છઁદ પ્રકાર_હાશિમ બિન યુસુફ ભરૂચા “ઝાર” રાઁદેરી(શાઇરી ભા,1-2)પિંગળ શાસ્ત્રને અરબીમાઁ ઈલ્મે અરૂઝ કહેછે .કોઈ વાતને ગદ્યમાઁ કહી હોય તેના કરતાઁ પદ્યમાઁ કહી હોય તો વધારે અસર કરેછે,કારણકે મનુષ્ય સ્વભાવિક રીતે તાલ બધ્ધતાને ચાહેછે,અને કાવ્યના તૂકો સમતોલ હોવાથી એના મન પર લાંબો કાળ ટકે એવી છાપ પડી જાયછે.જેવી રીતે બન્ને પાંખો સમતોલ રાખી પક્ષી ઘણીજ સરસ રીતે ઉડી શકેછે,અને બન્ને પગો સપ્રમાણ ગતિ વાળા હોયતો માણસ સરળ અને સુઁદર ચાલ ચાલી શકે છે,તેવીજ રીતે અક્ષ્રરોની સપ્રમાણ અને વિશેષ કરી તાલ મય રચના વડે માણસની લાગણી અને બુધ્ધિ ઉપર જાદૂઈ અસર થાયછે.એથી કરી અરબ પિંગળ શાસ્ત્રીઓએ એની સમજુતી એવી રીતે આપી છેકે “ નક્કી થયેલા છઁદોમાઁ ઈરાદાપૂર્વક કાવ્ય કહેવુઁ..” એના કેટલાક છઁદો અરબ પિંગળ શાસ્ત્રીઓએ નક્કી કરેલા છે.પદ્યના પ્રકારોનો ખુલાસો થાય તે પહેલાઁ એના છઁદોનુ વર્ણન એ રીતે થવુઁ જોઈએકે એ રંગથી અજ્ઞાન માણસ પણ જો ધારે તો કડીની બન્ને તૂકો સમતોલ રચી શકે. કાવ્યકળાના જે મૂળ તત્વો છે તેનુઁ મુખ્ય મૂળ એજ છે.જો બન્ને તૂકોનુઁ માપ સમાન ન હશે તો કાવ્ય કહેવાશે નહીઁ.જગતમાઁ માપ તોલ કરવાના અનેક સાધનો છે. દ્રષ્ટાંત રૂપે કેટલીક વજનદાર વસ્તુઓનુઁ કાટલાઁ અને ત્રાજવા વડે વજન જાણી શકાયછે.કેટલીક વસ્તુઓ તેના માપનાઁ વાસણમાઁ નાખી માપવાથી તેનુઁ વજન જણાય આવે છે.ગરમી ઠંડી નુમ પ્રમાણ માપવા માટે પારા શીશીઓ આવે છે.સૂર કોમળ છે કે તીવ્ર તેનુઁ માપ વાજીઁત્ર સાથ સરખાવી મગજમાઁ થાયછે.એવીજ રીતે કાવ્યની તૂલના સમતોલ ન હોય તો એનાઁ નક્કી કરેલા છઁદો સાથ સરખાવી જાણી શકાય છે.કાવ્ય કહેવા માટે મગજ સમતોલ જોઈએ,એ આપકળા છે.શીખવતાઁ આવડે એમ નથી. પણ હા!જે માણસ કવિવરોની કવિતાઓને મોટે ભગે અભ્યાસ કર્યા કરતો હોય; તે જો નિયમ અનુસાર સહજ લક્ષ આપી કામ લે તો તેને સહેલાયથી સમજાય એમ છે.પણ જો ભેજામાઁ કાવ્ય રસ ન હોય તો તેને કાવ્ય બનાવવુઁ કઠણજ પડે છે.એ વિદ્યા પ્રાપ્ત કરવા માટે જ્ઞાન આવશ્યક છે. એમ છતાઁ સાધરણ જ્ઞાન ધરાવનાર પણ ઈચ્છે તો કાવ્ય બનાવી શકે એમ છે.ઉંચ્ચ જ્ઞાન ધરાવનાર તો સહેલાયથી સુઁદર કવિતાઓ રચી શકે છે.અરબીમાઁ છઁદ આઠ શબ્દો અને તેના પેટા શ્બ્દો વડે રચવામાઁ આવે છે. એ શબ્દોને ‘અર્કાન “ અને પેટા શબ્દોને ‘કુરૂઆત’ કહેક છે.મૂળ આઠ શબ્દો નીચે પ્રમાણે છે.
(1)ફઊલુન(2)ફાઇલુન (3)મુસ્તફઇલુન્ (4)મફાઈલુન (5)ફાઇલાતુન (6)મુતફાઇલુન્ (7)મુફાઅલતુન્(8)મફઊલાતુ
ઉપલા આઠ શબ્દો વડે ઓગણીસ છઁદો બને છે.(ક્ર્મશ:)છઁદ પ્રકાર-2તેમાઁ કેટલાક છઁદો એકજ શબ્દના ચાર,છ.કે આઠ વાર લાવવાથી ,અને કેટલાક છઁદો બે શબ્દોના મેળ વડે બને છે.એમાઁ કેટલક છઁદો માત્ર અરબીમાઁજ ચાલુ છે.જેને ખલીલ ઈબ્ને અહમદે રચ્યા છે.એ પછી ઈરાનીઓએ કેટલાક છઁદો રચ્યા.,પણ તેમા અરબો કવિતા રચતા નથી.ઉર્દુ શાઇરોએ તો તે કુલ્લ છઁદોમાઁથી કેટલાક ચુઁટી કાઢ્યા છે,અને છદોમાઁ ગઝલો વિ.રચેછે.જે છઁદ બે શબ્દો એટલે પૂરી બે તૂક્ની કડી માટેચાર શબ્દો વડે બને તે છઁદ “મુરબ્બ્બઅ’ કહેવાયછે.અને પૂરી બે તૂકની કડી છ શબ્દો વડે બને તેને “મુસદ્દસ” કહેછે.અને આઠ શબ્દોની પૂરી કડી “મુસમ્મન” કહેવાય છે.સારાંશમાઁ એક તૂકમાઁ જેટલા શબ્દો હોય તેથી બેવડા કરી તે છઁદ ને નામ આપવાનો નિયમ છે.પહેલી તૂકનો પહેલો શબ્દ “સદ્ર” અને છેલ્લો શબ્દ “અરૂઝ” અને વચ્ચેનાઁ “હશ્વ” કહેવાય છે.બીજી તૂકનો પહેલો શબ્દ “ઇબ્તેદા” છેવટનો “ઝર્બ” અને વચ્ચેનો ‘હશ્વ” કહેવાય છે.ઉપલા છઁદો વડે ઓગણીસ છઁદો રચવામાઁ આવ્ય છે.તેમા સત છઁદો એક શબ્દી છે;એટલે એક શબ્દને ચાર વાર બોલવાથી એક છઁદ બનેછે, અને બાર છઁદો બે શબ્દોના મેળથી રચવામાઁ આવ્યા છે.એક શબ્દી સાત છઁદોના નામો અને સ્વરૂપ નીચે પ્રમાણે છે.
