Thursday, August 31, 2006

ન કર-મોહમ્મદ અલી ભૈડુ"વફા"

ન કર

પ્રેમના ખોટાજ દેખાડા ન કર
શક્યતાઓ છોલીને વર્તાળા ન કર.

જીંદગીના પાંદડાનો રંગ જો,
ભાગ્યની રેખાજ પસવારા ન કર.

જાળમા આવે કદીના માછલી
આ નકામા વારિમા કુંડાળા ન કર.

ભૂલવાનુઁ સુખ કદીતો લુંટને
દુઃખ દર્દના આમ સરવાળા ન કર.

એ’ જુદી ભાષા નથી મુશાયરાની
છાલ ગઝલની છોલવા ચાળા ન કર.

કઈ રીતે એના ઉપર ચડશે"વફા"
મ્રુગજળ ની આરઝુના મીનારા ન કર.

_મોહમ્મદ અલી ભૈડુ"વફા"

૨૩ફેબ્રુઅ.૨૦૦૬
ગાલગાગા,ગાલગાગા,ગાલગા

Wednesday, August 30, 2006

પરમવીર ચક્ર વિજેતા _ હવાલદાર અબ્દુલહમીદને.

પરમવીર ચક્ર વિજેતા ,
હવાલદાર અબ્દુલહમીદને.

શત્રુઓની તેઁકરી મીટ્ટી પલીદ.
ધન્ય તારીજાતને અબ્દુલહમીદ.
દેશ કાજે તુ થયો સાચો શહીદ,
ધન્ય તારી માતને અબ્દુલહમીદ.

રણ્ મહીઁ બાજી લગાવી જાનની,
રેવડી બોલાવી પાકિસ્તાનની.
આન રાખી ધર્મને ઈમાનની.
તેઁ વધારી શાન હિન્દુસતાનની.

શત્રુઓની ટેંક્ના ચુરા કર્યા,
વેરીઓ ના કોડ તેઁ પુરા કર્યા.
શત્રુઓના હાલ તેઁ બુરા કર્યા,
વાહ કેવા કામ તેઁ રણ શુરા કર્યા.

તુ હતો એક લશકરી હવાલદાર,
ન સિપેહસાલાર ન રિસાલદાર.
ન કોઈ ધનવાન કે ન માલદાર.
ન વળી વાતોડિયો કે પત્રકાર.

ધામથી પહોંચી ગયો સ્વધામમા,
દેશના તુ આવી ગયો તુમ કામમા.
સ્વર્ગ જઈ પોઢી ગયો આરામમા.
રહી જશે તુજ નામ પણ શુભનામમા.

એ વતનના પાણ પ્યારાને સલામ,
એ વતનના ચાન્દ તારાને સલામ.

નિસાર અહમદ શેખ”શેખચલ્લી”(વૈભવ-8)

1965ના યુધ્ધનો હીરો હ.અબ્દુલહમીદ

મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં - મહેશ શાહ


મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં - મહેશ શાહ

મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં
કે તારી આંખોમાં ભરતીનું પૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

એકલી પડે ને ત્યારે મારા વિચારોના
દર્પણમાં મુખ જોઈ લેજે,
ખુદને સંભળાય નહીં એમ તને મનમાં
તું મારું બસ નામ કહી દેજે,
મને હોઠ સુધી લાવી અકળાવતી નહીં
કે મારા શ્વાસોનો નાજુક બહુ સૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

માટીની ઈચ્છા કૈ એવી તું ચાલે તો
અંકિત પગલાં હો તારાં એટલાં,
મારા મળવાના તારા મનમાં અમાપ રાત-
દિવસો સદાય હોય જેટલાં.
મને આંખોના ઓરડામાં રોકતી નહીં
કે મારું હોવું તારાથી ભરપૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.


- મહેશ શાહ

Tuesday, August 29, 2006

ગુલાબનો જંગલી છોડ_ રીલ્કે.

ગુલાબનો જંગલી છોડ

સન્ધ્યામા કાળાશ ભરી દેતી વર્ષા મા
એ કેવો શુધ્ધ અને યૌવન મય ઊભોછે.
એની વર્તુળાકાર શાખાઓ માઁથી પાણી ના બુઁદો
ટપકી રહ્યાંછે.અને
છ્તાઁ એ પોતાના ગુલાબ મય હોવામા મગ્ન છે.

