશિષ્ટ બાનીમાં અભિવ્યકતિ એ કોઇ પણ કાવ્ય પ્રકારનાં અવિભાજ્ય અંગ ગણાય.પરંતુ એ બન્નેની સાથોસાથ સંગીતમયતા એ ગઝલનો પ્રાણ ગણાય છે.વિચાર અને એની રજૂઆત ભલે ને ગમે તેટલા વિશિષ્ટ હોય કે પ્રાણવાન હોય; પણ એ ગઝલ ગાઈ શકાઈ એવી ન હોય તો ગઝલ તરીકે સફળ થયેલી નહીં ગણાય.
ગઝલની બહેરો_છંદો અક્ષર મેળ નથી,કે નથી માત્રા મેળ.પરંતુ એ ઉચ્ચાર મેળ છે.એમ કહી શકાય. તેથી બહેરને વફાદાર રહી દરેક પંક્તિ ન રચાય તો એની સંગીતમયતા નષ્ટ નહીં થાય. તોયે તેમાં ખોટ તો જરૂર વર્તાય.એની સંગીત મયતાને કારણેજ ગઝલઉર્દુ,ફારસી,હિંદી,ગુજરાતીમાં પણ લોકપ્રિય થઈ છે.
ગઝલમાં વિચાર પરંપરિત હોય ,આખી ગઝલ એક વિચારને વિકાસ ગતિ આપતી રહે એવું હોય તો એ ગઝલ હૃદયંગમ લાગે ખરૂ,:એવું હોવું આવશ્યક નથીજ.ગઝલનો દરેક શે’ર પોતાના પગ પર ઊભા રહેવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ.એ શે’રનો અર્થ પામવા માટે એ ગઝલના અન્ય કોઇ શેર પર એને આધાર રાખવો પડતો નથી.નઝમ કે કાવ્યમાં એવું હોવું જરૂરી છે,ગઝલમાં નહીં.
કોઈ પણ સાહિત્ય પ્રકાર હોય કે કલા હોય તેમાં પ્રયોગો થતા રહ્યા છે.થાયછે અને થતા રહેશે.એ આવકાર્ય અને આવશ્યક પણ છે.ગઝલના વિશ્વમાં પણ એટલુંજ સત્ય છે. પણ આજે ગઝલમાં ‘પ્રયોગ શિલતાની’ સાથે કયારેક ‘પ્રયોગખોરી’ પણ દેખા દે છે તે દુ:ખદ છે.એ ‘પ્રયોગખોરી”સાચી ગઝલની ઉન્નતિમાટે નુકસાનકારક છે.ગઝલ સમજવા ,માંણવા માટે જેમ ગઝલની પરંપરાનો થોડો ઘણો પરિચય હોવો જરૂરી છે તેથી વધુ ગઝલમાં નવા પ્રયોગો કરતા પહેલાં ગઝલની પરંપરાનો પુરતો પરિચય હોવો જરૂરી છે.રઘુપતિસહાય ‘ફિરાક’ગોરખપુરી એ ગઝલ અંગે કહ્યું છે કે
‘એક તેઝ છુરી હૈ ,જો ઉતરતી ચલી જાયે.’
અંજુમ’વાલોડી (ઈંગ્લેંડ)

એમના કાવ્ય સંગ્રહ ‘‘અજંપોત્સવ’માથી સાભાર.

Sunday, March 25, 2007

દ્વાર ખોલે છે_’દીપક’બારડોલીકર

ના’ત(પ્રશસ્તિ કાવ્ય)

મદીનાના મુસાફર કાજ દિલના દ્વાર ખોલે છે
મુકદ્દર એમનું અલ્લાહ પારાવાર ખોલે છે.

પ્રશસ્તિમાં નબીની ઓષ્ટને પળવાર ખોલે છે
જીવન મે’લાતમાં બારી એ ખૂશ્બૂદાર ખોલે છે.

ખુદાને પામવાના પંથની હું ધૂળ થઈ જાઉં
કે એ નૂરાની રસ્તો અહમદે મુખ્તાર ખોલે છે.

રગેરગમાં વસાવે છે નબીના પ્યારની ખૂશ્બૂ
પડેછે એનાં પગલાં ત્યાં ખુદા ગુલઝાર ખોલે છે.

દરજ્જો એમનો કેવો હશે ઈન્સાન શું જાણે?
ખુદા ખુદ જેમના માટે ગગનના દ્વાર ખોલે છે .

આ બુધ્ધિ લાખ ચાહે તોયે જે ખૂલી નથી શકતાં
રહસ્યો એ બધાં ‘દીપક’ નબીનો પ્યાર ખોલે છે.

_’દીપક’બારડોલીકર

(સિરાતે હરમ માંથી સાભાર)

Saturday, March 24, 2007

પયગંબર હઝરત મોહંમદ(સલ.)સાહેબનો જન્મદિન_કાસીમ અબ્બાસ


પયગંબર હઝરત મોહંમદ(સલ.)સાહેબનો જન્મદિન_કાસીમ અબ્બાસ


ભાઈ જનાબ કાસીમ આબ્બાસ સાહેબનો આ ઉમદા લેખ જે ગુજરાત ટાઈમ્સમાં છપાયો છે.એમની અનુમતિથી એ અંહી નકલ કરતાં બઝમે વફા આનંદ અનુભવે છે.એ મૂળભૂત જેપેજીમાં હોય ,એને વાંચવા ડબલ કલીક કરો.

Wednesday, March 21, 2007

જનશક્તિ હું_ઉમાશંકર જોશી

જનશક્તિ હું.

રૂંધાયેલા ચૈતન્યની ઢુંઢી રહેલી અભિવ્યક્તિ હું.
જંજીર પગમાં તોયે લેતી ઠોકરે
રાજમુગટો કૈંક; ને શાં થરથરે.
કાળજાં દુ:સાશકોના મારી ભૈરવ ત્રાડથી!
માર્ગ મુજ છાયો કંઈ સમ્રાજ્ય કેરાં હાડથી.
જવાલામુખી મારા ભૂખ્યા ઉદરે ધગે,
લોહી નહીં, લાવા વહે મારી રગે.
પડશે જ લેવો ઘાટ કૈં નવલો જગે.
આજ હું ઊભીશ ઉન્નત મસ્તકે
અઢેલી હિમાશૃંગને.
મોલ લચતા ખેતરે પાલવ કશો મુજ ફરફરે !
દિશ દિશ બને મુખરિત અહો સ્મિતમર્મરે!
ઇતિહાસના ખંડેરમાંથી
બાંધવી ઉન્નત ઇમારત ભાવિની.
આવો બાંધવ,આવો સાથી,
આમંત્રતી મનુકૂલ સકલની મુક્તિ મંગલદાયિની.

_ ઉમાશંકર જોશી

Monday, March 19, 2007

હઝલ_જ.આઈ.ડી.બેકાર સાહેબ(મરહુમ)

હઝલ

કલમના એક ગોદે બારના બાવન કરી લઈશું
પછી માળા જપીને દેહને પાવન કરી લઈશું.

ન્યાછાવર દેશ કાજે હર્ષથી તનમન કરી લઈશું
છતાં બે પેઢી ચાલે એટલુઁ સાધન કરી લઈશું.

અમે સેવાને નામે સ્ટેજ પર ક્રંદન કરી લઈશું
પછી ઝોળી ભરીને સર્વને વંદન કરી કરી લઈશું

તમારી યાદમાં સીગરેટનું સેવન કરી લઈશું
મહોબ્બતમાં અમે દાખલ નવી ફેશન કરી કરી લઈશું.