(1)મુતકારિબ(2) મુતદારિક (3) રજઝ (4)હઝજ (5) રમલ (6) કામિલ (7) વાફિર.
1_મુતકારિબ_છઁદમાઁ _ચાર વાર _ફઊલુન
2_મુતદારિક_ “ “ _ “ “ _ફાઇલુન
3_રજઝ _ “ “ _ “ “ _
_હઝજ _ “ “ _ “ “ _મફાઈલુન
5_રમલ _ “ “ _ “ “ _ફાઈલાતુન
6_કામિલ _ “ “ _ “ “ _મુતફાઇલુન
7_વાફિર _ “ “ _ “ “ _મુફાઅલતુન
બે શબ્દી બાર છઁદોનાઁ નામો અને સ્વરૂપ નીચે પ્રમાણે છે
.(1)તવીલ (2) મદીદ (3)બસીત(4)મુઝારિઅ (5) મુક્તઝબ (6)મુજ્તસ (7) મુંન્સરિહ (8) સરીઅ
(9) જ્દીદ(10) કરીબ (11) ખફીફ (12) મુશાકિલ
1_તવીલછઁદ_ફઊલુન,મફાઈલુન, ફઊલુન,મફાઇલુન,
2-મદીદ્છઁદ_ફાઇલાતુન ,ફાઇલુન, ફાઇલાતુન ફાઇલુન્
3_બસીતછઁદ_મુસતફઇલુન્ , ફાઇલુન, મુસતફઇલુન્ , ફાઇલુન
4_મુઝારિછઁદ_મફાઈલુન,ફાઇલાતુન, મફાઈલુન,ફાઇલાતુન,
5_મુક્તઝબછઁદ_મફઊલાતુ, મુસતફઇલુન્ (બે વાર)
6_મુજ્તસછઁદ_ મુસતફઇલુન્, ફાઇલાતુન(બે વાર)
7_મુંન્સરિહછઁદ_ મુસતફઇલુન્, મફઊલાતુ(બે વાર)
8_સરીઅછઁદ_ મુસતફઇલુન્ , મુસતફઇલુન્, મફઊલાત
9_જદીદ્છઁદ__ફાઇલાતુન , ફાઇલાતુન, મુસતફઇલુન્
10_કરીબ્ છઁદ _ મફાઈલુન , મફાઈલુન , ફાઇલાતુન
11_ખરીફ્ છઁદ _ ફાઇલાતુન, મુસતફઇલુન્ , ફાઇલાતુન
12_મુશાકિલ્ છઁદ_ ફાઇલાતુન, મફાઈલુન મફાઈલુન
ઉપર મુજબ એકથી સાત સુધીના છઁદો ચાર શબ્દી એટલે બે તૂકો “મુસમ્મન “ છે.અને આઠથી લઈ બાર સુધીના છઁદો ત્રણ શબ્દી એટલે “મુસદસ “ છે.”ઝિહાફ” ની સમજુતી પિંગળ શાસ્ત્રીઓ એ એવી રીતે આપી છેકે ઉપર વર્ણવેલ છઁદોના શબ્દોમાઁ અરૂઝી નિયમો અનુસાર વધઘટ કરવી.ઝિહાફ વડે છઁદોની સંખ્યા સિત્તેરર્થી એ વધુ કછે.સંસ્ક્રુત પિંગળ શાસ્ત્રની સાથે અરબી અરૂઝનો મેળ નીચે પ્રમણે છે.
6 માત્રાના પ્રસ્તારમાઁ 13 ભેદો છે.એ દરેક ભેદો ચર વાર લાવવાથી એક છઁદ (બહ્ર) થશે
.ઉદાહરણ
1-મફ્ઊલૂન્_ = = =_6 માત્રા(ગાગાગા)
2_ફઇલાતુન્, ! ! = =_6 માત્રા(લલગાગા)
3_મફાઇલુન્_ ! = ! = _6 માત્રા(લગાલગા)
4_મુફ્તઇલુન્ _ = ! ! =_6 માત્રા(ગાલલગા)
5_ ! ! ! ! = _6 માત્રા (અરબીમાઁ નથી)(લલલલગા)
6_ માફાઈલ _ ! = = ! _ 6 માત્રા(લગાગાલ)
7_ફાઇલાતુ_ = ! = ! _ 6 માત્રા
8_ફઇલતન_ ! ! ! = ! _6 માત્રા(લલલગાલ)
9_મુસતફ્ઇલુ_= = ! ! _6 માત્રા(ગાગાલલ)
10_ ! ! = ! ! _6 માત્રા(અરબીમાઁ નથી)( લલગાલલ )
11_ ! = ! ! ! _6 માત્રા (અરબીમાઁ નથી)(લગાલલલ)
12_ = ! ! ! ! _ 6 માત્રા “(ગાલલલલ)
13_ ! ! ! ! ! ! _ 6 માત્રા
“
ત્રણ વર્ણના પ્રસ્તારમાઁ આઠ ભેદો છે, દરેક ભેદ ચાર વાર લાવવાથી એક છઁદ બનશે.