નાનક્ડી કળીઓ બધી તરફ ખીલીચુકી છે.
એ બધીજ કળીઓ ઈચ્છા વિહિન અને માવજત વિહિન છે,
તેથીજ એઅનંત રીતે આગળ વધેછે,
અને વર્ણન વિહિન પોતાની મંનસ્વી રીતે મદોન્મત છે.
મુસાફરોને સાદ દેછે,
જે સાંજના પ્રતિબિંબમા પસાર થાયછે.
હે મારા પ્રતિ દ્રષ્ટિ કર,અહીઁ નજર કર’
જોતોખરો હુઁ કેટલી સલામત
અને,રક્ષણવિહિન છુઁ.,મારી પાંસે તેજ છે
જે મને અભિપ્રેતછે..

_ રીલ્કે.

Monday, August 28, 2006

રતિલાલ’અનિલ’ના મુક્તકો:

રતિલાલ’અનિલ’ના મુક્તકો:

તરસ્યો:

જીવન સરિતાને તીર
તરર્સ્યો મારો પ્રાણ.

ઉપર તપતો કાળ.
ને પડછાયો પાણીપીએ.

લુંટીને !

છાબ તારી ભરીછે માળી
રોજ ખીલેલ ફૂલ ચૂંટીને
દાદને પાત્ર છે સ્નેહ તારો
વાહ રક્ષણ કર્એછે લૂંટીને.

રસ્તોગયો:

પુણ્યની કલ્પનાઓ જન્માવી
સ્વર્ગમાઁ પણ જવા થયિ રસ્તો !

માનવીના ગયાની શી ખાત્રી?
એના પહેલાંજ ત્યાઁ ગયો રસ્તો !

કોણ પૂછેછે ?

તાજ નુઁ શિલ્પ કાવ્ય નિરખીને,
હર્ષના અશ્રુ કઁઈક લૂંછેછે.

દાદ આપેછે શાહજહાને સૌ,
એના શિલ્પીને કોણ પૂછેછે.

_રતિલાલ ‘અનિલ’(સુરત)

’રતિલાલ અનિલ ઓન’ ના સૌજન્યથી

મૌનના શબ્દો


હરીન્દ્ર દવેએ એક પ્રસંગની વાત કરતાં લખ્યું છે કે શેખ આદમ આબુવાલા તેમને મળે ત્યારે કોઈ ને કોઈ શે'ર કહેતા. એ છેલ્લે મળ્યા ત્યારે હરીન્દ્રને રસ્તામાં ઉભા રાખી શેખઆદમે આ શે'ર કહ્યો હતો:

સૂને જાતે ન થે તુમસે,
મેરે દિન રાત કે શિકવે;
કફન સરકાઓ, મેરી
બેઝુબાની દેખતે જાઓ.

(દિવસ ને રાત મારી ફરિયાદ,મારી કટકટ ચાલુ જ રહેતી હતી.તારાથી એ સાંભળી શકાતી નહોતી. સાંભળીને તું થાકી જતો હતો. પણ દોસ્ત, હવે આવ, મારા ચહેરા પરથી કફન ઉથાવ અને મારું મૌન કેવું છે એ જોઈ લે.)

Friday, August 25, 2006

‘બેકાર’ સાહેબની હઝલ.

બેકાર’ સાહેબની હઝલ.

સાથીઓ બદલ્યા કરે જે ડેંન્સ માઁ.
એ ભમરડી શુઁ રહે બેલેંસ મા
.
પ્રેમ પણ વેચાય પાઉંડ પેંન્સ માઁ,
કેમ આવે મારી કોમન સેંન્સ માઁ.

કેમ જામે મેળ એ જોડીનો હવે,
હિન્દ મા મીસ્ટર મીસીસ એથેંન્સ મા.

માઁગનારા ની નજર બચાવવા,
છ્ત્રીને આગળ ધરી ડીફેંન્સમા.

એમની જાતિ કરો નક્કી હવે,
બેસી રહે ભરાય જે વીમેંન્સ માઁ.

_ જનાબ આઈ.ડી.બેકાર.રાન્દેરી,ખાંન્પુરી(મર્હુમ)

થોડા શેરો:

આજ એનો થઈ ગયો ઘટસ્ફોટ છે,
કે’બેકાર’ તો સાવ નર્યો ભોટ છે.