પ્રજાને થાપ આપી બંગલા ડર્ઝન કરી લઈશું
પછી આનંદથી ગોકુળને વૃંદાવન કરી લઈશું.

અમે તો હેતને કિર્તી તણા ભૂખ્યાં છીએં કિંતુ
મફતનુઁ જો મળે તો ભાવતું ભોજન કરી લઈશું.

ઊડે રોકેટમાં સોવિયેટ વાળા તો હા ઉડવા દો
અમે તો ઊંટને ગર્ધવ તણાં વાહન કરી લઈશું.

પ્રણય ગોષ્ઠિ મહીં ચંપલ તમે ઠોકી તો શો ગમ છે
તમારી પાદુકાનુઁ પણ અમે પૂજન કરી લઈશું.

_જ.આઈ.ડી.બેકાર સાહેબ(મરહુમ)

મહાગુજરાત ગઝલ મંડળના પ્રણેતા ,ગુજરતી ગઝલ ,હઝલ ને ગામ ગામ સુધી પહોંચાડનાર જ.બેકાર રાંદેરી સાહેબને કોણ નથી ઓળખતુ?
”તારા વિના લાગશે સુના સુના મુશાયેરા’ (બેકાર)
હા! આજે મુશાયરાના બેતાજ સુત્રધાર વિણ મુશાયરાઓ સુના અને ફિક્કા પડી ગયા છે. શ્રી રતિલાલ’અનિલ’અને શ્રી આસીમ રાંદેરી વિદ્યમાન છે.પરંતુ સમયના વહેણે એમને કયાં સ્વસ્થ રાખ્યા છે?
જ.નિસાર અહમદ શેખ(શેખ ચલ્લી)નું એક યાદ ગાર મુકતક એમની સ્મૃતિમાં છે.

બેકાર સાથે!

દટાયો ’ધરતીના ધબકાર ‘સાથે
નથી એ શું ગઝલ ગુલઝાર સાથે.
મઝા મુશાયરાની જેને કહીએ
ખરેખર તે ગઈ ‘બેકાર’ સાથે.

(ધરતીના ધબકાર જ.બેકાર સાહેબનો કાવ્ય સંગ્રહ છે)

ડોકિયું:

સુરત રંગઉપવનમાં વર્ષો પહેલાં એક તરહી મુશાયરો હતો. તરહની પંક્તિઆ પ્રમાણે હતી ‘દર્પણમાં જયારે જોઉંછું એમ મને થાય છે’ માઈક ખોટકાઈ ગયેલું. કવિની આ પંક્તિ સંભળાય પણ બીજી પંક્તિ સંભળાય નહીં.કંટાળેલા શાયર મિઝાઝી પ્રેક્ષકે મિસરો સભામાંથી પુરો કર્યો.

દર્પણમાં જયારે જોઉંછું એમ મને થાય છે
ડાચું તો દેખાય છે શબ્દ કયાં સંભળાય છે?

Sunday, March 18, 2007

અરબી ,ગુજરાતીના સમાનતા ધરાવતા છંદો_મોહમ્મદઅલી’વફા’

1_ મુતકારિબ છંદ(12 અક્ષરી)=ભુજંગી છંદ(12અક્ષરી),સોમરાજી છંદ(6 અક્ષરી),શશી છં
દ(3 અક્ષરી).
2_મુતકારિબ છંદ(11 અક્ષરી) =દોધક છંદ (11 અક્ષરી).
3_મુતકારિબ અસ્રમ છંદ (11 અક્ષરી)= ઇઁદ્રવજ્જા છંદ(11 અક્ષરી).
4_મુતકારિબ છંદ (22 અક્ષરી)=મદિરા છંદ (22 અક્ષરી).
5_મુતકારિબ મુઝાઅફ છંદ(18 અક્ષરી)= મંજરી છંદ (9 અક્ષરી).
6_મુતદારિક છંદ (15 અક્ષરી) = સારંગી છંદ(15 અક્ષરી).
7_મુતદારિક છંદ (12 અક્ષરી)= સ્રગ્વિણ છંદ (12 અક્ષ્રરી),વિમોહા છંદ(6 અક્ષરી)
.8_ મુતદારિક છંદ (8 અક્ષરી)= વિદ્યુન માળા છંદ(8 અક્ષરી).
9_ મુતદારિક છંદ (12 અક્ષરી ,12 શબ્દી) =બિદુલ્લિખા છંદ (6 અક્ષરી).
10_હજઝ છંદ (16 અક્ષરી) =મુદ્રા છંદ (4 અક્ષરી).
11_ હજઝ છંદ (16 અક્ષરી) =નારાચ છંદ (8 અક્ષ્રરી),મીમેત છંદ (32 અક્ષરી),પ્રમાણિકા છંદ(8 અક્ષરી).
12_ રજઝ મત્વી છંદ(16 અક્ષરી)=સમુહી છંદ (4 અક્ષરી).
13_ રજઝ છંદ(16 અક્ષરી)= (હિઁદી)હીર છંદ (4 અક્ષરી).
14_રમલ છંદ(16 અક્ષરી)= સૂમ છંદ (4 અક્ષરી),વાર છંદ( 4 અક્ષરી).
15__રમલ છંદ(14 અક્ષરી)=સમાનિકા છંદ(7 અક્ષરી).
16_ રમલ મહફ્ઝૂફ છંદ(15 અક્ષરી) =ચામર છંદ (15 અક્ષરી).
17_કામિલ છંદ (20 અક્ષરી) = ગીતક છંદ(20અક્ષરી)હંસા છંદ(20 અક્ષરી ત્રણે કોઠે મળેછે),સઁજુકતા છંદ (10 અક્ષરી),પ્રિય છંદ (5 અક્ષરી).
આધાર:શાઇરી ભાગ 1_2_ હાશિમ બીન યુસુફ ભરૂચા”ઝાર” રાઁદેરીઆ દરેક છંદોને ઉદાહરણ સહિત વાઁચવા માટે નીચેનુઁ URL કલીક કરો.


અરબી ગુજરાતી સમાન છંદોની ટુંકી વિગત

(1)_મુતકારિબ,ભુજંગી ની માહિતી

1_મુતકારિબ છંદ(12 અક્ષરી)=ભુજંગી છંદ(12અક્ષરી),સોમરાજી છંદ(6 અક્ષરી),શશી છંદ(3 અક્ષરી)
(1) મુતકારિબ છંદ. (12 અક્ષરી)(ભુજંગી છંદ) (12 અક્ષરી)
નોઁધ: વિદ્વાન લેખકે અહીઁ લગાગા માટે તતાથૈ લખ્યુઁ છે.સરળતા માટે લઘુ માટે લ.અને ગુરૂ માટે ગા લખવામાઁ આવ્યુઁ છે.
અરબી શબ્દો: ફઊલુન્ , ફઊલુન્ , ફઊલુન્ , ફઊલુન્
લઘુગુરૂના ચિન્હો: ! = = . ! = = . ! = = . ! = =
ગુજરાતી શબ્દો: લગાગા, લગાગા, લગાગા, લગાગા,
ભુજંગી છંદ(12 અક્ષરી) યયયય ગણ.ભુજંગી છંદ : અરે બો, લનો તો, લમાની અમારો.ઉદાહરણ: કુધારો, નધારો, સુધારો, વધારો. (ક.દ.ડા.).(યશોદા) (યશોદા) (યશોદા (યશોદા)(ય ગણ) (ય ગણ) (ય ગણ) (ય ગણ).યયયય
મારું હોમ વર્ક: 1લગાગા,લગાગા,લગાગા ,લગાગાભુજંગી તણા છે, સહેલા, ગણોસૌ.2(યશોદા) (યશોદા) (યશોદા (યશોદા)(તમેઆ) (વશોને) (અમારા) (નિવાસે).
વધુ માહિતી માટે કલીક કરો:

(2)_મુતકારિબ અસ્રમ છંદ (11 અક્ષરી )=ઇન્દ્ર વજ્જા છંદ(11 અક્ષરી)

(2)મુતકારિબ અસ્રમ છંદ (11 અક્ષરી )=ઇન્દ્ર વજ્જા છંદ(11 અક્ષરી)
અરબી શબ્દો: ફઅલુન્ __ ફઊલુન્___ ફઊલુન્____ ફઊલુન્
લઘુગુરૂના ચિન્હો: = = ___ ! = = ____! = =______! = =
ગુજરાતી શબ્દો : ગાગા ___લગાગા____ લગાગા_____લગાગા
:જૈ જૈ ____રમાકઁ _____તમાધૂ _____મકઁદા
કૈ સી_____બકાબત્_______સકાલી_____નિકઁદા (પન્ડિત સુખદેવજી બનારસી)
ઇન્દ્ર વજ્જા છંદ 11 અક્ષરી(યતિ નથી)
તારાજ, તારાજ, જ્કાત, ગા,ગા (ગાગાલ) (ગાગાલ) (લગાલ) ગા,ગા(તતજગાગા) ગણ આ સમાનનતા ધરાવતા છંદ માં એક વાત નોંધ પાત્ર છે કે, અરબીનુઁ ગાગા.લગાગા.લગાગા,લગાગા ,ગુજરાતીમાં આવી ગાગાલ,ગાગાલ,લગાલ,ગા,ગા થઇ જાય છે. પ્રશ્ન એ થાય કે લઘુ,ગુરૂ ને આ રીતે નવેસરથી ગોઠવાવાનો અર્થ શું? મુતકારિબ અસ્રમ છંદમાં ગઝલ લખવુઁ હોયતો ગાગા,લગાગા,લગાગા.લગાગા પ્રણાલિ અનુસરવુઁ પડશે.જો ઈન્દ્રવજ્જા છંદ મા કાવ્ય લખવુઁ હોયતો ગાગાલ.ગાગાલ, લગાલ,ગા,ગા પ્રણાલિને અનુસરવું પડે.પ્રખ્યાત ઉદાહરણ:ત-ત-જ+ગા-ગા યતિ નથી.
ઉદાહરણ પંક્તિ : ઈલા સ્મરે છે અહીં એક વેળાઆ ચોતરે આપણ બે રમેલાં !” ( ઈલા કાવ્યો –સરળ ગુજરાતી વ્યાકરણપાન.ન.139 લે.ડૉ.ભરતકુમાર ઠાકર)યાદ રાખો:તતજગાગા,ઇન્દ્રવજ્જા
. નોંધ: જ.ઝાર રાંદેરી સાહેબે અહીઁ અક્ષર મેળ ની સમાનતા નું ઉદાહરણ આપવા પ્રયત્ન કર્યો છે.અરબી છંદ અને ગુજરાતી છંદની બીજી ખાસિયતો આથી બદલાતી નથી.ઉ.તરીકે મુતકારિબ અસ્રમ છંદમાં લખેલો શેર કે ગઝલ કાફિયા,અને રદીફની પાબંદી તેમજ ગણની ગોઠવણીના ફર્કને લઈ ઇન્દ્ર્ વજ્જા છંદમાં લખેલ કવિતા ન કહી શકાય.અને એજ રીતે એનાથી વિપરીત.ઉદા:આ વાડ માંએક ઉગેલ ચંપો ઊખાડવાની કરશો ન હિમ્મત.
(3)_મુતકારિબ છંદ (11 અક્ષરી 6 શબ્દી )(દોધક છંદ)
અરબી શબ્દો: ફાઅફઊલ _ ફઊલ_ ફઊલુન્
લઘુગુરૂના ચિન્હો: = ! ! = ! _ ! = ! _ ! = =
ગુજરાતી શબ્દો : ગાલલગાલ_ લગાલ _ લગાગા
દોધકછંદ : ભાભિભગોગ_ ણિતેથ _ ઇડાહ્યો
11 અક્ષરી: દોધકનામ __નદીત __ટધાયો(ક.દ.ડા.)


(4)મુતકારિબ છંદ( 22 અક્ષરી)(મદિરા છંદ)
અરબી શબ્દો:ફાઅ_ ફઊલ _ ફઊલ_ ફઊલ_ ફઊલ _ ફઊલ_ ફઊલ_ફઅલ્
લઘુગુરૂનાચિન્હો:= !___! =!__ ! =!__ ! =!__ ! =!__ ! =!__ ! =!__ ! =
ગુજ. શબ્દો :ગાલ_લગાલ__લગાલ__ લગાલ_લગાલ_ લગાલ__લગાલ_લગા
મદિરા છંદ: તુંમ દિરામ દથીન મચીશ બાચીશ ભજીન ટનાગ રને 22 અક્ષરી: (ક.દ.ડા.)
(5) મુતકારિબ મુઝાઅફ છંદ( 18 અક્ષરી)(મંજરી છંદ)
અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફાઅફઊલુન્_ ફાઅફઊલુન્_ ફઅલુન્
લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = ! ! = =_ = ! ! = = _ = =
ગુજ. શબ્દો : ગાગા _ ગાગા _ ગાગા _ ગાલલગાગા_ ગાલલગાગા_ ગાગા
ઉદાહરણ :ત્યાગી ત્યાગી તારી જાતવિનાકુલ્લ આલમનીઉલ્ ફત(ઝા.રા)

મંજરી છંદ 18 અક્ષરી: જાકે_હીમેં_ લાગે__ હોતુમજાગે___હોનિશજાકે_લેહેં(પં..સુ.)(6) મુતદારિક છંદ (15 અક્ષ્રરી)(સારંગી છંદ)
અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_અલુન્_ફઅલુન્_ફઅલુન્_ફઅ

લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = = _ = = _ = = _ = =___=
ગુજ. શબ્દો : ગાગા__ ગાગા __ ગાગા _ ગાગા _ ગાગા_ ગાગા_ગાગા__ ગા
સારંગીછંદ:મામા____મામા____માડી_____માશી___શાને____મેલી_જાવુઁ___છે.
15અક્ષરી: સારઁ_____ગીના____તૂટે______સાઁધા____તેવુઁ____તારે__થાવુઁ__છે.(ક.દ.ડા)
:પંક્તિ:કાકા______મામા____કેવા_____નાને_____ગાંઠે___હોતે__ખાવા__ના.(કહેવત)
(7)મુતદારિક છંદ (12) અક્ષરી (સ્રગ્વિણ છંદ)
અરબી શબ્દો: ફાઇલુન્___ ફાઇલુન્___ ફાઇલુન્___ ફાઇલુન્
લઘુગુરૂનાચિ: = ! = ____ = ! = ____= ! = ____ = ! =
ગુજ. શબ્દો: ગાલગા____ગાલગા____ગાલગા____ગાલગા
સ્રગ્વિણછંદ:હોયજ્યા_____રેહહો_____તૂજહૈ _____યાકને12અક્ષરી મૂખમાઁ______રાખવો____તુઁગમે_____છેમને (ક.દ.ડા.)
વિમોહા :પ્યારજી_______મેઁધરે____લાગમે____રેગરે(પઁ.સુ.)
છંદ છઅક્ષરી:(8) મુતદારિક છંદ (8 અક્ષ્રરી)(વિદ્યુનમાળા છંદ)
અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્
લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = =
ગુજ. શબ્દો : ગાગા__ ગાગા __ ગાગા _ ગાગા
વિદ્યુનમાળા છંદ: મામા___ગંગા _____કેવી____મોટી
8 અક્ષરી: વિદ્યુન્__માળા____થીછે_____છોટી(ક.દ.ડા)
કામા છંદ: સોહી___નારી____પીકી ___પ્યારી(પ.સુ.)2 અક્ષરી(9) હજઝ છંદ (16અક્ષરી)(નારચ છંદ)
અરબી શબ્દો: મફાઇલુન્___મફાઇલુન્____ મફાઇલુન્___મફાઇલુન્
લઘુગુરૂનાચિ: ! = ! = ____! = ! = ____ ! = ! = ___ ! = ! =
ગુજ. શબ્દો :લગાલગા____લગાલગા___ લગાલગા____ લગાલગા
નારાચ છંદ 16 અક્ષરી:ઉદાહરણ:જરા જરા_____જગાવિના____થભકતિજુક____તિજાણી*ને(ક.દ.ડા.)