ઉદાહરણ
.નઁ._ અરબી શ્બ્દો_લઘુ ગુરૂના ચિન્હો___ ગણ
1_મફઊલુન્ _ = = = _મગણ
2_ફઊલુન્ _ ! = = _યગણ
3_ફાઇલુન્ _ = ! = _રગણ
4_ફઇલુન્ _ ! ! = _સગણ
5_મફ્ઊલુ _ = = ! __ તગણ
6_ફઊલુ _ ! = ! ___જગણ
7_ _ = ! ! ___ભગણ(અરબીમાઁ નથી)
8_ _ ! ! ! ___નગણ (અરબીમાઁ નથી)
ઉપલા અરબી શબ્દોમાઁ સ્વરીત અને કેવળ વ્યંજનનેજ લક્ષ માઁ રાખવા.કોઇ વ્યંજનમાઁ હ્ર્સ્વ અ,ઇ,કે ઉના ફેરબદલ થી છઁદમાઁ વધ ઘટ થતી નથી.!=લઘુ, = ગુરૂચાર વર્ણના પ્રસ્તામાઁ 16 ભેદો છે.
નઁ: અરબીશબ્દો _લઘુગુરૂન ચિન્હો
1_મફઊલાતુન્ _ = = = =(ગાગાગાગા)
2_મફાઈલુન્ _ ! = = =(લગાગાગા)
3_ફાઇલાતુન્ _ = ! = =(ગાલગાગા)
4_ફઇલાતુન્ __ ! ! = = (લલગાગા)
5_મુસતફ્ઇલુન્___ = = !=(ગાગાલગા)
6_મફાઇલુન્____ ! = ! =(લગાલગા)
7_મુફ્તઇલુન્____ = ! ! =(ગાલલગા)
8_ ફઇલાતુન્____ ! ! ! =(લલલગા)
9_મફ્ઊલાતુ____ = = = !(ગાગાગાલ)
10_મફાઈલુ_____ ! = = !(લગાગાલ)
11_ફાઇલાતુ______ = ! = !(ગાલગાલ)
12_ફ ઇલાત_____ ! ! = !(લલગાલ)
13_મુસતફ્ઇલુ____ = = ! ! (ગાગાલલ)
14_____________ ! = ! ! (લગાલલ)(અરબીમાઁ નથી)
15_____________ = ! ! ! (ગાલલલ) (અરબીમાઁ નથી)
16____________ ! ! ! ! (લલલલ) (અરબીમાઁ નથી)
અરબી ,ફારસી,અને ઉર્દુમાઁ અક્ષર મેળ પ્રમાણે કેટલાક છઁદો નીચે પ્રમાણે છે. અરબીદરેક શકબ્દો માટે જુદો જુદો કોટઃઓ પાડવામા આવ્યોછે. એ દરેક છઁદ ને એક મીસ્રો(તૂક) સમજવી.એવી બે તૂકોની એક કડી (શેર)કહેવાય છે.એમાઁ સંસ્ક્રુત પિઁગળ સાસ્ત્ર પ્રમાણે કેટલાક છઁદોનો મેળ મળવાથી તેની જે પંક્તિઓ અપનાવવામાઁ આવી છે,તે દેક ને એક તૂક સમજવી નહીઁ.કોઇ જગ્યાએ ચરણ ,કોઇ જગયાએ તૂક અને કોઇ જગયાએ પૂરી કડીઓ છે. માત્ર ઉરૂઝી નિયમ મુજબ લઘુના સ્થાને લઘુ અને ગુરૂ ના સ્થાને ગુરૂ અનુક્રમે સ્વરુપ મળતુઁ હોવાથી સામાન્ય જાણ માટે કોઠામાઁ લીધા છે.(લઘુ.ગુરૂ ની સમજુતી આગળ આવશે.)અરબીમાઁ ઝિહાફે કરી છઁદોના નામો ઘણા લાઁબા હોવાથી મેઁ ગુજરાતી રૂઢિ પ્રમાણે મૂળ નામ સાથે બીજા વિશેષણો બદલ માત્ર છ અક્ષરોની સંખ્યા લખી છે.તેમજ ચાર ,છ કે આઠ શબ્દી પણ લખ્યુઁ નથી; કારણકે તે કોઠા પરથી સહેજે સમજાય છે..સંગિત પ્રેમીઓના હ્રદયમાઁ મોટે ભાગે કાવ્ય રસ હોય છે,તેમ અરબીથી તદ્દન અંજાણ વર્ગને છઁદોના અરબી શબ્દો ઉચ્ચારવા કઠિન પડે તેટલા માટે લય શાસ્ત્રનાશબ્દોની મે રચના કરી છઁદોના ગુજરાતી શબ્દો લેખે ઉમેર્યા છે.
(1) મુતકારિબ છઁદ. (12 અક્ષરી)(ભુજંગી છઁદ)
નોઁધ: વિદ્વાન લેખકે અહીઁ લગાગા માટે તતાથૈ લખ્યુઁ છે.સરળતા માટે લઘુ માટે લ.અને ગુરૂ માટે ગા લખવામાઁ આવ્યુઁ છે.
અરબી શબ્દો: ફઊલુન્ , ફઊલુન્ , ફઊલુન્ , ફઊલુન્
ઘુગુરૂના ચિન્હો: ! = = . ! = = . ! = = . ! = =
ગુજરાતી શબ્દો: લગાગા, લગાગા, લગાગા, લગાગા,
ભુજંગી છઁદ : અરે બો, લનો તો, લમાની અમારો:
ઉદાહરણ: કુધારો, નધારો, સુધારો વધારો: (ક.દ.ડા.)
(
2)મુતકારિબ મક્સૂર છઁદ(12 અક્ષરી)
અરબી શબ્દો: ફઊલુન્, ફઊલુન્. ફઊલુન્, ફઊલ
લઘુગુરૂના ચિન્હો: ! = = . ! = = . ! = = . ! = !
