Monday, July 31, 2006

બે પંખીઓ_ગુલઝાર

ધૂપ નો એક ટૂકડો જે બારીમાઁથી પ્રવેશ્યો હતો
તેજ બારીમાઁથી પાછો ફરીને
કાંચ પર જામી ગયો
પાછો દ્રષ્ટિપાત કરીને ઓરડાનુઁ વિહંગાવલોકન કર્યુઁ
પછી ધીરેથી પાછો ફરી
ઘાસ પર એક ગભરુ પક્ષીને જેમ બેસી ગયો
સન્ધયાએ એને એકજ ઝપટ મા ઉઠાવીને
એક આમ્ર વ્રુક્ષ પર બેસી એને ધ્વસ્ત કરી દીધો
એ વ્રુક્ષ પર થી એના પીઁછાઅને પીંખયેલી પાઁખો
મોડે સુધી ટપકતી રહી.

_ગુલ ઝાર

(ઉર્દુના વિખ્યાત કવિ શ્રી ગુલઝરની આઝાદ નઝમનો અનુવાદ)

Sunday, July 30, 2006

….ઊઠી ચાલ્યો જઈશ. _મસ્ત’હબીબ’સારોદી મર્હુમ

સિતારાથી ભર્યો શ્યામલ હવે ઘુંઘટ હટાવી દે,
ઉઠાવ એ આવરણ સન્ધ્યા સવારોના વદન પરથી,
અદાઓ એકધારી જોઈ કંટાળી ગયોછુઁ હુઁ,
નજર થાકી ગઈછે નિત્યા એના એજ દર્શન થી!

કે આ વેરાન દ્ર્શ્યોને ભક્તિભાવનાઁ બઁધન !
અને આ ભુખથી ત્રાસી ઊઠેલાનાઁ જીવન તો જો !
અરે આ મ્લાન ચહેરાઓ! સિતારાઓનાઁ પુલકિત મન!
ખુશાલીના જનાઝામાઁ આ સ્મિત કરતાઁ વદન તો જો!

જરા દ્રષ્ટિ તો કર આ પુરાતન અનજુમન તારી ,
પ્રતીક્ષા ,મીટ, માઁડીને કરે છે નવ -પ્રકાશોની,
નવાઁ દ્ર્સ્યો તુઁ સર્જી દે, બધુઁ વાતાવરણ પલટાવ,
હવે તુઁ ખત્મ કર જૂનુઁ જગત ,સ્રુષ્ટિ નવી સર્જાવ !
નવી દ્રર્ષ્ટિ તેઁ આપી તો નવા દ્રશ્યોનુઁ સર્જન કર !
નહીઁ તો આ જગત ‘સર્જન_પરિષદ નુઁ વિસર્જન કર !
ઊઠી ચાલ્યો જઈશ નહિતર હુઁ તારી અંજુમનમાઁથી!

_મસ્ત’હબીબ’સારોદી મર્હુમ

Saturday, July 29, 2006

દરદ શોધી તમે લેજો. _મુહમ્મદઅલી ભૈડુ”વફા”

ગઝલ


દવા આપુઁ તમોને હુઁ દરદ શોધી તમે લેજો..
અમારુઁ કોઇ સરનામુ ન ઘર ગોતી તમે લેજો.

અમે તો બઁધ રાખીશુ હ્રદયના દ્વાર સઘળાઁએ,
તમારે આવવુઁ જો હોય દર તોડી તમે લેજો..

વિરહમાઁ ઝુરવુઁ આવુઁ તો સહચર પાલવે કયાઁથી,
તમોને હોય જો ફુરસદ નયન ફોડી તમે લેજો..

ખરેલાઁ પાઁદડા નિરખી વસંતને યાદ કરજો પણ,
તુટેલાઁ પાન ફૂલોના મળે જોડી તમે લેજો..


અમે સપનો મહીઁ આવી ન પજ્વીશુઁ તમોનેપણ
અમારી યાદ જોઆવે કબર ખોડી તમે લેજો..

‘વફા’પિડન પરાયાની નથી આદત અમારી પણ,
અહીઁ થઇ જાય મિલન કદી નયન ચોરી તમે લેજો..


_મુહમ્મદઅલી ભૈડુ’વફા’

28જુલાઈ2006
દર=દ્વાર.ફારસી ભાષાનુ દર ( બારણુઁ )ગુજરાતી માઁ દ્વાર થ અવતર્યુઁ છે.

Friday, July 28, 2006

સુરજ ને કાપીને લાવવુઁ પડશે_ગુલઝાર

દિવસના થોરને કૂહાડીથી કાપીકાપી ને

રાત્રિનુ બળતણ ભેગુઁ કર્યુઁ’તુઁ

કાઁટાળ લાક્ડાના કડવા ધુમાડાથી

ચુલ્હાનો સ્વાચ્છોસ્વાસ કઁઈક ચાલ્યો

પેટ પર મુકેલી ચન્દ્રમાની ઘંટી

આખી રાત હુઁ ચલાવીશ

આખી રાત આકાશ પર ઉડ્તી રહેશે એની રજકણો

સવારે પાછો જંગલ મા જઈને

સુરજને કાપીને લાવવો પડશે.

_ગુલઝાર

(ઉર્દુના નામાંકિત કવિ ‘ગુલઝાર’ની અછન્દાસ નઝ્મ નો અનુવાદ)

Wednesday, July 26, 2006

આષાઢી મેઘલી રાતે_ ઉમાશંકર જોશી

હે મરમી!
આવી એક મેઘલી રાતે
હૈયાઁ ચઢ્યા’તા વાતે
હે મરમી!
હૈયાઁની વિતકની વાતે
આંસુએ આંજી આંખડી આનન્દે ઉજળુ મુખ
સભરા આ સંસારમા સુન્દરી શોધે સુખ.
શોધેછે પગલે દબાતે
હે મરમી!
ઢુંઢેછે કાળજે કપાતે
આષાઢી મેઘલી રાતે
એક સમે ઘન ટ્પકતો મોર કરે શોર
આતમને અંનચિંતવી લાગી ગઈ ઝ્કોર
હૈયાઁ હૈયાઁની સાથે
હે મરમી!
બન્ધાયા’તા એક ગાંઠે
આવી એક મેઘલી રાતે
હે મરમી
આષાઢી મેઘલી રાતે.

_ઉમાશંકર જોશી

વન ઉપવનમા ફાગણ_ રવિન્દ્રનાથ ટાગોર(ઠાકુર)

અરે બધુ વન ઉપવનમાઁ ફાગણ છવાયો
ડાળી ડાળીએ
પૂષ્પ પાઁદડીમા
બધા ખુણાઓ ખીલીને મ્હેકી ઉઠ્યા
આભ રંગોળીઓથી સજી ઉઠયુઁ છે
અને ગીતોની માદકતામા વિશ્વ હંસી ઉઠ્યુઁ
ચંચળ અને નવ પલ્લવિત દળમાઁ
મારુઁ હ્ર્દય પણ ભરમાયુઁ
આ ધરાના રૂપ રંગો
આભ પણ તપોભંગ કરેછે
મૌન નુઁ કવચ ભેદીને
મુખના સ્મિતે અધરોને પણ કઁપિત કરી દીધા
વનોમા પવન વહેતાઁ વહેતાઁ
પૂષ્પોનો પરિચય
વારઁવાર માઁગી રહ્યોછે
કુંજ કુંજ્મા,દ્વાર દ્વાર પર
અને એકેક વ્યક્તિને આ પ્રશ્ન કરવામા આવ્યો.