(10) કામિલ છંદ (20અક્ષરી) (ગીતક છંદ)

અરબી શબ્દો:મુતફાઇલુન્___ મુતફાઇલુન્___ મુતફાઇલુન્___ મુતફાઇલુન્

લઘુગુરૂનાચિ: ! ! = ! = _____ ! ! = ! = ____! ! = ! = _____ ! ! = ! =_

ગુજ. શબ્દો : લલગાલગ ___ લલગાલગા ____ લલગાલગ ___ લલગાલગા

ગીતક છંદ 20 અક્ષરી:
ઉદાહરણ: સજિજોભરી_____સળગાવબઁ ______દુકતાકિતો ___ડનિશાનતુઁ(ક.દ.)

(11) મુતદારિક છંદ (12 અક્ષરી 12 શબ્દી) બિદુલ્લિખા છંદ( 6 અક્ષરી)
અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્__ ફઅલુન્___ફઅલુન્
લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = = __ = =___ = =
ગુજ. શબ્દો : ગાગા__ ગાગા __ ગાગા _ ગાગા __ ગાગા _ ગાગા
ઉદાહરણ: મારા___શિરથી____દુ:ખો____જોતુઁ_____નાસઁ ___ હારે
તોમા___રુંશુઁ ____થાયે ___હુઁકો______નાઆ_____ધારે (ઝા.રા.)
બિદુલ્લિખા છંદ:તેરે_પાછે_કોહે,_ વાકી_શોભા_જોહે(પં.સું)
(6 અક્ષરી)

(12) હજઝ છંદ (16અક્ષરી) મુદ્રા છંદ (4 અક્ષરી)
અરબી શબ્દો:મફાઈલુન્___મફાઈલુન્____:મફાઈલુન્___મફાઈલુન્
લઘુગુરૂનાચિ:! = = = ____! = = = ____:! = = = ____! = = =
ગુજ. શબ્દો :લગાગાગા___ લગાગાગા_____લગાગાગા____લગાગાગા
ઉદાહરણ: વદનછેચઁ_____દ્ર્સમઉજવળ____ભવાઁવાઁકા____ હિલાલીછેમુદ્રા છંદ: (4 અક્ષરી)ઉદાહરણ: એનંગારી__શશીધારી, __કૃપાકીજે,___દયાકીજે (પ.સુ.)
(13) રજઝ મત્વી છંદ (16 અક્ષરી) સમુહી છંદ (4 અક્ષરી)

અરબી શબ્દો:મુફ્તઇલુન_ મુફ્તઇલુન_ મુફ્તઇલુન_ મુફ્તઇલુન

લઘુગુરૂનાચિ: = ! ! = __=! ! = ___ = ! ! = __ = ! ! =

ગુજ. શબ્દો : ગાલલગા__ ગાલલગા__ ગાલલગા__ ગાલલગા

ઉદાહરણ: ઝારતણા__ હાલથકી__આપખબર___દારનથી (ઝ.રા)

સમુહી છંદ(4અક્ષરી):
ઉદાહરણ:ભાળઅહીં,__ જ્યાંસમુહી,_શત્રુનકી,__ત્યાંજથકી(ક.દ.દા.)


(14) રજઝ છંદ (16 અક્ષરી) (હિંદી) હીર છંદ (4 અક્ષરી)

અરબી શબ્દો:મુસ્ફ્તઇલુન_ મુસ્ફ્તઇલુન_ મુસ્ફ્તઇલુન_ મુસ્ફ્તઇલુન

લઘુગુરૂનાચિ: = ! ! = __=! ! = ___ = ! ! = __ = ! ! =

ગુજ. શબ્દો : ગાગાલગા__ ગાગાલગા__ ગાગાલગા__ ગાગાલગા

ઉદાહરણ: કાયાકલે__વરકારમુઁ_____છેગઁદકી____નોઘાડવો
(હિંદી) હીર છંદ (4 અક્ષરી)
ઉદાહરણ: રામાભજો,__ક્રોધતજો,___ચિંતાહરો,____પાપેડરો(પ.સુ.)

(15) રમલ છંદ (16 અક્ષરી), સૂમ છંદ (4 અક્ષરી),વાર છંદ(4 અક્ષરી)

અરબી શબ્દો:ફાઇલાતુન_ ફાઇલાતુન _ :ફાઇલાતુન_ ફાઇલાતુન

લઘુગુરૂનાચિ: = ! = = __ =! = = ___= ! = = __= ! = =

ગુજ. શબ્દો : ગાલગાગા__ ગાલગાગા__ ગાલગાગા__ગાલગાગા

ઉદાહરણ: હુઁકહુઁહિમ્ ___મતધરીકે ___મુજહ્રદયની_ચોરતુઁછે

સૂમ છંદ (4 અક્ષરી),વાર છંદ(4 અક્ષરી)

ઉદાહરણ: રેલવારી__વારતારી___શીખસારી__ઊરધારી(ક.દ.ડા)

(16) રમલ મહફૂઝ છંદ બ (15અક્ષરી) ચામર છંદ (15 અક્ષરી)

અરબી શબ્દો: ફાઇલાત__ ફાઇલાત ___ફાઇલાત__ ફાઇલુન

લઘુગુરૂનાચિ: = ! = ! __= ! = ! ___ = ! = ! __= ! =

ગુજ. શબ્દો : ગાલગાલ___ગાલગાલ_ ગાલગાલ___ગાલગા

ઉદાહરણ: રોજરોજ____રાખેનેર___મોઁજરાગ __ રંગમાઁ

ચામર છંદ (15 અક્ષરી)

ઉદાહરણ:ચામરોચ__ચલાચિત્ત___મોહીમોર__યંગમાં(ક.દ.ડા.)

(17) રમલ છંદ (14અક્ષરી) સમાનિકા છંદ(7 અક્ષરી)

અરબી શબ્દો: ફાઇલાત__ફાઇલુન___ફાઇલાત__ ફાઇલુન

લઘુગુરૂનાચિ: = ! = ! __= ! = ___ = ! = ! __= ! =

ગુજ. શબ્દો : ગાલગાલ___ગાલગા_ ગાલગાલ___ગાલગા

ઉદાહરણ: હુઁકહુઁવિ ____લાપકર__મનકહેસ___બૂરકર
સમાનિકા છંદ(7 અક્ષરી)
ઉદાહરણ: રોજગંધ__ દાનિકા,__જોસતી___માનિકા(ક.દ.ડા.)

