Wednesday, September 13, 2006


Tuesday, September 12, 2006

યાદોના અબીલ ગુલાલ._ મુહમ્મદ અલી ભૈડુ’વફા’ .

યાદોના અબીલ ગુલાલ._ મુહમ્મદઅલી ભૈડુ’વફા’

કઈ રીતના એ પામતે રૂપનો કમાલ્
આંખો બની ગઈ છે જુઓ દિલનો દલાલ.

એમા જવાબોની કોઈગુઁજાયેશ નથી
મહોબ્બત ના દરબારે કરોના સવાલ.

પાનખરમા પણ આ હ્ર્દય મસ્તીમા છે,
ઉડી રહયાઁ છે યાદોના અબીલ ગુલાલ. .

રસ્તો અમે તો રાતમા શોધી લીધો,
શ્રધ્ધાની જલતી રહી હૈયે મશાલ.

સૌઁદર્યની મહેકતી કળીઓ અસીમ
કેવો હશે સાચે ખુદા તારો જમાલ.

દામન ‘વફા, કઁઈ આપણો જ્તંગ હતો
ફૂલોતણી ઝોળી હતી કઁઈ બે મિસાલ.

_________મુહમ્મદઅલી ભૈડુ’વફા’

11સપ્ટે.2006
છન્દ:ગાગાલગા,ગાગાલગા,ગાગાલગા
વધુ માટે કલીક કરો:


http://sarjansahiyaaru.wordpress.com/

Saturday, September 09, 2006

એ વાતમાં શું માલ છે?__મુહમ્મદઅલી ભૈડુ’વફા’

એ વાતમાં શું માલ છે?


બે ચાર ફૂલો લઈફરુઁ એ વાતમાં શું માલ છે?
હુઁ બાગબાઁ થી પણ ડરુઁ એ વાતમાં શું માલ છે?

પાલવ ભરી આપી દઊઁ જેછે હ્રદય ના ખોબલે,
મિથ્યા બધાઁ સ્મિત ધરુઁ એ વાતમાં શું માલ છે?

તારા તગાફુલથી મને તુઁ રોકવા કોશિશ ન કર,
મારા કદમ પાછા ભરુઁ એ વાતમાં શું માલ છે?

રણ ને નિચોડવાની કયાઁ ઝીદ લઈ બેઠાઁ તમે
હુઁ ઝાંઝવાઓ ને ચરુઁ એ વાતમાં શું માલ છે?


રુકશે નહીઁ આ કાફલો મન્ઝિલ પર પહોંચ્યા વગર,
વિઘ્નો જોઈ પાછો ફરુઁ એ વાતમાં શું માલ છે?

મૂકીદીધાઁ કદમો અમે જોને’ વફા’ સંઘર્ષ મહી
અવરોધની ભીંતોચણુ એ વાતમાં શું માલ છે?

________મુહમ્મદઅલી ભૈડુ’વફા’

08સપ્ટે.2006
તગાફુલ=અવહેલના
છન્દ:ગાગાલગા,ગાગાલગા, ગાગાલગા,ગાગાલગા,

Thursday, September 07, 2006

પોસ્ટ મેન_બુલન્દ અલ-હૈદરી(અરબી ઈરાકી કવિ)

પોસ્ટ મેન

હે પોસ્ટમેન
તારી મારી પંસેથી શી ઈચ્છા છે.?
હુઁ આ વિશ્વમાઁથી દૂર દૂર ધકેલાય ગયો છુઁ.
નક્કી તુ ભૂલો પડયો છે,
આ પ્રુથ્વી મા કઈઁજ નાવિન્ય નથી
એક બહિષ્ક્રુત વ્યક્તિ માટે.
એ એવુઁજ છે
જેવુઁ કે પહેલાઁ હતુઁ
એ સ્વપ્નો જૂએછે,
એને દાટેછે,
અને ફરીથી એને પ્રાપ્ત કરવા પ્રયત્ન આદરેછે.
લોકો પાંસેહજુ તેમના ઉત્સવો છે,
અને આક્રન્દ એક ઉત્સવને બીજા સાથે જોડી દે છે.
એમની આંખો ખોદેછે એમના ચિત્તના કબ્રસ્તાન માઁ
કોઈક નવીન ભવ્યતાને ખોળેછે.
નવીન ક્ષુધાને સ્વસ્થ કરવાને..
ચીનની પાંસે હજી એની દીવાલ છે.
એક ભવ્યતા ઝંખી થઇ ગયેલી ,
સમયનુઁ વહેણ પાછુઁ ખેંચી લાવે છે.
આ ધરા પાંસે હજી એનો સીસીફસ છે
અને એક પથ્થર જે એની ઈચ્છથી અજણ છે.

હે પોસ્ટમેન
ચોક્કસ તુ ભુલો પડ્યો છે.
અહીઁ કઁઈ નવીન છેજ નહીઁ,
જે રસ્તેથી તુઁ આવ્યો છે ,ત્યાઁ પાછો ફરી જા,
જે માર્ગ તને વારઁવાર અહીઁ લાવે છે,
મારા માટે તારી શી તમન્નાઓ છે?

_બુલન્દ અલ-હૈદરી(અરબી ઈરાકી કવિ)

(અનુવાદ)

સીસીફસ=ગ્રીસ દંત કથાનુ પાત્ર,જે પ્રુથ્વીને ગબડાવતો રહે છે.

Wednesday, September 06, 2006

13મે 2006 શનિવારના રોજ ટોરંટો.કેનેડા નો મુશાયેરો

13મે 2006 શનિવારના રોજ ટોરંટો.કેનેડા જ.આદિલ મનસુરી ના માનમા યોજાયેલ સત્પતિ પર્વની ઉજવણી ના મુશાયરાની ઝાંખી.