_ રવિન્દ્રનાથ ટાગોર(ઠાકુર)

(હિન્દી અનુવાદ પરથી)

Monday, July 24, 2006

બેબીલોનની નદીના કાંઠે અમે બેઠા અને અશ્રુ વહાવ્યા

બેબીલોનની નદીના કાંઠે અમે બેઠા અને અશ્રુ વહાવ્યા-1815(બાયરન)

1
અમે બેઠા અને પાણીની ધારે અશ્રુ વહાવ્યાઁ,
બેબીલોન પર અને તે દિવસના વિચારો પર
જ્યારે અમારા શત્રુએ એના ક્ત્લે આમમા
સાલેમની ઉચ્ચ જગ્યાને શિકાર ગાહ બનાવી
અને તમે એની ધુત્કારયેલી પુત્રીઓ
તમને અશ્રુ સારતી વિખેરવામા આવી.

2
અમે પિડિત હ્ર્દયે જયારે નદી પર દ્રષ્ટિપાત કર્યો
જે એના ઉઁડાણના તળિયે સ્વતંત્રતાથી વહીરહી હતી
એમણે ગીતની માગણી કરી ,પણ ના કદીનહીઁ
તે વિજય જે અજાણ્યાઓ એ જાણવુઁ જોઈએ
કદાચિત આ જમણા હાથને હમેશા માટે વિચ્છેદિત કરવામા આવે
અને શત્રુ ઓ માટે પછી આપણી ઉંચી વીણાને દોરડીથી બાઁધી દેવામ આવે
3
તે નેતરના વ્રુક્ષ પર જયાઁ વીણા ને ટીઁગાડવામા આવીછે.
હે સાલેમ તેના ધ્વનિ મા સ્વતંત્રતા હોવી જોઈએ
અને તે દુ:ખદ સમયે જયારે તારી જાહોજલાલી નષ્ટ પામેલી
પરંતુ તારી તે સ્મ્રુતિ છોડી ગયેલી
અને એના સુઁવાળા લયને પણ મિશ્ર કરવામા ન આવે
મારા ઉજ્જડ કરેલા ધ્વનિ ની સાથે

(બાયરન ના એક અંગ્રેજી કાવ્યનો અનુવાદ)

Wednesday, July 19, 2006

સંતુષ્ટ ભૂંડ લેખક: મહેશ દવે

સંતુષ્ટ ભૂંડ લેખક: મહેશ દવે, વાર્તાસંગ્રહ "તાણાવાણા' માંથી મને ગમી ગયેલી એક વાર્તા. કોણ માની શકે કે આ વાર્તા ચાલીસ વર્ષ પહેલાં લખાયેલી છે!
બાબુ પાંચભાયા


રમેશ સવારે ઉઠ્યો ત્યારે સાત વાગ્યા હતા. રૉજની જેમ આજે પણ દુ:સ્વપનોની વણજારના ભારથી માથું ભારેભારે હતું. ચહેરો ચીકાશથી ઍટલો ભરપુર હતો કે વગર સ્પશેઁ તે ચીકાશ અનુભવતો હતો . તેના શરીર તેમજ કપડાંમાંથી આખી રાત ગોંધાઈ રહેલી બદબો મુક્ત થઈ તેની આસપાસ ગઢ રચી જાણે તેને ગોંધવા પ્રયાસ કરી રહી. યંત્રવત્ તેણે પેસ્ટ અને બ્રશ લીધાં અને ગેલેરીમાં ગયો . સૂયઁનાં પીળા કિરણોએ તેના પર આક્રમણ ક્યુઁ . તે 'ઈરિટેટ' થઈ ગયો . જોરથી કફ ખેંચી તે થુંક્યો .પીળા પ્રકાશથી છવાયેલું વાતાવરણ સુસ્ત લાગયું. તેણે પોતે પણ સુસ્તી અનુભવી. "સવારંનો સમય સફુતિઁનો સમય છે તે "મીથ" કેવી રીતે આટ્લી વ્યાપક બની હશે?" - તે વિચારી રહયો.

"ચાલો હવે જલદી કરો; ચા ઠંડી થઈ જશે." તેની પત્ની કહી રહી હતી. પત્ની નાનીશી ઓરડીમાં ચારે તરફ ઘૂમી રહી હતી. ઘડીમાં રાંધવાની ચોકડીમાં રસોઈ જોતી હતી, તો ઘડીમાં ઝાપટ-ઝૂપટ, કચરો-વાસીદું અને એમ બધું ધમાધમ થતું જતું હતું. રમેશ વિસ્મયથી પત્નીની ચહલપહલ જોતો રહયો અને ચાના ઘૂંટડા ઉતારતો ગયો..

ચા પછી ટેવને કારણે તેનામાં કંઇક ઝડપ આવી. જલદી-જલદી દાઢી, શૌચ વગેરે પતાવી તે નાહવા ઘૂસ્યો.. પાણી સાથે પરસેવાની ચીકાશ અને બદબો વહી જતાં તે કંઇક હરવો થયો, પણ નાહીને શરીર લૂછયું કે તરત જ તેના ઉદ્વેગોને કારણે હોય કે તેની ઝડપને કારણે હોઇ કે પછી વાતાવરણના ઉત્તાપને કારણે હોય, તે પરસેવે રેબઝેબ થઇ ગયો. બાથરૂમની બહાર નીકરતાં સુધીમાં નાહવાથી મેળવેલી તાજગી ખતમ થઇ ગઇ. ચારેકોરથી ઉઠતા ઘોંઘાટથી તે અકળાયો.. પત્ની ભગવાનના બેત્રણ ફોટા સામે બેઠી હતી, માતાજીનો પાઠ કરતી હતી, પાસે દીવો બળતો હતો.. તેની પત્નીની સ્વસ્થતા તરફ તેને ધ્રુણા થઇ આવી. એક લાત મારી તેને, તેના ભગવાન તથા દીવાને ઉડાડી દેવાની વ્રુત્તિ તેણે માંડ-માંડ રોકી. કપડાં પહેરી, છાપું લઇ બેઠો તેટલી વારમાં તે પાછો સોબર થઇ ગયો..