અગત્યની નોંધ: આ તમામ માહિતી શાઈરી ભાગ1-2(લે.હાશિમ બિન યુસુફ ભરૂચા,રાંદેરી આવૃતિ*1 પ્રકાશન 1936 થી લેવામાં આવી છે. પિંગળ શાસ્ત્ર અને છંદો પર તે પહેલાં અને પછી ઘણા પૂસ્ત્કો લખાયાં છે.(દી.બ.)કૃષ્ણલાલ ઝવેરી,રણછોડભાઈ ઉદયરામ ના પૂષ્તકો લખાય ચુક્યાં છે.તે પછી શ્રી જમિયત પંડયા,શ્રી શકીલ કાદરી,શ્રી રઈશ મનિયાર,શ્રી શૂન્ય પલનપુરી,,શ્રી આશિત હૈદ્રાબાદી શ્રી રતિલાલ અનિલ અને બીજા ઘણા માનનિય લેખકોનાં પૂષ્તકો ,પૂષ્તિકાઓ.,ટૂંકી નોંધ વિ.છે.તો પાઠકોને વિનંતી છે કે જે પૂષ્તક મળતું હોય તેનો લાભ ઉઠાવવા તસ્દી લેવી.

Saturday, March 17, 2007

શૂન્ય’ પાલનપુરીના મુકતકો,શેરો.

મુકતક
1
હરદમ લથડતા શ્વાસ વધુ ચાલશે નહીં
આ પાંગળો પ્રવાસ વધુ ચાલશે નહીં.

લાગે છે ‘શૂન્ય ‘મૌનની સરહદ નજીક છે
વાણિનો આ વિલાસ વધુ ચાલશે નહીં.

2
શ્વાસના પોકળ તકાદા છે તને માલુમ નથી
નાઉમ્મીદીના બળાપા છે તને માલુમ નથી.

જિંદગી પર જોર ન ચાલ્યું ફકત એ કારણે
મોતના આ ધમપછાડા છે તને માલુમ નથી
3
શૂન્યના મૃત્યુ વિશેની અટકળો ખોટી ઠરી
ના થવાનુઁ થઈ ગયુઁ વાત એવી સાંભળી.

બુધ્ધિવાળાએ કરી નાખ્યું ઉઠમણું ક્યારનુ
લાગણી વાળા હવે રાખે છે એનીએ સાદડી.

ચુનંદા શેરો.

ખૂબજ ધમાલમાં છે શ્વાસોચ્છ્શ્વાસ આજે
હે જીવ! કઈ તરફ છે તારો પ્રવાસ આજે.
*
ફરિશ્તાઓ મને લઈ જાય છે નિજ હસ્તે મરણ ટાણે
તમે કલ્પી શકો કેવી હશે નિર્દોષતા મારી.
*
શ્વાસ હિચકી લે અમસ્તી એ બની શકતું નથી
કોઈની તો યાદ છે જે અધરમાં અટકેલ છે.
*
હવે તો શૂન્ય દીવાના !ઘડીક પોઢી જા
તમામા રાત કરી તેં જગતની ઊંઘ હરામ.
*
અમે ડૂબી શકું કિંતુ તમન્નાઓ નહીં ડૂબે
ધરીને રૂપ મોજાંનું કિનારાથી રમી લેશું.
*
થયાછે લોક ભેગા કેમ? આ શાની ખુશાલી છે?
કોઇનો જાન ચાલ્યો કે કોઇનીએ જાન ચાલી છે?

_ 'શૂન્ય' પાલનપુરી

Friday, March 16, 2007

કાફિયા_જ.શકીલ કાદરીWednesday, March 14, 2007

એક લાંબા ચુઁબન માં _ કેટલી પ્યાસ છૂપાયેલ છે.

ઉર્દુના સુપ્રસિધ્ધ કવિ બકર મેહદીની એક આઝાદ નઝમનો અનુવાદ


એક લાંબા ચુઁબન માં _ કેટલી પ્યાસ છૂપાયેલ છે.

તરસના આ બધા રેત કણો
આંગળિયોથી ટપકી રહ્યાં છે.
મારા અને તારા પગરવ માં
કેવી એક સરિતા વહી રહી છે.
ન જાણે કેમ એક આશાની નૌકા
તારા નયનોમાં ડૂબીને ઉભરી આવેછે.
નિશ દિન પોતાના કિનારથી
એક નવ સમુદ્રનું ખેડાણ કરી પરત થાય છે.
મારા અને તારા હાથની અગ્નિથી
આ ઓરડાઓમાં દીપકો સળગી ઉઠયાછે.
એ નૂતન દિવળીની આરતી ઉતારશે.
આવનારી રાત્રિઓના પૂષ્પો.હાસ્યો અનેઅશ્રુઓ

(_બકર મહેદી અનુ.’વફા’ )

Saturday, March 10, 2007

અંજુમને અંજુમ_મોહમ્મદઅલી’વફા’