ચુઁટણી આવે અને ચાલી ગઈ,
તો પણ ફાટેલ એનો કોટ છે.
************************ ***************
માની લીધુમઁ કે એની પંસે પાઈ પણ રાતી નથી,
ને નર્મદ સમ એની પોલાદની છાતી નથી.

એજ હુઁ ;બેકાર; છુઁ ,દર્શન કરીને ધન્ય થા,
ઓળ્ખ્યો ના મને ?જા તુઁ ગુજરાતી નથી.
********* ***************************
આ હઝલ અને શેરો મે મારી યાદ દાસ્તના આધારે લખ્યા છે. જો કોઈ વ્યક્તિની પાંસે એમનો સંગ્રહ’ધરતી ના ધબકારા, હોય તો ક્રુપા કરી હઝલ, શેર મા કોઈ દોષ હોયતો જરુરથી ઈ-મેલ કરવા વિનંતી.સુધારો કરીલેવામા આવશે.
વફા.

Thursday, August 24, 2006

આહ સુરત,વાહ સુરત_મુહમ્મદાલી ભૈડુ”વફા”


સુરત તારી કેવી મુરત?
Wednesday, August 23, 2006

ભૂલીજા_ _મુહમ્મદઅલી ભૈડુ’વફા

આ તાપી કિનારો ને ગાઁધી બાગ કેમ ભુલાશે?
અહીઁ મારી મહોબ્બતનો દટાયેલો ખઝાનો છે.
-આસીમ રાઁદેરી
ભૂલીજા

તાપી કિનારો ગાઁધી બાગ ભૂલીજા
પાણી થકી લાગેલ આગ ભૂલીજા.

સાથે રહી કોણે ખંજર પીઠમા ભોંક્યુઁ
તે વાર ની સાથે તે દાગ ભુલી જા.

છેદાય ડંખોથી ગયુઁ નગર તારુઁ,
તે ઝેરભૂલીજા એ નાગ ભૂલીજા.

પેલા ખઝાનાને, હવે કયાઁ જઈ શોધુઁ
તે પ્રેમ ભૂલીજા ,એનો રાગ ભૂલીજા.

ભાગ્યતમારા મા હતુઁ દર્દ આજોવા
આપ્યારની નગરી તણો ત્યાગ ભૂલીજા

દિલતો રડે પણ કયાઁ નયન રહ્યાઁ સુકાઁ
તાપી તટે ખેલાયેલ ફાગ ભૂલીજા.

-20ઓગસ્ટ2006

_મુહમ્મદઅલી ભૈડુ’વફા’


એક સો વર્ષ વટાવી ચુકેલા જનાબ આસીમ રાઁદેરી સાહેબ ને
સલામ સહિત અર્પણ..નઝ્મમાઁ તુકારાંત માનાર્થે પ્રયોજાયુઁ છે.
કોઈરાન્દેરી ,સુરતી વ્યક્તિ આ વાંચે તો આસીમ સાહેબને સઁભળાવવા વિનંતી

Tuesday, August 22, 2006

અરબી કાવ્ય_મારી પાંસે ફકત આજ છે. - તૌફીક જયાદ(ફલસ્તીની કવિ)

- તૌફીક જયાદ(ફલસ્તીની કવિ)

અરબી કાવ્ય_મારી પાંસે ફકત આજ છે.

મારી આ કાઁધ પર
મે રાઈફાલ ક્દી ઉંચકી નથી.
અને મેઁ એની ત્રીગર કદી ખેંચી નથી.
મારી પાંસે ફકત
સંગીત મય વંસળી છે.
એક પીંછી છે,મારા સ્વપનોને ચિતરવા માટે,
અને એક શાહીનો ખડિયો છે,
મારી પાંસે ફકત આટલુંજ છે.
એક અતૂટ આસ્થા
અને એક અનઁત પ્રેમ
મારી પિડિત પ્રજાના માટે.

*******
જંગલી આગ

આપણા ફુરસદના સમયે
આપણેપ્રકાશનો એક દોરો લઈએઁ છીયેઁ.
અન્ધકારની ગાંઠો માઁથી
સ્વપનોના ઉપવન ગુઁથીયે છીયેઁ
બળતી રેત ને ઠંડી કરીયે છીયેઁ
ખજુરીના ઉભા પડછાયાથી,
અને મુર્ખાઓ મટે મોટી થાળી બનાવીયેઁ છીયેઁ
ચન્દ્ર્મા જેવી.
જો કોઈ દિવસ આપણે ગોથુઁ ખાઈ જઈએઁ
આપણા મૂળિયાઓ આપણને સીધાઁ ઉભા રાખશે.
આપણા ફુરસદના સમયે,
આપણી કીડીઓના ઉધ્યોગ શીખએઁ છીએઁ.
અમે ક્ષણિક પ્રકાશતા નથી
જેમ કદી દીવા સળી સળગાવી લઈએઁ.
પરંતુ જંગલી આગની જેમ
અમારો સ્વાચ્છોસ્વાસ
ક્ષિતિજ જેવડો વિશાળ હોયછે.