તેની આંખો છાપામાં હતી, પણ નજર આગળ કંઈક જુદું જ દૅશ્ય હતું. કોલેજમા સાથે હતી પેલી નીલા. તેની સાથે પ્રેમ તો કેમ કહેવાય, પણ જરા સંબંધ થયો હતો. તેને પરણયો હોત તો ! તે આ રીતે માતાજીનો પાઠ તો ન જ કરતી હોત. કાલે જ એને ફાઉન્ટ્ન પર જોઇ - કેવી ચબરાક, લટકાળી! કોઈકની સાથે મોટરમાં બેસતી હતી. તેને તે પરણી હશે? કદાચ એમ જ હોઈ - આ છોકરીઓ પૈસાને જોઇને જ પરણે છે. વધુ વિચારતાં એને લાગયું કે તેમાં ખોટુંય શું હતું? પૈસા અને તેથી પ્રાપ્ત થતી સગવડ સિવાય જીવનમાં બીજું છે શું? તેના પોતાના જીવનનો આદશઁ આખરે શો હતો? એક સરસ ફ્લેટ હોય - ડ્રોઇંગરૂમ, બેડરૂમ, સ્ટડી અને કિચનવાળો.. સરસ મજાનો સોફાસેટ હોય, ડાઇનિંગટેબલ હોય, રેફ્રિજરેટર હોય, ગીઝર હોઇ અને વધુમાં નાનકડી કાર હોય. આ બધાને મેઇનટેઇન કરવા સારો પગાર કે આવક હોય. બસ આથી વધુ તે શું માગતો હતો? છોકરીઓ આને માટે યોજના કરી પરણે તો તે ડહાપણનું કામ ન ગણાય? દાખલા તરીકે, નીલા તેને પરણી હોત તો તેની હાલત કેવી હોત? પણ એના કરતાંયે તેની પોતાની હાલત કેવી થઇ હોત? તે કલ્પના કરતાં અત્યારની પત્ની ઘણી સારી લાગી. બાઈ ઘણી સાદી. ટૂંકી આવકમાં બધું ચલાવતી હતી, એટલું જ નહી, પોતાની જાતને સુખી માનતી હતી. અને તેને સુખી કરવા પ્રયત્ન કરતી હતી. ગામડેથી પરણી મુંબઇ આવી તેનો તેને ગવઁ હતો.. આ મકાનો, સડકો, ઝાક-ઝમાળ જોઈ તે કૃતાથઁ થઇ ગઇ હોઇ એવું લાગતું હતું. પંદરેક દિવસે એકાદ વાર જુહુની રેતીમાં ભેળ ખવડાવીએ અને પાસેના સબબઁન થિયેટરમાં સસ્તામાં સિનેમા બતાવીએ એટલે ભયો-ભયો.. બિચારી, વિહાર લેક, ચાઇના ક્રીક, સારી હોટલો - સિનેઘરો, બધાંથી અજાણ હતી. Ignorance is bliss - તે ખરેખર આનંદમાં હતી. તે તેને envy તો નહોતો કરતો ને? જો એમ હોઇ તો what a fool! પ્રોફેસરે કૉલેજમાં ઉચ્ચારેલું સૂત્ર યાદ આવ્યું: Better a Socrates dissatisfied than a pig satisfied. તેની પત્નીને satisfied pig સાથે સરખાવવાની મજા આવી, પણ પ્રોફેસરનું સૂત્ર અત્યારે પહેલાં જેટલું સત્યના રણકારવાળું નહોતું લાગતું. તેણે વિચારવાનું છોડી છાપું વાંચવા માંડ્યું.
જમવાની બૂમ પડી. તેને ભૂખ લાગી નહોતી, પણ ટાઈમ થયો એટલે જમવા બેસવું જ રહ્યું, તેની પત્ની રોટ્લીના દડા ફુલાવી-ફુલાવી તેની થાળીમાં નાખતી હતી. ગરમ-ગરમ ફુલકા બનાવવાની અને ખવડાવવાની તેની કળા પર તે મુસ્તાક હતી. આપણું ગુજરાતીઓનું ખાણું સાલ્લૂં all weight and no substance. તે રોટલીના ડૂચા ઉતારી રહ્યો ' હવે નહિ જોઈએ.....' 'અરે, હજી તો બે જ થઇ છે....' રોજની આ રોટલીની ખોટી ગણતરીની જોક અને એના પર પત્નીનું મરકવું. તેને એવી તો ચીડ ચડી.... પણ કંઇ કર્યા વગર જમીને ઑફિસે જવા તૈયાર થયો. પોતાની નિયમિત અને યાંત્રિક દૈનિક ગોઠવણને કારણે તેને ટ્રૈન પકડવા દોડવું નહોતું પડતું, તેમજ ટ્રૈનમાં ઉભા રહેવું નહોતું પડતું. એનું મગજ ચાલ્યા જ કરતું હતું. એને થયું કે બીજાઓની જેમ એને પણ ટ્રૈન પકડવા દોડવું પડતું હોત તો સારું થાત. આ વિચારચક્રમાંથી તો છૂટત. ટ્રૈનમાં સ્થાન મેળવવા ફાંફાં મારતો હોત અને પછી કલબટઁસન અને બ્લેકવૂડને ગોળી મારી હાકોટા-છાકોટા કરી ફેંક-ઠોક બ્રિજ રમતો હોત તો માનસિક યાતનામાંથી તો ઉગરત! - satisfied pig થવાની તેને વ્રત્તિ થઇ આવી.

ઑફિસનું કામ તેણે પટાપટ પતાવવા માંડ્યું. બુદ્ધિના ઉપયોગ વગરનું આ કામ! 'રોબો' પણ કરી શકે. 'ભારતના બુદ્ધિજીવીઓની શક્તિનો વ્યય' આ વિષય પર ભાષણ આપવાનું કે લેખ લખવાનું તેને મન થઇ આવ્યું. પણ શો અર્થ? કોણ વાંચે છે? કોણ વિચારે છે?

બપોરની રિસેસમાં હરિશને લઇને યુનિવસિઁટીની લૉન પર ગયો.. કોલેજનાં છોકરા-છોકરીઓને છેલબટાઉ થઇ ફરતાં જોયાં. 'બેટ્ટાઓને ખબર પડશે.' હરીશ પાસે પેલું ભાષણ ઝાડ્યુ - 'બુદ્ધિજીવીઓની શકતિનો વ્યયવાળું'. રાજકારણીઓને, ઓફિસના બૉસને, આપણા લોકોને, બધાંને પેટ ભરીને ગાળો આપી.
યુનિ.-ગાર્ડન પરથી ઑફિસે જતાં હોટલ "ખૈબર'માંથી બહાર નીકળતો સુરેન્દ્ર મળ્યો.. 'હલ્લો...ચાલ ઓફિસ પર મુકી જાઉં." તેણે ટેક્સી બોલાવી. કૉલેજના દિવસોમાં સુરેન્દ્ર સામે તે હંમેશા ગુરુતા અનુભવતો હતો. પરીક્ષા વખતે તેંનો પ્રોફેસર બની જતો અને આમેય તે પોતે તેના friend કરતાંય philosopher અને guide જેવો વિશેષ હતો.. હવે તેની હાજરીમાં હંમેશાં લઘુતા અનુભવતો. તેથી જ તેને મળવાનું ટાળતો. એક કંપનીમાં તે પી. આર. ઓ. બની ગયો હતો. કેવી રીતે? શી આવડતે? - એ કોયડો જ હતો.. સાલો સારું કમાતો હતો. ટેકસી સિવાય વાત નહોતો કરતો. અને એરકન્ડિશન્ડ હોટલો સિવાય અપૉઇન્ટમેંટ નહોતો આપતો .એની હોશિયારીની કોણ જાણે કેટલીયે વાતો કરી રહયો હતો . પણ રમેશનું ધ્યાન એના પર ન હતું. તે એની આવક વિશે વિચારતો હતો . તેને ચોકકસ ખાતરી થઇ કે તે 'પીમ્પ'ગીરી કરતો હોવો જોઇએ . સુવ્વર! સાલો ! બાટલીથી માંડીને છોકરી સુધીનું બધું એના બૉસને 'સ્પલાય' કરતો હશે. એ જ, એ વિના તે કઇ આવડત પર તે આગળ વધી શકે? નીતિના માર્ગે રોટલો ને મીઠું કમાઇ જીવવાના સંતોષથી સુરેન્દ્રની ગેરહાજરીમાં એના કરતાં તે ગુરુતા અનુભવી રહ્યો..