કાફલામાનો એક_રતિલાલ અનિલ


અજઁપોત્સવી રચનાઓ એક સાથે વાઁચવા મળી ત્યારે 1992 થી 1995 સુધી વર્તમાન ગઝલનો સ્થિર પાયો રચી આપનારી એક સામુહિક પ્રવુત્તિ ગુજરાત વ્યાપી ચાલી.તેના અદના સાથી રૂપે કહો કે કાફલામાઁના એક રૂપે સફર કરી હતી,તે આખો સમય ફરી જીવવા લાગ્યો હોવાનુઁ અનુભવ્યુઁ.ભાઈ ‘અંજુમ; તો 1942 પછી મળ્યા.અને સૌમ્ય પ્રકૃતિનો એ ખાનદાન જેવો મુશાયરાના મંચ પર છેલ્લા તબક્કામાઁ કયારેકજ આવ્યો હશે.પરંતુ એક આત્મીય સર્જક રૂપે અમારો સબન્ધ આજ સુધી રહ્યો છે.કોઇ જાતની જાહેરાત અને જૂથવાદના. સાહિત્ય જગતમાઁ એવા સાહિત્યાનુરાગી ,સાહિત્યના મૂગા અભ્યાસી ‘અંજુમે’મહા કવિ ઈકબાલના ફારસી ભાષામાઁ અને થોડા ઉર્દુ ભાષામાઁ રચાયેલા શેરોનો ‘ઈકબાલી મુકતકો’રૂપે અનુવાદ કર્યો તે સંગ્રહ રૂપે પ્રગટ થયો.એક દિવસ અચાનક દિલ્હીની સાહિત્ય અકાદમીનો પત્ર આવ્યો કે અકાદમી ‘ઈકબાલ મુકતકો’માટે અનુવાદકને અનુવાદ માટેનુઁ રૂપિયા દસ હજારનુઁ ઈનામ જાહેર કરેછે,ત્યારેમારા આનઁદાશ્ચર્યનો પાર ન રહ્યો.ખૂણે બેસી કોઇ માણસ નોઁધપાત્ર કામ કરે છે,એ જોનારુઁ કોઇકતો છેએ પ્રતીતિ પ્રસન્નકર બની.
સુરત જીલ્લાનાઁ વાલોડ ગામ વિશે યોગ્યજ કહેવાયુઁ છે કે ત્યાઁ વિશિષ્ટ માણસો પ્રગટ થતા રહ્યાછે..’અંજુમ’ સુરતની અંજુમને ઈસ્લામની હાઈસ્કૂલમાઁ શિક્ષક રૂપે જોડાયા ત્યારથી અમારી મૈત્રી ગાઢ થઈ.
એમના મોટા ભાઈ લઁડનની સરકારી હૉસ્પીટલમાઁ ડોકટર એટલે એમણે અંજુમને બ્રિટન તેડાવી લીધા.ત્યારથી પંત્રીસ વર્ષથી તેઓ ત્યાઁ છે.
’પ્યારા બાપુ’માસિકનો સઁપાદક હતો ત્યારે એમની પાઁસે પ્રેરક પ્રસંગો લખાવી પ્રગટ કરતો રહ્યો.મૂળે સર્જક પ્રકૃતિના ચિત્રકારો,ભાઈઓને એ એટલા ગમ્યા કે એક પાઠ્યપુસ્તકની કક્ષાની ‘અલ્લાહના બઁદા’પુસ્તિકા પ્રગટ કરી.બ્રિટનના કવિ લેખકો જલ્સા કરેછે,અહીઁના કવિ લેખકો ત્યાઁ આઁટા ફેરા મારે છે, પણ આ માણસ કે તેની હેસિયત વિશે અજાણ રહેવાનુઁ,અસ્પૃશ્યતાનુઁ સુખ અનુભવતા હશે.
આ સંગ્રહમાઁની મોટા ભાગની ગઝલો,મુકતકો 1957 સુધીના ગાળાના હશે.અમારા સંગ્રહ સાથે એનો સંગ્રહ પ્રગટ થવો જોઇતો હતો ,તો કાળન્યાય પણ મળ્યો હોત.જે માણસ હાઈકુ લખી શકે તે આધુનિક સાહિત્ય પ્રવાહોથી અજાણ તો નજ હોય.એમણે વિશ્વ સાહિત્યમાઁ આદર પામેલા સર્જકોનાઁ કેટલાક કાવ્યોનાઁ પોતાની પસન્દગીએ અનુવાદ કર્યો છે. પણ.પરંતુ ગઝલ માટે એમને અભ્યાસ અને પ્રતીતિએ પરઁપરા રિવાયત સ્વીકારી લીધી.
_રતિલાલ ‘અનિલ’(અજઁપોત્સવ,ની પ્રસ્તાવના માઁથી)
ચલો ત્યારે શ્રી ‘અંજુમ’ વાલોડીના ‘અજઁપોત્સવ”ને થોડો આપણે પણ માણી લઈએ.
(જનાબ અંજુમ વાલોડી સાહેબના આ ગ્રઁથની પ્રથમ આવૃતિ માર્ચ 2000 માઁ પ્રગટ થઈ છે.એમનુ યુ.કે.નુઁ સરનામુઁ એમા નીચે જણાવેલ છે.
Anjum Valody
4 Woodlands Gardens,
Woodford new road,’
Walthamstow
London E 17 3Ps
Enagaland
-
1
કત્બા_કબરલેખ

ભિખારીની કબર

નામ પર એના મને દુનિયાની દોલત તો મળી
કોઇ અપાવીદો હવે જન્નત ખુદાના નામ પર.
2
બાઁગીની કબર

રહ્યુ’તુઁ જોર ના મુજ ફેફસામાઁ,
હવે આરામ છે અલ્લહો અકબર!

ત્રણ હાઈકુ
1
રોજ પ્રભાતે
કમળ પૂષ્પ સંગે
ભમરો ખીલે.
2
અહીઁ શિયાળે
બરફ કયારીમાઁ
સ્નો મેન ઊગે.
3
બરફ વર્ષા
વાદળ પર લોકો
પગલાઁ માઁડે.

ગઝલો
1
ભીંત પર
*
જોઈ લઊઁછુઁ સ્વપ્નને સાકાર ભીંત પર
છે એટલો તો મારો અખત્યાર ભીંત પર.

ખાલે કરી ગયાછે વસાહત કરોળિયા
જાળાઁની રહી ગઈ ચે ફકત હાર ભીંત પર.

હળવે રહીને મૂકજો ચિત્રિ ભવિષ્યનાઁ
વીતી ગય્ર્લા કાળનો છે ભાર ભીંત પર.

માન્યુઁ હતુઁ પ્રલયમાઁ સહારો તો જોઈશે
દોરી’તી મેઁ એટલે પતવાર ભીંત પર.

વસવાટ આપણો છે અહીઁ એક ભીંત નીચે
છે તો યે કેમ દ્રેષની તલવાર ભીઁત પર.

મિત્રો તો છે પરંતુ ખરી મિત્રતા નથી
આધાર આપણો છે નિરાધાર ભીંત પર.

જેને મળી શક્યુઁ ન કોઇ સ્થાન પત્રમાઁ
જોવા મળેછે એવા સમાચાર ભીઁત પર.

-‘અંજુમ’વાલોડી

ડોકિયુઁ:(એક મિત્રે 1989મા પાકિસ્તાન ની મુલાકાત પછી લાહોર એર પોર્ટના સોચાલયની ભીઁતે લખેલ એક ભીઁત પત્ર શેર ના રૂપે લખેલુઁ સંભળાવેલુઁ
’ન બાપ શરીફ ન બેટા શરીફ નવાઝ શરીફ’નવાઝ શરીફ શાયદ તે વખતે પાકીસ્તના વડા પ્ધાન હતા_વફા)

તોય ચાલશે

ઠરવાને કોઇ થામ હશે તો ય ચાલશે
ખંડેરમાઁ મુકામ હશે તોય ચાલશે.

કહેતાઁનથી કે આવો ને આવી ગળે મળો
બસ દૂરથી સલામ હશે તોય ચાલશે

આપે ન તુઁ ભરીને ભલે કે મને હવે
સામે જો ખાલી જામ હશે તોય ચાલશે.

પેદા કરી લીધી છે કરમત મેઁ હાથમાઁ
મોઢે અગર લગામ હશે તોય ચાલશે.

આવે ભલે ન હાથમાઁ એક્કો કે બાદશાહ
રાણી કો ગુલામ હશે તોય ચાલશે.

‘હીલો’કરી હલાલ કરી લઈશ હુઁ બધુઁ
દેવુઁ છે કૈઁ? હરામ હશે તોય ચાલશે.

બટવો અગર ભર્યો રહે સીતાનો દેશમાઁ
પરદેશમાઁ જો રામ હશે તોય ચાલશે.

જો આવતો હો અંત વ્યથાઓની રાતની
એક ધૂઁધળી સવાર હશે તોય ચાલશે.

_‘અંજુમ’વાલોડી

થોડા શેરો

‘અંજુમ’ બળી રહ્યુઁ છે મારુમ રોમ રોમ
નીરોન હાથમાઁ શુઁ હજી સિતાર છે.
***
હુઁ ઉજવી તો રહ્યો છુઁ અજઁપનો ઉત્સવ
ન તો ય જંપશે આ ઉગ્રતા તો શુઁ થાશે?
*
અકળાઈને બપોરના સૂરજના તાપથી
પડછાયો મારો મારા પગોમાઁ પડી ગયો.
*
કોદાળી પાવડા લઈ આવ્યા હતા ઘણા
ખોડી શક્યુઁ ન કોઇ તોયે જુલ્મની કબર
*
જો નહીઁ સંભળાય સર્જક નો અવાજ
તો પછી આ ગુઁબજો શા કામના?
*
હવે ગમતી નથી કડવી વાત કોઇને
કે ચસ્કો જીભનો લાગ્યો છે કાનનો હવે!
*
પરિચિત હોય જે પગલાના સ્વાસની’અંજુમ’
તે બારણાને ટકોરાની પણ જરૂર નથી.
*
ભૂલા પડ્યા વિના ભટકવાનુઁ હોય તો
ચાલ્યા કરુઁ જો તને મળવાનુઁ હોય તો!
*
પડઘાતો રહેછે કાનમાઁ દૂનિયા બધીને શોર
તારો અવાજ એમાઁ ભલે તો ગઝલ કહુઁ.
*
જુદો બધાથી પડુઁ છુઁ બધાની સાથે
કે મારો માર્ગ હુઁ કાપુઁ છુઁ કાફલા સાથે.