ગુજરાતી શબ્દો: લગાગા, લગાગા, લગાગા, લગાલ
ઉદાહરણ: કરુઁયા, ચનાથી, શનામી, ક્રુપાળ: ખતાવા, રછુઁકર, દયાહે , દયાળ.(‘ખાકી’ રાઁદેરી)
(3)મુતાકારિબ છઁદ (11 અક્ષરી)
અરબી શબ્દો: ફઊલુન્, ફઊલુન્. ફઊલુન્, અ
ઘુગુરૂના ચિન્હો: ! = = . ! = = . ! = = . ! =
ગુજરાતી શબ્દો: લગાગા, લગાગા, લગાગા, લગાઉ
દાહરણ: કરૂઁયા, દતારી, હમેશા, ખુદા:નથીકો, ઇતારા, વિનાકિબ, રિયા:(‘ઉલ્ફત’ રાઁદેરી)
(4) મુતાકરિબ છઁદ (10 અક્ષરી)
અરબી શબ્દો: ફઅલુન્ , ફઉલુન્ , ફઅલુન્ , ફઉલુન્ ,
લઘુગુરૂના ચિન્હો: = = , ! = = . = = , ! = = .
ગુજરાતી શબ્દો: ગાગા , લગાગા, ગાગા , લગાગા,
ઉદાહરણ:તુજના, મનીહુઁ માળા , જપુઁછુઁ:પાપો, થકીહુઁ, તૌબા, કરુઁછુઁ.:(‘ઝાર’ રાઁદેરી)
(5)મુતકારિબ છઁદ (14 અક્ષરી)અરબી શબ્દો: ફઅલુન્ , ફાઅફઊલુન્ , ફઅલુન્ , ફાઅફઊલુન્ ,
લઘુગુરૂના ચિન્હો: = =. = ! ! = = , = =. = ! ! = = ,
ગુજરાતી શબ્દો: ગાગા , ગાલલગાગા, ગાગા , ગાલલગાગા
દાહરણ: મોસઁ ગેનયનોસા, કીતા, રી મ તવાળી,
: હરદમ્ , છેડકરીને, દિલલૂ, ટે શરમાળી.(‘ઝાર’ રાઁદેરી)
(6)મુતકારિબ છઁદ (11 અક્ષરી 6 શબ્દી )(દોધક છઁદ)
અરબી શબ્દો: ફાઅફઊલ _ ફઊલ_ ફઊલુન્
લઘુગુરૂના ચિન્હો: = ! ! = ! _ ! = ! _ ! = =
ગુજરાતી શબ્દો : ગાલલગાલ_ લગાલ _ લગાગા
દોધકછઁદ : ભાભિભગોગ_ ણિતેથ _ ઇડાહ્યો
11 અક્ષરી: દોધકનામ __નદીત __ટધાયો(ક.દ.ડા.)
(7)મુતકારિબ અસ્રમ છઁદ (11 અક્ષરી )(ઇન્દ્ર વજ્ર છઁદ)અરબી શબ્દો: ફઅલુન્ __ ફઊલુન્___ ફઊલુન્____ ફઊલુન્
લઘુગુરૂના ચિન્હો: = = ___ ! = = ____! = =______! = =
ગુજરાતી શબ્દો : ગાગા ___લગાગા____ લગાગા_____લગાગા
ઇન્દ્ર વજ્ર છઁદ :જૈ જૈ ____રમાકઁ _____તમાધૂ _____મકઁદા
11 અક્ષરી: કૈ સી_____બકાબત્_______સકાલી_____નિકઁદા (પન્ડિત સુખદેવજી બનારસી)
(8)મુતકારિબ અસ્રમ છઁદ( 20 અક્ષરી)
અરબી શબ્દો: ફાઅફઊલુન્ ____ ફાઅફઊલુન્ ____ ફાઅફઊલુન્ ____ ફાઅફઊલુન્
લઘુગુરૂના ચિન્હો:= ! ! = = ,_____ = ! ! = = ,_____ = ! ! = = ,_____ = ! ! = =
ગુજરાતી શબ્દો : ગાલલગાગા_____ ગાલલગાગા_____ ગાલલગાગા____ ગાલલગાગા
ઉદાહરણ : તુજવિણસાકી_____જીવનમાઁહી______એકજરાનવ______રંગજણાયે
_____ : જીવનપ્યારુઁ_______જાયનકામુ______શુઁકરવુઁકૈઁ_________નવસમજાયે. (ઝા.રા)
(9) મુતકારિબ અસ્રમ છઁદ( 20 અક્ષરી,16 શબ્દી)
અરબી શબ્દો: ફઊલુન્ __ ફઅલ્ __ ફઊલુન્ __ ફઅલ્__ ફઊલુન્ _ ફઅલ્ _ ફઊલુન્ _ ફઅલ્
લઘુગુરૂનાચિ: ! = = __! = ____ ! = = __ ! = ___! = = __! = _ ! = = _! =
ગુજ.શબ્દો : લગાગા__લગા __ લગાગા___લગા __ લગાગા___લગા_ લગાગા___લગા
ઉદાહરણ : તજી દ્રેષને તજી ક્રોધને તજી વેર સમ બુરાસંગને
_____ : ધરી હામ,તે.. કઓ કામજે જમાવે જગત મહીઁ રંગને(ઝા.રા)
(10) મુતકારિબ છઁદ( 20 અક્ષરી)અરબી શબ્દો: ફઅલુન્ _ ફઊલુન્_ફઅલુન્ _ ફઊલુન્_ ફઅલુન્ _ ફઊલુન્_ ફઅલુન્ __ ફઊલુન્
લઘુગુરૂનાચિ: = = _ ! = = _ = = _ ! = = _ = = _ ! = = _= = _ ! = =
ગુજ. શબ્દો :ગાગા _ લગાગા_ ગાગા __ લગાગા_ ગાગા_ લગાગા_ ગાગા __ લગાગા_
ઉદાહરણ : હુઁ એ શહીદો માઁછુઁ તમારા ભૂલી નજાશો મારી વફાને(ઝા.રા)
(11) મુતકારિબ મકબૂઝ છઁદ( 20 અક્ષરી)
અરબી શબ્દો:ફઊલ_ફઊલુન્_ફઊલ_ફઊલુન્_ફઊલ_ફઅલુન્_ફઊલ_ફઅલુન્
લઘુગુરૂનાચિ:! = ! _ = = _! = ! _ = = _! = ! _ = = _! = ! __ = =
ગુજ. શબ્દો :લગાલ _ગાગા_ લગાલ_ગાગા_લગાલ_ ગાગા_ લગાલ_ ગાગા
ઉદાહરણ : નપૂછ સહચર કે હાલ શા છે વિચિત્ર હુઁ પે ચ તાબ માઁછુઁ(ઝા.રા)
અરબી શબ્દો:ફાઅ_ ફઊલ _ ફઊલ_ ફઊલ_ ફઊલ _ ફઊલ_ ફઊલ_ફઅલ્
લઘુગુરૂનાચિન્હો:= !___! =!__ ! =!__ ! =!__ ! =!__ ! =!__ ! =!__ ! =
ગુજ. શબ્દો :ગાલ_લગાલ__લગાલ__ લગાલ_લગાલ_ લગાલ__લગાલ_લગા
મદિરા છઁદ: તુઁમ દિરામ દથીન મચીશ બાચીશ ભજીન ટનાગ રને 22 અક્ષરી: (ક.દ.ડા.)