Tuesday, September 05, 2006

બ્રિટનમાઁ આદિલ મંન્સુરી સપ્તતિ પર્વની ઉજવણી

Sunday, September 03, 2006

અહમદ’ગુલ’ ની ટુંકી બહેરની ગઝલો.

અહમદ’ગુલ’ ની ટુંકી બહેરની ગઝલો.
1
સાંજ ઢળશે
યાદ વધશે

યાદ વધતાઁ
દર્દ વધશે.

રાત પડતાઁ
સ્વપ્ન ઊગશે.

આંખમાઁ એ
દ્રશ્ય રમશે.

આવતાઁ ફળ
ડાળ નમશે.

લાખ એના
અર્થ કરશે.

લોક તો ઠીક
તુઁ ય વઢશે.
2
અગમ લાગે
નિગમ લાગે

હવે ખુદની
શરમ લાગે

થતાઁ ‘આદિલ’
જનમ લાગે

ખચિત એના
કદમ લાગે

જુઓ પેલા
‘અદમ’લાગે

હવે ઝખ્મો
મલમ લાગે

મુઠ્ઠી બાઁધી
ભરમ લાગે

હસે એવુઁ
સનમ લાગે

ખુદા તારી
રહમ લાગે
3
આ મધરાતો
ઝંઝાવાતો

થોડા શબ્દો
કઁઈ આઘાતો

ભોળો ચહેરો
ના સમજાતો

સૂનો રસ્તો
ક્યાઁ ક્યાઁ જાતો

બસ કર તારી
મોઘમ વાતો

શબ્દે શબ્દે
કેવી લાતો

’ગુલ’તુઁ છેને
કાળી રાતો

__________ અહમદ’ગુલ’
(બાટલી , યુ.કે)(પાંખડી12,13,17)મને કઁઈ ખબરનથી._ આદિલ મનસુરી

મને કઁઈ ખબરનથી._ આદિલ મનસુરી

ફૂલો ખીલ્યાઁ કે ખાર? મને કઁઈ ખબરનથી
કોની હતી બહાર ? મને કઁઈ ખબરનથી


પાછળ પ્રવાસીઓમાઁ ઘણા મિત્રો પણ હાતા,
કોણે કર્યો પ્રહાર ? મને કઁઈ ખબરનથી


ઝુલ્ફોનો અન્ધકાર હતો એજ યાદ છે,
ક્યારે થઈ સવાર? મને કઁઈ ખબરનથી


તેઓ પધારશે કે પછી મોત આવશે,
બતલાવ ઈંતેઝાર ! મને કઁઈ ખબરનથી


આપી ગયા જે સાંત્વન ‘આદિલ’ના દર્દને,
કોના હતા વિચાર? મને કઁઈ ખબરનથી


__________’આદિલ’મનસુરી
(પગરવ-24)

Friday, September 01, 2006

એક સ્પેનીશ કાવ્ય


તે ત્રણ સજીવ પદાર્થોને પ્રેમ કરેછે _અન્ના અખ્મતોવા


તે ત્રણ સજીવ પદાર્થોને પ્રેમ કરેછે.
સફેદ મોર જે સન્ધ્યા કાળે સંગીત રેડે છે.
અમેરિકાના પ્રાચીન નકશાને
જયારે બાળકો રૂદના કરે છે,એને ધિક્કારે છે.
અને ચાહની સાથે રાસ્પબેરી ના જામને
નારીજાતિની વૈચારિક વિક્રુતિને ચાહે છે.
અને એ મારી સાથે લગ્નગ્રંથિથી જોડાયેલ છે..

____________અન્ના અખ્મતોવા

ચાઈનીઝ કાવ્ય_ ચાઈનીઝ કવિ ‘હુ શીહ’

ચાઈનીઝ કાવ્ય_ ચાઈનીઝ કવિ ‘હુ શીહ’

સ્વપ્નાઓ અને કાવ્ય

એ બધાજ સામાન્ય અનુભવોછે.
અને બધાજ સામાન્ય પ્રતિબિઁબ છે.
અને સંજોગવશાત એસ્વપ્નોમાઁ ઉપસી આવ્યાઁ.
અને અનંત બીબાઁઓમા ઢળી ગયાઁ

એ બધીજ સામાન્ય અનુભૂતિઓ છે.
બધાજ સામાન્ય શબ્દો છે.
આકસ્મિક રીતે એ કવિને સ્પ્રર્શી ગયાઁ,
અનંત નૂતન પંક્તિઓમા પરિવર્તીત થવા માટે.

એક વેળા મદિરાપાન કરેલાએ
મદિરાની શક્તિ ને પીછાણી.
એકવાર પ્રેમમા ડૂબકી મારેલાએ
પ્રેમ ની શક્તિને ઓળખી.

તમે મારા કાવ્યો લખીનથી શકતા.
જેવી રીતે કે હુઁ તમારા સ્વપ્નાઓ સ્વપ્ની નથી શક્તો.

પહાડી ના ઢળાવ નીચેના પર્ણોના સમુહ માઁથી
એક ઉડ્યન કરતા છપરાનો ખુણો ઉપસી આવેછે.
એ જુના સ્વપ્નોને જાગ્રુત કરેછે
અને મારા માયલામાઁથી અશ્રુ સારવાનુઁ કારણ બનેછે

એટલા માટે હુઁ પુરાના ગીતો ગુન ગુનાવુઁ છુઁ.
એવા લયમા કે કોઈ સમજી ન શકે
આહ, હુઁ ખરેખર ગાતો નથી,
ફકત જુના સ્વપ્નોનુઁ અવલોકન કરુઁ છુઁ.

_ચાઈનીઝ કવિ ‘હુ શીહ’

1 સપ્ટે.2006

Counters
Web Site Counter
Web Site Counter