Wednesday, March 07, 2007

પડછાયો_યોગેશ જોષી

એક સાંજે
મારાથી અળગો થઈને
ચાલવા લાગ્યો,બસ ચાલવા લાગ્યો.
સામેના થોરની વાડ પર આળોટ્યો
ને
લોહીઝાણ થઇ ગયો
પછી કોઇ સળગતીએ ચિતામાંથી આરપાર પસાર થઈને
સ્મશાન પાછળના લીમડાની નીચે
ખરી પડેલા લીલાઁ પાઁદડાની પથારીમાઁ
આખી રાત આળોટયો,
ને સવારે ઊઠીને
પાદરનુઁ તળાવ એકીશ્વાસે તરી જઈને
પહોંચ્યો સામેના જુના મઁદિરે,
મઁદિરની દીવાલ ઠેકીને પછી
ધીમે ધીમે સરતો સરતો
પહોંચ્યો શિખર પર
ને ફરફરી રહ્યો પવનમાઁ
ફરફરતી મેલી ધજાના મેલમાઁ ભળી જઈને.

_યોગેશ જોષી(કંકાવટી35માર્ચ2006)

પડછાયો_ આસ્વાદ*રાઘેશ્યામ શર્મા

વરસાદના એક ટીપાઁ પર આખીયે સૃષ્ટિને કોતરવાનુઁ કામ ‘એક શબ્દ નિષ્ઠ સર્જકને બાકી લાગેછે.’પડછાયો’ આવા કર્તાની કૃતિ છે..પડછાયો કયારે હોય ?પ્રકાશ હોય ત્યારે અન્ધકારમાઁ છયા ઓછાયાનો પોરો પોખવા મળે ખરો?પ્રકાશનો મહિમા છે, પડછાયાને કારણે.પડછાયાની ગરિમા કવિતામાઁ વર્ણન પામીછે પ્રકાશને લીધે.પરસ્પર અવિનાભાવિ સબન્ધની ઓરમાઁ વીઁટળાયેલા છે.જયાઁ જયાઁ પ્રતિચ્છાયા હશે પડછાયો હશે ત્યાઁ ત્યાઁ પ્રકાશ હોવાનો જ.આધુનિક કવિ નિરંજન ભગ,નરસિઁહ મહેતા બન્યા સિવાય સરસ પઁકતિઓ આલેખી ચુક્યા છે.

હુઁ ને મારો પડછાયો
જ્યાઁ દીપક બુઝ્યો
હુઁત્યાઁ ઓલવાયો.

યોગેશની રચનામાઁ ‘પડછાયો’અભિનવ આકૃતિ ધારણ કરી ગતિ કરતો પામીએ છીએ.સાઁજના સમયે જયારે કે એક સ્વયઁ સંચલિત સ્વતંત્ર વ્યક્તિત્વવાન ના હોય એમ પડછાયો કાવ્ય નાયકથી અળગો થઈ ચાલવા લાગ્યો,બસ ચાલવા લાગ્યો.પડછાયો પોતાની નિયતિ અને નિતિ અને વિધિ મનુષ્યથી મુકત થઈ નક્કી કરી શકવાનો સમર્થ ખરો?હા કાવ્ય કૃતિમાઁ શક્ય છે.કદાચ કાવ્યની આકૃતિમાઁજ.અહીઁ તો સ્વતંત્ર થવાનુઁ મૂલ્ય પોતાને ભોગે અને જોખમે અનુભવે છે.પરિણામે....
‘સામેના થોરની વાડ પર આળોટ્યો ને લોહી ઝાણ થઈ ગયો.’ વ્યક્તિથી વિલગ થયેલી પ્રતિચ્છાયા મૃત્યુપર્યઁત લઁબાઈ છે. માટે તો ‘કોક સળગતી ચિતામાઁથી આરપાર પસાર થઈને સ્મશાન પાછળનાઁ લીમડાની નીચે ખરી પડેલ લીલાઁ પઁદડાની પથારીમાઁ આખીય રાત આળોટ્યો..’
માણસની સદ્ય ચેહના વિરોધમાઁ લીલા પાઁદડાનો વૈભવી ભોગ અને ઠાઠ સરળતાથી શબ્દ રૂપ પામ્યો ગણાય.રાત આમ વીતી ત્યારે સવારે પડછયો પાદરનુઁ તળાવ તરીને ‘જૂના મઁદિરે’પહોઁચે છે.છેક શિખરે પહોઁચી જાય છે.જુનુઁ મઁદિર અહીઁ પડછાયાની કારકીર્દિર્ની પરાકષ્ઠારૂપ મોક્ષના સઁકેત પ્રતિક લેખે પ્રત્યક્ષ કરાવાયુઁ છે.
મનુષ્યની માફકજ પડછાયાને પ્રગતિ કરતો દર્શાવવામાઁ થોડુઁ સમીકણાત્મક બની જવાનો દોષ સઁભવ પેઁસી ગયો છે.વ્યક્તિને સ્થાને પડછાયા ને બરબર લગોલગ ,કટોકટ મૂકવાની કર્તાની ટેકનીક કસબ તરીકે ખોટી નથી.પણ આપણને એંથ્રોમોપોમોર્ફિક’માનવ ગુણારોપક સભાનતા અર્પી ગયા સિવય છોડતી નથી .પણ કદાચ નિર્વાર્ય નથી.
અજાતની રચનાઓમાઁ .
આમ છતાઁ ‘પડછાયા’ને કવિતાની આકૃતિમાઁ જ ઉધ્ધારનારી અઁતિમ પઁક્તિઓ સબળ છે. માટે કૃતિ સફળ છે.
ને ફરફરતો રહ્યો પવનમાઁ
ફરફરતી મેલી ધજાના મેલમાઁ ભળી જઈને.’
ધર્મ પ્રતિકનાઁ કલંક રૂપ મેલમાઁજ પડછાયો ભળી જવાની વિગતથી વક્રોકતિ યોગેશની આધુનિકતાનો ઉત્તમ અણસાર આપે છે.
(શ્રી રાઘેશ્યામ શર્મા ના આ રચનાનાઁ આસ્વાદમાઁથી બહુઁ થોડુઁ ટુકાવીને)
આ અછઁદાસ રચનાની હકીકી ટિપ્પણી તો શ્રી યોગેશ જોષીજ આપી શકે.પરઁતુ શ્રી રાઘેશ્યામ શરમાની દલીલો અને ટિપ્પણી સ્વીકારવામાઁ કોઈ અવરોધની ભાવના જનમતી નથી.આપણો પડછાયો પ્રકાશના કિરણોની ભેટ છે. ભર બપોરે ટપકુઁ થઈ ને આળોટતો ,સાઁજના સમયે એ ઘરો અને દિવલો કૂદીને લઁબાતો ફેલાતો જાયછે.રાત્રે બિલકુલ અઁધારામા શોધ્યો જડતો નથી. જરા માચીસની સળી સળગાવો સજીવન થઈ જાયે છે.જે મોકો મળતાઁ આપણા ‘કી હોલ મોરલ’.એષણા.ઈચ્છાઓ,વાસનાઓ,કામનાઓ,તમામ પ્રકારની બેહુદગીઓ આપણી સાથે પડછાયાની જેમ ચાલે છે. સમયાઁતરે રૂપ બદલી લાઁબી,ટુકીઅથવા અદ્રશ્ય થઈ જાયછે,મૃત્યુ પર્યઁત પીછો છોડતી નથી._વફા