(13) મુતકારિબ છઁદ( 18 અક્ષરી)
અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફાઅફઊલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફાઅફઊલુન્
લઘુગુરૂનાચિ: = = _ = = _ = ! ! = = _ = = _ = = _ = ! ! = =
ગુજ. શબ્દો : ગાગા _ ગાગા _ ગાલલગાગા_ ગાગા _ ગાગા _ગાલલગાગા
ઉદાહરણ:સાચો પ્રેમી આહકરીને ચાહે તેને ખાકકરેછે.
_________: જોને બુલબુલ શોરમચાવી ગુલ્નુઁ દામન ચાક કરેછે. (ઝા.રા)
(14) મુતકારિબ મુઝાઅફ છઁદ( 18 અક્ષરી)(મંજરી છઁદ)
અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફાઅફઊલુન્_ ફાઅફઊલુન્_ ફઅલુન્
લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = ! ! = =_ = ! ! = = _ = =
ગુજ. શબ્દો : ગાગા _ ગાગા _ ગાગા _ ગાલલગાગા_ ગાલલગાગા_ ગાગા
ઉદાહરણ :ત્યાગી ત્યાગી તારી જાતવિનાકુલ્લ આલમનીઉલ્ ફત(ઝા.રા)અહીઁ મુતાકારિબ છઁદોની વિગત
પુરી થાય છે.હવે પછી મુતદારિક છઁદ વિષે વિગતો આવશે.
(15) મુતદારિક છઁદ (15 અક્ષ્રરી)(સારંગી છઁદ)
અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_અલુન્_ફઅલુન્_ફઅલુન્_ફઅ
લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = = _ = = _ = = _ = =___=
ગુજ. શબ્દો : ગાગા__ ગાગા __ ગાગા _ ગાગા _ ગાગા_ ગાગા_ગાગા__ ગા
સારંગીછઁદ:મામા____મામા____માડી_____માશી___શાને____મેલી_જાવુઁ___છે.
15અક્ષરી: સારઁ_____ગીના____તૂટે______સાઁધા____તેવુઁ____તારે__થાવુઁ__છે.(ક.દ.ડા)
:પંક્તિ:કાકા______મામા____કેવા_____નાને_____ગાંઠે___હોતે__ખાવા__ના.(કહેવત)
(
16)મુતદારિક છઁદ (12) અક્ષરી (સ્રગ્વિણ છઁદ)
અરબી શબ્દો: ફાઇલુન્___ ફાઇલુન્___ ફાઇલુન્___ ફાઇલુન્
લઘુગુરૂનાચિ: = ! = ____ = ! = ____= ! = ____ = ! =
ગુજ. શબ્દો: ગાલગા____ગાલગા____ગાલગા____ગાલગા
સ્રગ્વિણછઁદ:હોયજ્યા_____રેહહો_____તૂજહૈ _____યાકને12અક્ષરી
મૂખમાઁ______રાખવો____તુઁગમે_____છેમને (ક.દ.ડા.)
વિમોહા :પ્યારજી_______મેઁધરે____લાગમે____રેગરે(પઁ.સુ.)