'સાડાત્રણ-ચાર થાઇ ત્યારે જ બરાબર ભૂખ કેમ લાગતી હશે?' 'મદ્રાસી'માં જવા તે તલસી રહ્યો.. આજુબાજુ જોઇ 'પ્લે હાઉસ' પરના વેશ્યાગ્રુહમાં ઘરાક ચોરીછૂપીથી અંદર ઘૂસી જાય તેમ Grade IIIની હોટલમાં રમેશ ઘૂસી ગયો ....રખે સુરેન્દ્ર જેવો કોઇ જોઇ જાય. સરકારે આ ગ્રેઇડો એના જેવાની હાંસી ઉડાડવા જ કરી લાગે છે. અંદર ઘૂસ્યા પછી ઓછામાં ઓછા દરે વધુ પ્લેટો કઇ આવી શકે તે માટે 'આજની સ્પેશિયલ વાનગી' પર તેણે નજર ફેરવી. જોકે એ બધી વાનગીઓ તેમજ તેના ભાવો મોઢે થઇ ગયા હતા.

ચા-નાસ્તા પછી કંઇક મજા આવી. ઑફિસનો ડોઢેક કલાક એ મસ્તીમાં નીક્ળી ગયો . મનમાં જ નકકી કર્યું. - 'ભાડમાં જાય બધી વિચારણા. માત્ર સુખદ શારીરિક સંવેદનોના જગતમાં જ વસવું.' વિચાર-વિચાર-વિચારની ચુંગાલમાંથી છૂટવા રોજની અંધેરી લોક્લ છોડી ડબલ ફાસ્ટની ગિરદીમાં ચડયો , લટકયો . ગ્રાંટ રોડ છોડી ટ્રૈન ફાસ્ટ દોડવા લાગી . થોડે છેડે અંદર ઊભેલ એક દંપતીને જોવામાં એને રસ પડયો.. મેલખાઉ રંગનાં પાટલૂન-ખમીશવાળો, ચીંથરા જેવી ટાઇ લટકાવેલો, દેખાવે આધેડ યુવક ભીડથી પત્નીનું રક્ષણ કરી રહયો હતો.. બાઇના હાથમાં બાળક હતું, તે ધાવતું હતું. 'બાઇ કેટલી પ્રસન્ન જણાતી હતી! પોતાની પત્ની જેવી! Pigs All.....પણ........પણ.........તેની મુખની રેખાઓ તેની પત્નીને મળતી આવતી હતી અને પેલો ચીંથરા જેવી ટાઇવાળો પોતાના જેવો બનતો જતો હતો....... તે ભૂંડોના ટોળામાં ભળતો જતો હતો .' સમતુલા જાળવવા માટે રમેશે 'ક્મ્પાર્ટમેન્ટ' માં વચ્ચે નાખેલો 'બાર' પકડયો હતો . લોઢાના પોલા પાઇપથી બનેલો 'બાર' ઘસાઇ-ઘસાઇ સુંવાળો થઇ ગયો હતો . રમેશની પ્રસ્વેદભીની હથેળી 'બાર'થી છૂટતી જતી હતી - ટ્રૈન ચાલ્યે જતી હતી.......ચાલ્યે જતી હતી.....ફાસ્ટ, વધુ ફાસ્ટ.


મહેશ દવે "તાણાવાણા' વાર્તાસંગ્રહમાંથી ઉતારેલી વાર્તા

Tuesday, July 18, 2006

કોણ માનશે_


ખાણ હતી કોણ માનશે_મોહમ્મદઅલી ભૈડુ”વફા”.

તારા નગરની જાણ હતી કોણ માંનશે?
લજ્જાની વચ્ચે આણ હતી કોણ માંનશે?

શોધી રર્હ્યો હુઁ તને વસ્તી અને રણમા.
દિલમાઁ એની ખાણ હતી કોણ માંનશે?

સ્રુસ્તિનુ સર્જન થયુઁ એક કુનના ઈશારે
શક્તિની એ પિછાણ હતી કોણ માંનશે?.

પાકી જતાઁ સંઘરે નહીઁ ન ડાળકી ન વ્રુક્ષ,
ફળ,ફુલ ને કયાઁ જાણ હતી કોણ માંનશે?.

.સુકાયા પછી પાઁદડા ખરતે નહીઁ “વફા”
કઁઈ લાગણીની તાણ હતી કોણ માંનશે?

_મોહમ્મદઅલી ભૈડુ”વફા”

.9જુન2006કુન=થઈ જાઓ(“કોણમાનશે” રદીફ મા ભૂતકાળમા ઘણા પ્રતિષ્ઠિત કવિઓ એ ગઝલો લખી છે.પરંતુ બધાએ વિવિધ કાફિયાનો ઉપયોગ કર્યો છે.જાણ,આણ,ખાણ વિ.શૂન્યપાલનપુરી એ કશાનો,.જમાનો,મઝાનો વિ.રૂસ્વા મઝ્લુમી એ, અને દશા.જગા,બધા કાફિયાનો ઉપયોગ જ.મરીઝ સાહેબે કર્યો છે.પ્યાર.સાર.ખાર રતિલાલ “અનિલે કર્યો છે.મે એ રદીફ સહિત એ બધા કફિયા લઈ ગઝલ કંડારવાનો પ્રયાસ કર્યો છે. જે અઁહીઁ પ્રસ્તુત છે.)

પીછાણ હતી. કોણ માનશે?- ‘શૂન્ય’ પાલનપુરી

-દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી. કોણ માનશે?

શૈય્યા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં.
ભોળા હૃદયને જાણ હતી. કોણ માનશે?

લૂંટી ગઇ છે યાર! ઘડીના પ્રવાસમાં.
યુગ-યુગની ઓળખાણ હતી. કોણ માનશે?

ઉપચાર તો ગયા અને આરામ થઇ ગયો.
પીડા જ રામબાણ હતી. કોણ માનશે?

ઇશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું.
એ શૂન્યની જ પીછાણ હતી. કોણ માનશે?

- ‘શૂન્ય’ પાલનપુરી

. કોણ માનશે?-‘રુસવા’મઝલુમી

મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?
મારો ય એક જમાનો હતો..કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ
એ આપનો દિવાનો હતો કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?

મરવાનો આજે મેં જે અભિનય કર્યો હતો.
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?‘

રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા
.માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?

-‘રુસવા’મઝલુમી


કોણ માનશે? “મરીઝ”

તુજ બેવફાઈમાઁ છે વ્યથા કોણ માનશે?
જે જોઈ છે મે તારી દશા કોણ માનશે?

મારા ગુનાહો જોઈ, મને બેશરમ ન માન,
સાથેજ ભોગવુઁ છુઁ સજા કોણ માનશે?.

દિલ મારુઁ, પ્રેમ મારો, ને એમની શરત,
મેઁ ખુદ કહીછે કેટલી ના કોણ માનશે.?

વરસો થયાઁ હુઁ એમની મહેફિલ થી દૂર છુઁ,
ત્યાઁ પણ હજી મારી છે જગા કોણ માનશે?

.છે ખુશ નસીબ વ્યકત કરેછે ઉદારતા,
દિલમાઁ રહી ગઈ તે દયા કોણ માનશે?

જે વાત પર બધાએ શિખામણ દીધી ‘મરીઝ’
સમઁત હતો હુઁ એમા ભલા કોણ માનશે?.

મરીઝ”

2 કોણ માનશે-મોહમ્મદઅલી ભૈડુ”વફા”

આશાનો એ મિનાર હતો કોણ માનશે?
ને એજ ડૂબાડનાર હતો કોણ માનશે?

વેરી અમારો પ્યાર હતો કોણ માનશે?
હૈયાના આર પાર હતો કોણ માનશે?

ફૂલોને કોરી ગઈ ગુલશન ની વેદના,
માળીજ તોડનાર હતો કોણ માનશે?

પોતે બળી બળીને બધે જ્યોતિ ધરી દીધી
,એ દીપ તળે અન્ધાર હતો કોણ માનશે?

કરતો રહ્યો નિદાન જે પ્યારાના દર્દનુ,
એ ઈશ્કનો બીમાર હતો કોણ માનશે?

દાવા કર્યા ખુદાઈના મુસા ની સામે જઈ,
એ ડૂબવા લાચાર હતો કોણ માનશે?

ઝાકળના એની આંખ મા પૂર હતા “વફા”
ને એજ માર નાર હતો કોણ માનશે?

_મોહમ્મદ અલી ભૈડુ”વફા

9જુન2006મુસા(અ.સ.)=એક મહાન પયગંબરડૂબવાલાચાર=ફિરઓન

કોણ માનશે?_ ¬_રતિલાલ “અનિલ”

કંટકની સાથે પ્યાર હતો કોણ માનશે?
એમાઁયે કાઁઈ સાર હતો કોણ માનશે?

કે એક વાર બાગમાઁ આવી હતી બહાર,
દેનાર યાદ ખાર હતો કોણ માનશે?

આવી હતી બહાર કદી ઘરને આંગણે,
ને હુંજ ઘર બહાર હતો હતો કોણ માનશે?

હસવુઁ પડ્યુઁ જે કોઈને સારુઁ લગાડવા,
શોકનો પ્રકાર હતો કોણ માનશે?

હારી ગયેલ જીઁદગીનો બોધ દૈ ગયા,
એ સાર ખુદ અસાર હતો કોણ માનશે?

ખખડી રહ્યા એ સુકાયેલા પાઁદડા જયમ,
હસવાનો એક પ્રકાર હતો હતો કોણ માનશે?

કયારેકતો મનેજ હુઁ ભેદી શક્યો નહીઁ,
બાકી તો આર પાર હતો હતો કોણ માનશે?

_ઝાકળની ગીચ ભીડ્મા એ એકલુઁ હતુઁ,
મારોજ એ ચિતાર હતો કોણ માનશે?

મહેફિલમા જેણે મારી ઉપેક્ષા કરી,અનિલ
હૈયામા એના પ્યાર હતો હતો કોણ માનશે?

­_રતિલાલ “અનિલ”

કોણ માનશે- મોહમ્મઅલી ભૈડુ”વફા’


એ સમય વ્યથાનો હતો કોણ માનશે
.દુશ્મન આ જમાનો હતો કોણ માનશે.

ભટકી જતે હુઁ યે લપસણા પથઉપર
એહસાન ખુદાનો હતો કોણ માનશે.

ભેગા થયા તબીબો નિદાન ના કાજેને
વકત એ દુવાનો હતો કોણ માનશે.

સનમજતો હતો હુઁ વફા મારો ઈજારો
,એ ખુદા બધાનો હતો કોણ માનશે

આખરે એ ઉભય બેવ એક થઈ ગયાઁ,
ઝઘડો એક અના નો હતો કોણ માનશે.

ને અમે સહજથી એને મેળવી લીધો,
રસ્તો એ ફનાનો હતો કોણ માનશે.

આમ સરળતાથી એ પ્રાપ્ત કયાઁ થતે
અણસાર વફાનો હતો કોણ માનશે?

મોહમ્મઅલી ભૈડુ”વફા

’9જુન2006

અના=અહઁકાર

(પાજોદ દરબાર રૂસ્વા મઝ્લુમીઅને જ.શૂન્ય પાલનપુરી સાથે24ફેબ્રુઆરી1968 મા મસ્તહબીબ સારોદી સાહેબના માનમાજંબુસરમા યોજેલા મુશાયેરામા ભાગ લેવાનો મોકો મળ્યો હતો.મારી ઉમર 25 વર્ષની હશે.એ તરહી મુશાયરની પંક્તી હતી “કોના વિચારે એમનુ હસ્તુ વદન હતુઁ.”વિગતમાટે મારો બ્લોગ “બઝ્મે વફા”અથવા બાગે વફા જૂઓ.”વફા”)http://bagewafa.blogspot.com/http://bazmewafa.blogspot.com/


કોણ માનશે? – “જિદ્દી લુવારવી”

ફક્તડોઝ તો દવાનો હતો કોણ માનશે?
ચમત્કાર બસ દુવાનો હતો કોણ માનશે?

નથી એ અહીં ભલા પણ, ભૂલી જવાય કેમ!
માણસ બહું મજાનો હતો કોણ માનશે?

હતી ઇચ્છા, મળી લઉં, પણ શકયો નહુઁ મળી
દિવસ એની કઝાનો હતો, કોણ માનશે?

મંઝિલ ઉપર લઇ જશે વેરી બની મને?
વિશ્વાસ મુજ સગાંનો હતો, કોણ માનશે?

વર્ષો સુધી લડયા, અને વસિયત કરી ગયા
જહાલતનો જમાનો હતો કોણ માનશે?