Sunday, March 04, 2007

છઁદોઅને આપણા ગુજરાતી બ્લોગો. _મોહમ્મદઅલી ‘વફા’

છઁદોઅને આપણા ગુજરાતી બ્લોગો. _મોહમ્મદઅલી ‘વફા’

અરબી અને ગુજરાતી ભાષા માઁ ઘણા છઁદો સામ્ય ધરાવે છે.એ સુખદ આશ્ચર્ય છે.
છઁદ અને બહેર ,વજન હોવા છતાઁ બ્લોગર કવિ મિત્રો,એની સદઁતર અવગણના કરી કેમ લખેછે?આવો પ્રશ્ન પૂછવાનો સમય પાકી ગયોછે.પ્રથમ છઁદો આવ્યા કે કવિતા આવી? એ પ્રથમ મરઘી કે ઈઁડુ એવો સવાલ છે,
અછઁદાસ એ કવિતાનો એક સુઁદર પ્રકાર છે. પણ છઁદ વગર લખાયલી રચના ને ગઝલ,મુકતક કે નઝમ,સોનેટ,મઁદાક્રાઁતા,ભુજઁગી,સોમરાજી,શશી કે દોઢક ,ઇઁદ્ર વજા છઁદ માઁ લખેલી રચના કહી કેમ શકાય ?.અછઁદાસ_ અછઁદાસ છે. એને બીજુઁ કોઈ નામ આપી નશકાય..
અછઁદાસ લખવા માટે વધુ ત્રેવડ,સજ્જતાઅને સભાનતાની જરૂરત હોયછે. લાઘવ,ઈશારા કિનાયા, રૂપકો,અલઁકારો ઉપમાઓ અને તિરોધાનની બ્રુહદ સભાનતા હોવી જરૂરી છે.જો આવુઁ ન હોય તો અછઁદાસ એક ખબરપત્રીએ તૈયાર કરેલો અહેવાલ બની જાય.. અરબી છઁદોમાઁ લખનારા માટે પણ લાલ બત્તી છે.સજ્જ્તાઅને ચિઁતન, મનન અને સુજ્ઞ વાઁચનની સામગ્રી ન હોય તો લાવણી અથવા તૂક બઁધી તૈયાર થઇ જાય.
સુરેશ જોશી,ગુલામમોહમ્મદ શેખ, પ્રબોધ પારેખ, લાભશઁકર ઠક્કર,આદિલ મનસુરી,રમેશ પારેખ,મનોજ ખઁડેરિયા વિ.એ અછઁદાસ ના વિશ્વ ને સુઁદર આભાઓ બખ્શી છે.આ ફકત ગુજરાતી પુરતી વાત થઈ છે.બંગાળી,ઉર્દુ,હિન્દી,અને યુરોપી ભાષાઓમાઁ તો પ્રચુર સર્જન એના પર થયુઁ છે.
હા આપણે લખવાનુઁ શરુ કર્યુઁ એ સરસ વાત છે. પણ સાથે વાઁચવાનુઁ પણ ચાલુ રાખવુઁ જોઈએ.
નહીઁ તો પ્રશ્ન પૂછાશે કે બ્લોગરો લેખક કે કવિ થઇ ગયા છે, કે લેખકો અને કવિઓ એ બ્લોગ(વેબ) શરૂ કરીછે.?
મારા એક મિત્રે હમણા એક ધારદાર ટકોર કરેલી.ફેમીલી ડૉકટરના ફેમીલી દર્દીઓની જેમ ફેમીલી બ્લોગરોના ફેમીલી પ્રશઁસકોની એક જમાત તૈયાર થઇ રહી છે. હા! દાદ આપવા જેવી રચનાને પણ દાદ ન આપવી એ બૌધિક કંજુસી છે.
પ્રીઁટેડ મીડિયા ના સાક્ષરો આ ભય થી સજાણ છે.વિવેચકો પણ આની નોઁધ લઈ રહ્યા છે. ઈંનફોરમેશન ટેકનોલોજીનો વધુને વધુ લાભ સાહિત્યકારોએ ઉઠાવવો જોઈએ.પણ ભયસ્થાનો ની જાણકારી સાથે..
વાઁચન,ચિઁતન,મનનની આદત રહેશે તો આ છીપલાઁઓમાથી ઘણા મોતી પાકવાની સઁભાવનાઓ રહેલ છે.
સમાન છઁદો વિશે થોડી માહિતી આપવી હતી પરઁતુ ‘દાસ્તાને પારીના’ વહી આવી.
’બક રહા હુઁ મેઁ જુનુમેઁ ન જાને કયા કયા કુછ ન સમજે ખુદા કરે કોઇ”
અથવા
’બક ગયા મે જુનુઁ મેઁ ન જાને કયા કયા કુછ તો સમજે ખુદા કરે કોઈ.
******
દર્પણ:

દિલ્હીમાઁ આવેલી ચિતલી કબર ના વિસ્તારમાઁથી એક ફકીર જયારે પસાર થતો ત્યારે એક મિસરો
ગુન ગુનાવતો. “ઈસ લિયે દિલે બેતાબકો તડપનેકી તમન્ના કમ હૈ”આખો શેર પુરો નહીઁ કરતો.ત્યાઁ ઉભેલા યુવાનોનુઁ ટોળુઁ એને પુછતુઁ કે’કીસ લિયે, કિસ લિયે? ‘ પણ એ ખામોશ રહેતો.
નિરૂત્તર ચાલ્યો જતો.એક દિવસે યુવાનોએ એને ઘેરી લીધો. અને છોડ્યો નહીઁ. આજ બતાના પડેગા .કિસ લિયે? કિસલિયે?
ફકીરે કઁટાળીને શેર પુરો કર્યો.
“ઈસ લિયે દિલે બેતાબકો તડપનેકી તમન્ના કમ હૈ
વુસઅતે દિલ હૈ બહુત વુસઅતે સહરા કમ હૈ”


_મોહમ્મદઅલી ‘વફા’(4માર્ચ2007)

વુસઅત = પહોળાઈ(ઉઁડાણના સઁદર્ભ માઁ)

Friday, March 02, 2007

હસવુઁ જરુરી નથી_ ઈબ્ને ઊસ્માન

હસવુઁ જરુરી નથી_ ઈબ્ને ઊસ્માન

ઘણી વખત ડૉકટર પોતાની બે પરવાઈ ના લીધે જીઁદગી અને મોત વચ્ચે નુઁ અંતર ઘણુઁ ઓછુઁ કરી નાઁખે છે.
ઓપરેશન ટેબલ પર એક દર્દીને જોતાઁ સીનિયર ડૉકટરે નવા સર્જન ને પૂછ્યુઁ.
”તમે આ કેવુઁ ઓપરેશન કર્યુઁ છે?”
નવા સર્જને ચોઁકીને જવાબ આપ્યો­_”શુઁ એનુઁ ઓપરેશન કરવાનુઁ હતુઁ? મેઁ તો એનુઁ પોસ્ટ મોર્ટમ કરીનાખ્યુઁ છે. “
_ ઈબ્ને ઊસ્માન

Counters
Web Site Counter
Web Site Counter