Saturday, March 04, 2006

બારા ખડી છે-મોહમ્મદઅલી ભૈડુ"વફા"

સમયની આ પાંખો કયાં ક્યાં ઉડીછે.
છતાંયે આ દુનિયા બારા ખડી છે.

ઉછીના બે સ્વાસો અર્પી શકે ના,
પગે બેડી મજબુર કેવી પડી છે.

કોઇ ચાંદ તારા ની વાતો નથી આ,
જુઓ ભુખ કોની આ ભીખે ચડી છે.

જરા સુરજને કોઇ જઈને તો પુછો;
અંધારાની ફીરકી કયાં,માથે મઢી છે.

બધા બાગ સુકા ,બધી આંખ તરસી
વરસો હવે તો ત્રુષા ની ઘડીછે.

ઉદાસીના વાવો ઊલેચી જુઓને,
"વફા"ત્યાં અમારી રંગોળી ઢળી છે.

મોહમ્મદઅલી ભૈડુ"વફા"૪માર્ચ્૨૦૦૬

તાજા કફનછે-મોહહમ્મદઅલી ભૈડુ"વફા"

ઘણી કશમકશ થી ભરેલ જીવન છે.
હંસી હોઠ પર આંખે અશ્રુ વહન છે.

હજી તે ધરા છે હજી તે ગગન છે.
છતાં માનવીનુ કયાં સાબિત મન છે.

કહે કોણ કે આ અમારુ ચમન છે;
નજર જયાં પડે ત્યાં કાંટાળ વનછે.

ગમોની મદિરા કદી ખૂનનો મય
વતન સાકિઓનુ અનેરુ ઇજન છે.

ઘરો લૂટ્યાં તો કબર પણ લૂટી લો,
ઘણા શબછે તાજા ને તાજા કફન છે.

કળી ચુંઠવાનો મળ્યો જેને હુનર,
"વફા" એજ હાથોમા આખુ ચમન છે.

"વફા"તુ કરેછે અંહી તારુ મારુ
ફકીરોનુ તો વિશ્વ આખું વતન છે.

મોહહમ્મદઅલી ભૈડુ"વફા"(ઊકાઈ ૧૨-૦૧-૧૯૬૯)

લઈ જાયછે- 'બેબાક" રાંદેરી,કોસંબવી મર્હુંમ.

પ્રેમ સાથે પ્રેમમય વાતવરણ લઈ જાયછે.
સૂર્ય જયાં જયાં જાયછે સાથે કિરણ લઈ જાય છે.

ફૂલની સૌરભ અગર તો ફૂલની સુંદર અદા,
ફૂલને બહુધા ચમનથી દૂર પણ લઈ જાયછે.

કંઈક આકર્ષણ અનેરુ ત્યાંછે જેને લીધે
હું સુરાલયમા નથી જાતો ચરણ લઈ જાયછે.

રેહબરો જયાં હોય ઝાઝા થાય તે ગુમ કાફલો,
કાફલો મંઝિલ ઉપર એકાદ જણ લઈ જાયછે.

મોતની એથી પ્રતિક્ષા હું કરુંછું હર પળે,
ઍમની પાંસે જિવન નહી પણ મરણ લઈ જાયછે.

જિંદગીમા દૂશ્મનોનો પણ સદા ઋણી રહીશ,
દૂશ્મનો મારા જીવનમાંથી દૂષણ લઈ જાયછે.

શાંત શિતળ ચાંદની રેલાવતી આ ચંદ્રિકા
જિંદગીના સાગરોના ચેન પણ લઈ જાયછે.

આ ઉતારા પર હજી તો ઘોર કાળી રાત ચે,
રાત પાંસે તુય કયાં અંતઃકરણ લઈ જાયછે.

માર્ગ દર્શકનો કદી ઉપકાર હું લેતો નથી,
જાઊ છું "બેબાક "જયાં અંતઃકરણ લઈ જાયછે.

'બેબાક" રાંદેરી,કોસંબવી મર્હુંમ.

Counters
Web Site Counter
Web Site Counter