ગણી પાગલ રહ્યા છે ‘જિદ્દી’આજ જેને લોક્
અલ્લાહનો એ દિવાનો હતો કોણ માનશે?

સુલેમાન દેસાઇ “જિદ્દી લુવારવી”

કેમ્બ્રીજ, કેનેડા 16જુલાઇ,2006

Sunday, July 16, 2006

મુઁઝવણ__જાવેદ અખ્તર

મુઁઝવણ__જાવેદ અખ્તર

કરોડો ચહેરાઓ
અને એના પાછળ
કરોડો ચહેરાઓ
આ માર્ગો છે કે ભીંગારીના પુડાઓ
ધરતી શરીરોથી ઢંકાય ગઈ છે
કદમ મુકવાની તો શુઁ તલભર જગ્યા નથી.
આનિરખુઁ છુઁ તો વિચારુઁ છુઁ

કે હવે જ્યાઁ છુઁ
ત્યાઁજ સંકોડાઈને ઊભો રહુઁ
પણ શુઁ કરુઁ
હુઁ જાણુઁ છુઁ કે
જો રોકાઈ ગયોતો
જે ભીડ પાછળ થી આવી રહી છે
તે મને પોતાના પગોથી છુઁડીનાશે,કચડી નાઁખશે
તો હવે હુઁ જયારે ચાલુઁ છુઁ
તો હવે મારાજ પગોમા કચડાય છે
કોઈની છાતી
કોઇનો હાથ
કોઇનો ચહેરો
જો હુઁ કદમ ઊથાવુઁ
તો બીજાઓપર જુલમ ગુજારુઁ
અને જો રોકાઈ જાઊઁ
તો બીજના જુલ્મોનો શિકાર બનુઁ
હે ઝમીર
તને તો તારા ન્યાય પર ગર્વ છે
જરા સંભળાવી પણ દે
કે આજે તારો શુઁ ફેંસલો છે. ?

_જાવેદ અખ્તર(ઉર્દુના મશ્હૂર બોલીવુડી શાયરની અછન્દાસ રચનાનુ ભાષાઁતર-'વફા,)

ઝમીર=આત્મા

Thursday, July 13, 2006

દવા મારી નથી _સીરતી

દવા મારી નથી _સીરતી

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી.

કોઈ સસ્તી કીર્તિ પાછળ ભલે ,ભમતુઁ ફરે,
’સીરતી’ની ભવ્યતાને એ કદી ભાવે નહીઁ

કોઈ સસ્તી કીર્તિ પાછળ એ કદી દોડ્યો નહીઁ,
શાયરીમાઁ ‘સીરતી’ની ભવ્યતા અણનમ રહી.

_સીરતી

તઝ્મીન: _સૈયદ ‘રાઝ’ નવસારવી.

છે મને વરસોથી આ તકલીફ ,અણધારી નથી.
થઈ ગઈ રોજિન્દી ઘટના એટલે ભારી નથી.
દિલ વિના મે કોઇનીયે વાત ગણકારી નથી.

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી

_સૈયદ ‘રાઝ’ નવસારવી.

એ તડ્પ _મુહમ્મદઅલી ભૈડુ’વફા’

તઝ્મીન:

એતડપ હૈયાઁ તણી છે ,કોઈ બીમારી નથી.
એઅલગ છે વાત કે દુનિયાએ ગણકારી નથી..

આંખમા ચોંટી ગઈ એ નીકળી હૈયા થકી,
હા હવે તો છૂટ્વાની કોઇપણ બારી નથી.

જીઁદગીના કાફલા લુઁટાયા તારાગામમા,
તે છતાઁ કહેછે બધાઁ વાત અણધારી નથી

તુઁ તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના
વેદના જુની થઈ ગઇ એટ્લે ભારી નથી.

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી(સીરતી)

_મુહમ્મદઅલી ભૈડુ’વફા’
14જુલાઈ2006

છન્દ:ગાલગાગા,ગાલગાગા,,ગાલગાગા,લગા

જામ લઈલે _સીરતી

(ગઝલ)

મહોબ્બતની મસ્તીનો એક જામ લઈ લે !
જીવન જીવવાનો સરંજામ લઈ લે !

જરૂરત વિસામાની હો જીન્દગીને ,
ફરેબોની છાયામાઁ આરામ લઈ લે !

વફાઓને આંસુનો આપી દિલાસો,
કોઈ બેવફાનુઁ ફરી નામ લઈ લે !

હ્રદય હો અગર ડૂબવાની અણી પર,
સુરાના જિગરમાઁથી તુઁ હામ લઈ લે !

સદા કેફમાઁ લીન તલ્લીન રહેવા,
કોઈના નયનમાઁથી એક જામ લઈ લે !

દિલાસાની હો ભૂખ માયુસ દિલને,
મલે જે તને, તે તુઁ અંજામ લઈ લે !

ન ઠરવાનો મુજને મળે કયાઁથી આરો,
મ્હોબ્બત સમુઁ પાક,ધામ તુઁ લઈ લે !

ધરા પર મળે જો ન ફરવાને દ્રષ્ટિ !,
ગગનમાજ ભમવાનુ તુઁ કામ લઈ લે !

જવાનીનો આ થાક ને ‘સીરતી’ તુઁ,
ભલો થઈ ખુદાનુઁ હવે નામ લઈ લે !

_સીરતી(1908-1980)

(જ.સીરતીસા.મર્હુમના ગઝલ સંગ્રહ’વારસો’ માઁથી સાભાર)


Saturday, July 08, 2006

પવનભરી રાત _ -જીવનાનન્દ દાસ

પવનભરી રાત
-જીવનાનન્દ દાસ

ગંભીર પવનોભરી રાત હતી કાલે અસંખ્ય નક્ષત્રોની રાત;
આખી રાત વિસ્તીર્ણ હવા મારી મચ્છરદાનીમા ખેલતી હતી:
મચ્છરદાની કદિક ફૂલી ઊઠી’તી મોસમી સમુદ્રના પેટની જેમ,
કદિક બિછાનુ છેદીને
નક્ષત્રો ભણી ઉડી જવા ચાહતી’તી;
કદિક કદિક મને એમ લાગતુઁ હતુઁ.અર્ધો ઊંઘમા હોઈશ ત્યરેજ કદાચ_
જાણે માથા પર મચ્છરદાની નથી,
સ્વાતિ નક્ષત્રને ઘસાઈને નીલ હવાના સમુદ્રમાઁ ધોળા બગલાની જેમ એ ઊડી રહી છે.