(17)મુતદારિક છઁદ (24) અક્ષરી)
અરબીશબ્દો:ફઇલુન્_ ફઇલુન્_ ફઇલુન્_ ફઇલુન્__ ફઇલુન્__ ફઇલુન્__ ફઇલુન્__ ફઇલુન્
લઘુગુરૂનાચિ: ! ! = _ ! ! = _ ! ! = _ ! ! =__ ! ! =___ ! ! = __ ! ! = __ ! ! =
ગુજ. શબ્દો: લલગા__લલગા__લલગા__લલગા___ લલગા__લલગા__લલગા___ લલગા
ઉદાહરણ:તુજઝુલ્____મજફા___નિરખે__બે*વફા___મુજહે____રતનો__કઁઇપા_____રનથી
મમદિલ____ને*હરી___ને*કહે___મુજને____તુજપ્રે____મમહેઁ__કઁઇસા_____રનથી
(‘ઝાર’રાઁદેરી)
(18) મુતદારિક છઁદ (8 અક્ષ્રરી)(વિદ્યુનમાળા છઁદ)
અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્
લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = =
ગુજ. શબ્દો : ગાગા__ ગાગા __ ગાગા _ ગાગા
વિદ્યુનમાળા છઁદ: મામા___ગંગા _____કેવી____મોટી
8 અક્ષરી: વિદ્યુન્__માળા____થીછે_____છોટી(ક.દ.ડા)
કામા છઁદ: સોહી___નારી____પીકી ___પ્યારી(પ.સુ.)2 અક્ષરી
(19) મુતદારિક છઁદ (12 અક્ષરી 12 શબ્દી)
અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્__ ફઅલુન્___ફઅલુન્
લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = = __ = =___ = =
ગુજ. શબ્દો : ગાગા__ ગાગા __ ગાગા _ ગાગા __ ગાગા _ ગાગા
ઉદાહરણ: મારા___શિરથી____દુ:ખો____જોતુઁ_____નાસઁ ___ હારે
તોમા___રુઁશુઁ ____થાયે ___હુઁકો______નાઆ_____ધારે
(20) હજઝ છઁદ (16અક્ષરી)અરબી શબ્દો:મફાઈલુન્___મફાઈલુન્____:મફાઈલુન્___મફાઈલુન્
લઘુગુરૂનાચિ:! = = = ____! = = = ____:! = = = ____! = = =
ગુજ. શબ્દો :લગાગાગા___ લગાગાગા_____લગાગાગા____લગાગાગા
ઉદાહરણ: વદનછેચઁ_____દ્ર્સમઉજવળ____ભવાઁવાઁકા____ હિલાલીછે
(
21) હજઝ છઁદ (14અક્ષરી)
અરબી શબ્દો:મફઊલ____મફાઈલ____ મફાઈલ____ફઊલુન્
લઘુગુરૂનાચિ:= = ! ____! = = ! ____! = = ! ____! = =
ગુજ. શબ્દો : ગાગાલ____લગાગાલ__લગાગાલ___લગાગા
ઉદાહરણ:સોવાર ____ગુન્હગાર____ખતાવાર__તમારો
(22) હજઝ છઁદ (11અક્ષરી)
અરબી શબ્દો: મફાઈલુન્___મફાઈલુન્____ફઊલુન્
લઘુગુરૂનાચિ: ! = = = ____! = = = ____! = =
ગુજ. શબ્દો :લગાગાગા____લગાગાગા__ લગાગા
ઉદાહરણ:મનેતુઁઓ ____ળખેછેઝા ___ ળછુઁહુઁ
(23) હજઝ છઁદ (12અક્ષરી) અરબી શબ્દો: મફાઈલુન્___મફાઈલુન્____ મફાઈલ
લઘુગુરૂનાચિ: ! = = = ____! = = = ____ ! = = !
ગુજ. શબ્દો :લગાગાગા____લગાગાગા___ લગાગાલ
ઉદાહરણ:નસમજેપ્રે______મનાજેમ ___ર્મનેઝાર
(24) હજઝ છઁદ (16અક્ષરી)(નારચ છઁદ)
અરબી શબ્દો: મફાઇલુન્___મફાઇલુન્____ મફાઇલુન્___મફાઇલુન્
લઘુગુરૂનાચિ: ! = ! = ____! = ! = ____ ! = ! = ___ ! = ! =
ગુજ. શબ્દો :લગાલગા____લગાલગા___ લગાલગા____ લગાલગા
ઉદાહરણ:જરા જરા_____જગાવિના____થભકતિજુક____તિજાણી*ને
(25) હજઝઅખ્રબ છઁદ (14અક્ષરી)
અરબી શબ્દો: મફઊલ___મફાઈલુન્____ મફઊલ___મફાઈલુન્
લઘુગુરૂનાચિ: = = ! ____! = = = ____ = = ! ___ ! = = =
ગુજ. શબ્દો : ગાગાલ____લગાગાગા___ ગાગાલ____ લગાગાગા
ઉદાહરણ: હુઁનૈન________થકીનૈનો___અય્રયાર ____મિલાવીને
(26) રજઝ મત્વી છઁદ (16 અક્ષરી)
અરબી શબ્દો:મુફ્તઇલુન_ મુફ્તઇલુન_ મુફ્તઇલુન_ મુફ્તઇલુન
લઘુગુરૂનાચિ: = ! ! = __=! ! = ___ = ! ! = __ = ! ! =
ગુજ. શબ્દો : ગાલલગા__ ગાલલગા__ ગાલલગા__ ગાલલગા
ઉદાહરણ: ઝારતણા__ હાલથકી__આપખબર___દારનથી
(27) રજઝ છઁદ (16 અક્ષરી)
અરબી શબ્દો:મુસ્ફ્તઇલુન_ મુસ્ફ્તઇલુન_ મુસ્ફ્તઇલુન_ મુસ્ફ્તઇલુન
લઘુગુરૂનાચિ: = ! ! = __=! ! = ___ = ! ! = __ = ! ! =
ગુજ. શબ્દો : ગાગાલગા__ ગાગાલગા__ ગાગાલગા__ ગાગાલગા
ઉદાહરણ: કાયાકલે__વરકારમુઁ_____છેગઁદકી____નોઘાડવો
(28) રજઝ મત્વી છઁદ (16 અક્ષરી)
અરબી શબ્દો:મુફ્તઇલુન_ મફાઇલુન_ મુફ્તઇલુન_ મફાઇલુન
લઘુગુરૂનાચિ: = ! ! = __ ! = ! = ___= ! ! = __ ! = ! =
ગુજ. શબ્દો : ગાલલગા__ લગાલગા__ ગાલલગા__ લગાલગા
ઉદાહરણ: નીચમળે_____નઉઁચથી___પુણ્યમળે___નપાપથી
(29) રમલ છઁદ (16 અક્ષરી)
અરબી શબ્દો:ફાઇલાતુન_ ફાઇલાતુન _ :ફાઇલાતુન_ ફાઇલાતુન
લઘુગુરૂનાચિ: = ! = = __ =! = = ___= ! = = __= ! = =
ગુજ. શબ્દો : ગાલગાગા__ ગાલગાગા__ ગાલગાગા__ગાલગાગા
ઉદાહરણ: હુઁકહુઁહિમ્ ___મતધરીકે ___મુજહ્રદયની_ચોરતુઁછે
(30) રમલ છઁદ (15 અક્ષરી)
અરબી શબ્દો:ફાઇલાતુન_ ફઇલાતુન _ :ફઇલાતુન_ ફઇલુન્
લઘુગુરૂનાચિ: = ! = = __ =! = = ___= ! = = _! ! =
ગુજ. શબ્દો : ગાલગાગા__ લલગાગા__ લલગાગા__લલગા
ઉદાહરણ: ફૂલનથીબા__ગનથીરઁ ____ગનથીજા___મનથી
(31) રમલ મહફૂઝ છઁદ (15 અક્ષરી)
અરબી શબ્દો:ફાઇલાતુન_ ફાઇલાતુન _ :ફાઇલાતુન__ફાઇલુન્
લઘુગુરૂનાચિ: = ! = = __ =! = = ___= ! = =__= ! =
ગુજ. શબ્દો : ગાલગાગા__ ગાલગાગા__ ગાલગાગા__ગાલગા
ઉદાહરણ: છેભલેકાઁ____ટોછતાઁએ___કફૂલનીરક્__શાકરે
(32) રમલ મજનુન છઁદ (14અક્ષરી)
અરબી શબ્દો:ફાઇલાતુન_ ફાઇલાતુન _ :ફાઇલાતુન__ફઅલુન્
લઘુગુરૂનાચિ: = ! = = __ =! = = ___= ! = =__ = =
ગુજ. શબ્દો : ગાલગાગા__ ગાલગાગા__ ગાલગાગા__ગાગા
ઉદાહરણ: યાદતારી___નકદીઆ ___હ!વિસારી_દિલથી
(33) રમલ મજનુન છઁદ (16અક્ષરી)
અરબી શબ્દો:ફાઇલાતુન_ ફઇલાતુન _ :ફઇલાતુન__ફઇલાત
લઘુગુરૂનાચિ: = ! = = __ !! = = ___!! = =__ ! != !