એવી અદભુત રાત હતી કાલની,.
સમસ્ત મ્રુત નક્ષત્રો કાલે જાગી ઉઠ્યાઁ હતાઁ.આકાશમાઁ તલ માત્ર જ્ગ્યા ખાલી ન હતી;
પ્રુથ્વીના સમસ્ત ઘૂસર પ્રિય મ્રુતજનોના મુખ પણ એ નક્ષત્રોમાઁ જોયાછે મેઁ,
અન્ધારી રાતે પીપળાની ટોચે પ્રેમી નર_સમડીની શિશિરભીની અંખની જેમ ટમટમતાઁ હતાઁ સમસ્ત નક્ષત્રો;
ચાન્દની રાતે બેબિલોનની રાણીના ખભા પરની ,ચિત્તાના ચકમક થતા
ચામડાની, શાલની જેમ ચમકતુઁ હતુઁ વિશાળ આકાશ!
એવી અદભુત રાત હતી કાલની.
જે નક્ષત્રો આકાશને વક્ષે હજારો વર્ષો પહેલાઁ મરી ચૂકયાઁ હતાઁ;
તે બધાઁ પણ કાલે બારીમાઁ થઇને અસંખ્ય મ્રુત આકાશને સાથે લઇને આવ્યાઁ હતાઁ.
જે રૂપસુન્દરીઓને મેઁ એસિરિયામાઁ ,મિસરમાઁ,વિદિશામાઁ મરી જતી જોઈ છે.
તેઓ કાલે અતિદૂર આકાશના છેડા પરના ધુમ્મસમાઁ લાંબા ભાલા હાથમાઁ લઈને હારબન્ધ ઉભી રહી ગઇ હતી જાણે_
મ્રુત્યુને દલિત કરવાને ?
પ્રેમનો ભયાવહ ગંભીર સ્તંભ ઊભો કરવાને?
સ્તંભિત અભિભૂત થઇ ગયો હતો હુઁ,
કાલ રાતના પ્રબળ નીલ અત્યાચારે મને છિન્ન વિછિન્ન કરી નાખ્યો હતો જાણે;
આકાશની વિરામહીન વિસ્તીર્ણ પાંખની અન્દર
પ્રુથવી કીટની જેમ ભુંસાઈ ગઈ હતી કાલે!
અને ઉત્તુંગ પવન અવ્યો હતો આકાશના વક્ષેથી ઉતરીને
મારી બારીની અન્દર થઈને સાઁય સાઁય કરતો,
સિન્હના હુંકારથી ઉત્ક્ષ્પિત હરિત પ્રાંતરના અજસ્ર જિબ્રાની જેમ!
હ્રદય ભરાય ગયુઁ છે,મારુઁ વિસ્તીર્ણ ફેલટ્ના હરિયાળા ઘાસની ગન્ધે,
દિગંત_પ્લાવિત બલીયાન આતપની ગન્ધના ગ્રહણે,
મિલનોન્મત વાઘણની ગર્જના જેવા અંધકારના ચંચલ વિરાટ સજીવ રોમશ ઉચ્છવાસે
જીવનની દુર્દાંત નીલ મત્તતાએ !
મારુઁ હ્રદય પ્રુથવીને છેદીને ઊડી ગયુઁ.
નીલ હવાના સમુદ્રે સ્ફીત મત્ત બલૂનની જેમ ઊડી ગયુઁ ;
એક દૂરના નક્ષત્રના કૂવાથંભને તારાએ તારાએ ઉડાવી લઈ ગયુઁ
કોઇ દુર્દાંત પંખીની જેમ.

(‘વનલતા સેન’માઁથી) -જીવનાનન્દ દાસ

(કાવ્ય ચર્ચા -248)

Jivanananda Das (1899-1954)
Jivanananda Das is the most heterodox, not to say eccentric, among the poets of the new school and he is no doubt the most original. Das was brought up in Barisal where he had his school and early college education, and he finished his University education in Calcutta. His first efforts in versification were along the traditional path and his early poems follow the pattern of Satyendranath Datta and Kazi Nazrul Islam. His early poems were published in different periodicals, were collected in a volume entitled Jhara Palak (A Cast-off Feather, 1928). His poems, often violently new and raw, were ridiculed and caricatured by the opposite camp. This had a very adverse effect on the sensitive mind of the poet who was temperamentally introspective, shy and solitary. Many of the seventeen poems of his first significant book Dhusar Pandulipi (The faded Manuscript, 1936) were first published in Pragati (1927-30); the rest in Kollol and other periodicals. His other books of poetry are : Banalata Sen (1942, enlarged 1952), Mahaprithibi (The Great earth, 1944)and Satti Tarar Timir (Darkness from the Seven Stars, 1948). His Srestha kavita (The Best Poems, 1954) is a collection that contains also some poems not included in the other volumes. Das latterly attempted to write prose also, but with the exception of one or two, his literary and critical essays were left as drafts and the author did not get time to give them a final shape. These are now published in book form : Kavitar Katha (Discourse on Poetry, 1956). In these essays Das tried to defend the New Bengali Poetry. Assessing the new school of poets vis-a-vis Tagore, Das opines:
"The post-Tagore period started from the publication of Kollol.... Here there is no single Rabindranath but there are some poets present here who do away with the necessity of a second Rabindranath."
Selected bibliography of Jibanananda Das
Some poetries of Jibanananda in English translation and in Bengali.

achatt1@umbc8.umbc.edu

Thursday, July 06, 2006

દ્રિધા__જાવેદ અખ્તર

દ્રિધા__જાવેદ અખ્તર


આપણે ઉભય જે અક્ષર હતાઁ
આપણુઁ એક દિવસ મિલન થયુઁ
એક શબ્દ અસ્તિત્વમા આવ્યો
અને આપણે એક અર્થ પ્રાપ્ત કર્યો
પછી જાણે શી વિતા આપણા ઉપર પડી
અને હવે એ પરિસ્થિતિ છે કે
તુ એક અક્ષર છે
એક ખાના મા
વચમા
કેટલીયે ક્ષણોના ખાના ખાલી છે
ફરીથી કોઇ શબ્દ બને
અને આપણે ઉભય કોઇ અર્થ પ્રાપ્ત કરીયેઁ
એવુ થઈ પણ શકે છે
પરંતુ
વિચારવુઁ રહ્યુઁ
કે પેલા ખાલી ખાનાઓમા આપણે ભરવુઁ શુઁ ?


_જાવેદ અખ્તર


(બોલીવુડના મશહૂર શાયર જાવેદ અખતરની આઝાદ નઝમ નો અનુવાદ_વફા.)