ગુજ. શબ્દો : ગાલગાગા__ લલગાગા__ લલગાગા__લલગાલ
ઉદાહરણ: આહપરઆ___હકરીઆ____હવડેઆ __ગાલગાવ
(34) રમલ મકસુર છઁદ (16અક્ષરી)
અરબી શબ્દો:ફાઇલાતુન_ ફાઇલાતુન _ :ફાઇલાતુન__ફાઇલાત
લઘુગુરૂનાચિ: = ! = = __ =! = = ___= ! = =__ = ! = !
ગુજ. શબ્દો : ગાલગાગા__ ગાલગાગા__ ગાલગાગા __ગાલગાલ
ઉદાહરણ: કોણસમજે____કૈસલૈલા ___માઁહતોકો____નોનિવાસ
(35) રમલ છઁદ (11અક્ષરી)
અરબી શબ્દો:ફાઇલાતુન_ ફાઇલાતુન _ :ફાઇલુઇન્
લઘુગુરૂનાચિ: = ! = = __ =! = = ___= ! =
ગુજ. શબ્દો : ગાલગાગા__ ગાલગાગા__ ગાલગા
ઉદાહરણ: પ્રેમપઁથે ____જેમિટાવે____જાતને
(36) રમલ છઁદ (12અક્ષરી)
અરબી શબ્દો:ફાઇલાતુન_ ફઇલાતુન _ :ફઇલાત
લઘુગુરૂનાચિ: = ! = = __ ! ! = = ___! ! = !
ગુજ. શબ્દો : ગાલગાગા__ લલગાગા__ લલગાલ
ઉદાહરણ: સાચનેઆઁ____ચનથીએ___કલગાર
(37) રમલ મજનુન છઁદ (11અક્ષરી)
અરબી શબ્દો:ફાઇલાતુન_ ફઇલાતુન _ :ફઇલુન્
લઘુગુરૂનાચિ: = ! = = __ ! ! = = ___! ! =
ગુજ. શબ્દો : ગાલગાગા__ લલગાગા__ લલગા
ઉદાહરણ: મુર્ખ્માની ___નબનાવો___મુજને
(38) રમલ મશ્કુલ છઁદ (16અક્ષરી)
અરબી શબ્દો: ફઇલાત__ફાઇલાતુન_:ફઇલાત__ ફાઇલાતુન
લઘુગુરૂનાચિ: ! ! = ! __ = ! = = __! ! = !__ = ! = =
ગુજ. શબ્દો : લલગાલ___ગાલગાગા___ લલગાલ__ગાલગાગા
ઉદાહરણ: સમજીગ___યોહવેહુઁ _____પરિણામ__દિલલગીનુઁ
(39) રમલ છઁદ (14અક્ષરી)
અરબી શબ્દો: ફાઇલાત__ફાઇલુન___ફાઇલાત__ ફાઇલુન
લઘુગુરૂનાચિ: = ! = ! __= ! = ___ = ! = ! __= ! =
ગુજ. શબ્દો : ગાલગાલ___ગાલગા_ ગાલગાલ___ગાલગા
ઉદાહરણ: હુઁકહુઁવિ ____લાપકર__મનકહેસ___બૂરકર
(40) રમલ મહફૂઝ છઁદ બ (15અક્ષરી)અરબી શબ્દો: ફાઇલાત__ ફાઇલાત ___ફાઇલાત__ ફાઇલુન
લઘુગુરૂનાચિ: = ! = ! __= ! = ! ___ = ! = ! __= ! =
ગુજ. શબ્દો : ગાલગાલ___ગાલગાલ_ ગાલગાલ___ગાલગા
ઉદાહરણ: રોજરોજ____રાખેનેર___મોઁજરાગ __ રંગમાઁ
(41) કામિલ છઁદ (20અક્ષરી) (ગીતક છઁદ)અરબી શબ્દો:મુતફાઇલુન્___ મુતફાઇલુન્___ મુતફાઇલુન્___ મુતફાઇલુન્
લઘુગુરૂનાચિ: ! ! = ! = _____ ! ! = ! = ____! ! = ! = _____ ! ! = ! =_
ગુજ. શબ્દો : લલગાલગ ___ લલગાલગા ____ લલગાલગ ___ લલગાલગા
ઉદાહરણ: સજિજોભરી_____સળગાવબઁ ______દુકતાકિતો ___ડનિશાનતુઁ
(42) બસીત છઁદ (14 અક્ષરી)અરબી શબ્દો: મુફતઇલુન્___ ફાઇલુન્___ મુફતઇલુન્___ ફાઇલુન્
લઘુગુરૂનાચિ: = ! ! = _____ = ! = ____= ! ! = _____ = ! =
ગુજ. શબ્દો : ગલલગા_______ગાલગા_____ગાલલગા ____ ગાલગા
ઉદાહરણ: વાતમિલન ______ નીસનમ ___હાલનહી _____ તોનહી
(43) મુઝારિઅ છઁદ (14અક્ષરી)અરબી શબ્દો:મફઊલ ___ ફાઇલાતુન ___ મફઊલ ___ ફાઇલાતુન
લઘુગુરૂનાચિ: = = ! ____ = ! = = ___ = = ! ____ = ! = =
ગુજ. શબ્દો : ગાગાલ ____ગાલગાગા ___ ગાગાલ ____ગાલગાગા
ઉદાહરણ: આનઁદ ______ નોઝમાનો __ આનઁદ ____ મયહવા છે
(44) મુઝારિઅ અખ્રબ છઁદ (14અક્ષરી)અરબી શબ્દો:મફઊલ___ ફાઇલાત___ મફાઈલ___ ફાઇલુન્
લઘુગુરૂનાચિ: = = ! ____= ! = ! ____! = = ! ___ = ! =
ગુજ. શબ્દો : ગાગાલ ____ ગાલગાલ ___ લગાગાલ ___ ગાલગા
ઉદાહરણ: કામિલગ ____ ણાયસર્વ ____તહરહરક ___માલમાઁ
(45) મુઝારિઅ છઁદ (15અક્ષરી)
અરબી શબ્દો: મફઊલ___ ફાઇલાત___ મફાઈલ ___ ફાઇલાત
લઘુગુરૂનાચિ: = = ! ____= ! = ! ____! = = ! ___ = ! = !
ગુજ. શબ્દો : ગાગાલ ____ગાલગાલ _____લગાગાલ ____ગાલગાલ
ઉદાહરણ: વારુઁહ ____ જારવાર ______જોપામુઁહ______જારજીવ
(46) મુજ્તસ છઁદ (15 અક્ષરી)
અરબી શબ્દો:મફાઇલુન્___ ફઅલાતુન__ મફાઇલુન્___ ફઅલાતુન_
લઘુગુરૂનાચિ: ! = ! = ____! ! = = ___ ! = ! = ____ ! ! = =
ગુજ. શબ્દો : લગાલગા ___લલગાગા ___ લગાલગા ___લલગાગા
ઉદાહરણ: ખરીદલા ___જકરેછે _____ સુજાતતા ___ જગુમાવી
(47) મુન્સરિહ્ છઁદ (15 અક્ષરી)અરબી શબ્દો:મુફતઇલુન્___ ફાઇલુન__ મુફતઇલુન્_ફાઇલાત
લઘુગુરૂનાચિ:= ! ! = ___= ! = __:= ! ! = __= ! = !
ગુજ. શબ્દો : ગાલલગા ___ગાલગા ___ ગાલલગા __ગાલગાલ
ઉદાહરણ: ઇશ્કતણી ____લ્હાયછે ____ચેનમળે ____ નાલગાર
(48) સરીઅ છઁદ (12 અક્ષરી)અરબી શબ્દો: મુફતઇલુન્___ મુફતઇલુન્___ ફાઇલાત
લઘુગુરૂનાચિ: = ! ! = ___= ! ! = _____= ! = !
ગુજ. શબ્દો : ગાલલગા ___ ગાલલગા ___ ગાલગાલ
ઉદાહરણ: રંગનથી ______ધંગનથી ___ જ્યાઁલગાર
(49) સરીઅ છઁદ (11 અક્ષરી)અરબી શબ્દો: મુફતઇલુન્___ મુફતઇલુન્___ફાઇલુન્
લઘુગુરૂનાચિ: = ! ! = ___ = ! ! = ____= ! =
ગુજ. શબ્દો : ગાલલગા ___ ગાલલગા ______ગાલગા
ઉદાહરણ: વાયુહવે ______મૌતતણો ______વાયછે
(50)ખફીફ છઁદ (10 અક્ષરી)અરબી શબ્દો: ફાઇલાતુન્ __મફાઇલુન __ફઅલુન્
લઘુગુરૂનાચિ: ફાઇલાતુન્ __મફાઇલુન __ફઅલુન્
ગુજ. શબ્દો : ગાલગાગા __લગાલગા __ગા ગા
ઉદાહરણ:આગદિલની __બુઝાવતો ___જાણુઁ
(51) ખફીફ છઁદ (12 અક્ષરી)અરબી શબ્દો:ફાઇલાતુન્ __મફાઇલુન __ફઅલાત
લઘુગુરૂનાચિ := ! = = ___ ! = ! = __ = = !
ગુજ. શબ્દો : ગાલગાગા __લગાલગા __ગા ગા લ
ઉદાહરણ: વાતવાતે ___જફાસિતમ __નવથાય
ગુજરાતી ભાષાના મૂળાક્ષરોમાઁ ખર સ્વર 11 અને વ્યઁજન 34 છે.વ્યઁજનનો ઉચ્ચાર સ્વરની સહાયતા વિના સ્પષ્ટ થતો નથી.
ઉદાહરણ : કઅ ખઅ ગઅ ઘઅ વિ.
ઉપર મુજબ દરેક વ્યઁજનની છેડે “અ” અનુષઁગી છે.એકલા વ્યઁજનથી ભાષા કે વાણેનો વ્યહવાર અશકય
છે.કેવળ વ્યઁજન બોલાય નહી,પણ નીચે લિપિમાઁ બતાવ્યા પ્રમાણે લખીદેખાડી શકાય.
ઉદાહરણ:ક્, ખ્’ ગ્ , ઘ્, વિ.ગેરે.કોઈ પન વ્યઁજનમાઁ ‘અ” અનુષઁગી ભરેલો નથી એમ જણાવવુઁ હોય ત્યારે “ , “ આવુઁ ચિન્હ કરી તેને ખોડો કરવામાઁ આવેછે.એને “વ્યઁજન ચિન્હ ” કહેછે.