રાજકુમાર_ સાહિર લુધ્યાંનવી

રાજકુમાર_ સાહિર લુધ્યાંનવી


પોતાના પુર્વ જનોની અસ્મિતાની વાર્તાઓ ને મમળાવતા
તમારા અઁધારા આવાસોના અવકાશમા ગુમ થૈ જાવ
આરસી સ્વપ્નોની પરીઓંને આલિંગનમા લઈ પોઢી જાવ
વાદળોની પાંખ પર ચાલો,ચન્દ્રને તારકો ઉપર ઊડ્યન કરો

તમોને એજ પુર્વજોના વારસામાથી પ્રાપ્ત થયુઁ છે
પશ્ચિમની સંસ્ક્રુતીનો આ સળગતો લાવા
મૂડીવાદી બળોની એમા ભેળ સેળ ન સહી
મૂડીવાદ ને મજદુરોનુ યુધ્ધ તો ખરુઁ
તુ પશ્ચિમની સાંસ્ક્રુતિક અસરોથી લદાયેલો છે
તુ પૂર્વની હવાઓમા નથી
તારે પશ્ચિમના આ ઝઘડાઓ થી શુઁ લેવુઁ?
શયામલતા પૂર્ણતાને આરેછે,લાલ કિરણો ફેલાય રહ્યાછે.
પશ્ચિમના વાતાવરણમા તરાનાઓ ગુંજી રહ્યા છે
લોકશાહીની સફ્ફળતા અને ન્યાયના,સ્વતંત્રતાના
પૂર્વના કિનારાઓ પર વાયુઓનો ધુઁમાડો ફેલાવા લાગ્યો
અજાણી તોપોના મોઢાઓ અગ્નિ વરસાવા લાગ્યા
નિન્દ્રા ગ્રુહોના છાપરાઓ તૂટવા લાગ્યા
તમારી પથારીઓ પરથી ઊઠો
નૂતન રાજવીઓની પ્રતિષ્ઠા કરો
તમે બહુજ મોડે સુધી નિદ્રાધીન રહ્યા.


_સાહિર લુધ્યાનવી


(ઉર્દુના મહાન ક્રાંતિકારી કવિ સાહિર લુધયાનવી ની ઉર્દુ આઝાદ નઝમનો અનુવાદ_વફા)
4જુલાઈ20006

પ્રતિષ્ઠા નુ વ્રુક્ષ _ મુહમ્મદઅલી ભૈડુ’વફા’

પ્રતિષ્ઠા નુ વ્રુક્ષ _ મુહમ્મદઅલી ભૈડુ’વફા’


પ્રતિષ્ઠા ના વ્રુક્ષ પર પથ્થર ફેઁકનારાઓ
તમારા વ્રુક્ષની ડાળકીઓ ઘણી ક્રુષ્ટ છે
બહુજ જલ્દી વિજળી ત્રાટ્કશે
તમારા નાજુક માળાઓની ચિંતા કરો.

(મુહમ્મદઅલી ભૈડુ’વફા’ની એક ઉર્દુ અછન્દાસ રચનાનો અનુવાદ.શાયરી.કોમ માઁથી)
4જુલાઈ 2008

જરા મોડો પડ્યો_વિશાલ મોણપરા (ગઝલ)

જરા મોડો પડ્યો_વિશાલ મોણપરા
(ગઝલ)
પ્રેમનો એકરાર કરવામા જરા મોડો પડ્યો.
દિલબરનુ દિલ જીતવામા જરા મોડો પડ્યો.

ગયા ચાલ્યા ટકોરા મારતા એ બંધદરવાજે,
સપન મહેફિલે આંખો ખોલવામા જરા મોડોપડ્યો.

હતો કાબિલ હુંપણ સમજવા મૌનની ભાષા,
ઇશારા આંખના સમજવામા જરા મોડો પડ્યો.

હતી જેની તમન્ના જિંદગીને પણ મરણ સુધી,
વિશાલ હું હાથમા એને જકડવામા જરા મોડો પડ્યો

_વિશાલ મોણપરા

છંદ:લદાદાદા લદાદાદા લદાદાદા દાદા

Saturday, July 01, 2006

વાદળી વરસી જશે _મુહમ્મદઅલી ભૈડુ,વફા,

વાદળી વરસી જશે _મુહમ્મદઅલી ભૈડુ,વફા,


શુષ્ક મનની ભોમમા કો વાદળી વરસી જશે.
લાગણી ની ચાઁદની મનમોર થૈ હરખી જશે.

હુઁ ઉગાડુઁ ચાઁદની તુઁ વાવણી કર રાતની,
રાતના પાલવ મહીઁ આ ચાઁદની મરકી જશે.

આવરણની કાળમીઁઢ એ રાતને જકડી જુઓ,
રોશની આ ચાઁદની એ વાડને ભરખી જશે.

આઅમારો સુરજ દિલનો રોશન ખુમારીમા સદા,
સાત મેરુઁ આવશે અવરોધના ઝળકી જશે.

હાથના એ છુઁદણે પરદો જરા નાઁખી દીયો,
પાઁદડે જે નામછે કોઈ ‘વફા’ નીરખી જશે.

_મુહમ્મદઅલી ભૈડુ,વફા,

21નવે.2004છન્દ(ગાલગાગા, ગાલગાગા,ગાલગાગા,ગાલગા)

ચાન્દનીને પાળીયે _મુહમ્મદઅલી ભૈડુ’વફા’


ચાન્દનીને પાળીયે _મુહમ્મદઅલી ભૈડુ’વફા’

ચાલ દિલની ચાન્દનીને પાળીયે.
રાતના આ સ્વાનને પંપાળીયે.

પ્રાત:કાળે આવશે ઉગતો સુરજ,
દિલ મહીઁ કિરણોના બીબાઁ ઢાળીયેઁ.

દોસતીના તારકો સંઘરી લઈએઁ,
ઈર્ષાની સહુ આગને પણ ઠાળીયેઁ.

ચાલવગડે મીઠી બાની બોલીએઁ,
કોકિલા ટહૂકેછે આંબા ડાળીયે.

આ સમયની દોરનો વિસ્વાસ શો,
સ્નેહની ગાંઠો બધે જઇ વાળીયેઁ.

ચલ’વફા” સપના ની સુની વાડીએ,
પાઁદડા મીઠાઁ જરા મમળાવીયે.

_મુહમ્મદઅલી ભૈડુ’વફા’

posted by bagewafa @ 3:14 PM 1 comments links to this post

ઉડ્ડયન કરૂં છું - સુલેમાન દેસાઇ “જિદ્દી લુવારવી”

ઉડ્ડયન કરૂં છું - સુલેમાન દેસાઇ “જિદ્દી લુવારવી”

ઉડ્ડયન કરૂં છું

કલ્પનાની પાંખે ઉડ્ડયન કરૂ છું
રહીને વિદેશે વતનમાં ફરૂં છું

વહ્યા કરે ને ન એ થાય ખાલી
નયનમાઁ અશ્રુનો દરિયો ભરૂં છું

મળુઁજો ન પ્રત્યક્ષ તો ચિંતા ન કરતાં
સપન માઁ હુઁ આવી તમોને મળું છું

તમારા સમક્ષ જ્યાઁ થયોછુઁ હું હાજર
ધરા પર રહીને ગગનમાં ફરું છું

ભલે રંક છતાં છું ખુદ્દાર હુંપણ
ખુદા વિણ ન કોઇ બીજાથી ડરું છું

આ દુનિયામાં મારી હસ્તી છે એવી
તણખલું થઇને હુઁ જળમાં તરૂં છું

જીવનમાં ઘણીવાર વાગી છે ઠોકર
હવે‘જિદ્દી’ વિચારીને ડગલા ભરૂં છું

સુલેમાન દેસાઇ “જિદ્દી લુવારવી

કેમ્બ્રીજ, કેનેડા 25જુન,2006

છન્દ: લગાગા,લગાગા.,લગાગા,લગાગા

Counters
Web Site Counter
Web Site Counter