આપણા ફુરસદના સમયે,
આપણે ઈતિહાસના તરંગી ઘોડાઓને
માર્ગદર્શન આપીએ છીએઁ.

**************
.
તેઓ જાણેછે

અને તે લોકો જાણે છે કે
મારો દેશે હજારો વિજેતાઓથી પરિચિત છે.
અને તેઓ જાણેછેકે
તે હજારો પીગળી ગયા
ઉલેચાયલાહિમ ની જેમ;

_તૌફીક જયાદ(ફલસ્તીની કવિ)


ફલસ્તેન= પેલેસ્ટાઈન

Sunday, August 20, 2006

પથ્થર _ સુરેશ જોષી

પથ્થર _ સુરેશ જોષી

પથ્થર કેટલીક વાર ઈર્ષ્યા પ્રેરે છે.
એના જેવી આત્મસમાહિતતા મારામાં નથી.
પત્થર ઈતિહાસને પોતાના પરથી સરી જવા દે છે,
એના પાઠ ગોખતો નથી.
પવનની સ્વગતોકિતઓ એણે સંઘરી રાખી છે,
પાણીએ એને પોતાને ટાંકણે કોર્યો છે.
સૂર્યનાં આંગળાંનીછાપ એના પર છે.
કોઈ વાર એને હાથથી સ્પર્શું છું
ત્યારે એમાં સંમિત થયેલો સમય ઘૂઘવતો સંભળાય છે.
આમ છતાં પથ્થર પોતે તો અવિચલિત અને કૂટસ્થ છે.
હરિયાળીની એને માયા નથી.
કોઈ વાર એ ધૂળની ભભૂતિ લગાડીને સન્યાસીનો પાથ ભજવે છે
તો કોઈ વાર 'શાકુંતલ'ના પેલા ઇંગુદીતૈલચિત્રપણ માના વઢળા આશ્રમવાસી જેવો લાગે છે.
અકળ રીતે એ આકાર બદલે છે.
કેટલીક કાર પ્રુથ્વીનેઆવેલાં દુ:સ્વપ્નોમાં એણે જે આકારો જોયા હશે
તે પથ્થરોમાં મૂર્ત થઈ ઉઠે છે.
કેટલીક વાર એ એક પગ પર ઉભો રહીને
તપ કરતા ધ્રુવ જેવી મુદ્રા ધારણ કરે છે,
તો કોઈક વાર ઈન્ગેમાર બર્ગમેનની ફિલ્મ 'ધ સેવન્થ સીલ' માંનાં
અંચળો ઓઢેલાં મરણનાં પાત્ર જેવો લાગે છે.
રાજાઓની અમરતાનું એ નિર્લિપીભાવે વહન કરે છે.
ઈશ્વરના વેશમાં એ ગંભીર મુખમુદ્રા ધારણ કરીને અધ્યઁ અભિષેકને સ્વીકારે છે.
કોઈવાર કાન દઈને સાંભળું છું
તો કશીક આદિમ વાણી બોલતો એ સંભળાય છે.
પવનના હોઠ એને સ્પર્શે છે.
એની શિરાખોમાં ધાતુનો ચળકાટ ચળકતો હોય છે.

20:2:86 સુરેશ જોષી

Monday, August 14, 2006

शीकवाए सुरत: _कल्लु कव्वाल(अग्नात)

शीकवाए सुरत:

हालत सुरत की बनाई अरे बाप रे बाप.
बापु मोदी की दुहाई अरे बापरे बाप.
न पानी बरसा सुरत मेँ ईतना मुशला धार.
बारीश के चंद छीतोँ से आती नही सैलाब.
फीर ये आफ्त आई कहाँ से सोचो मेरे भाई,
सुरत की सोने की मुरत करदी कीसने खराब
भाजप बीलकुल न शरमाई अरे बाप रे बाप.
हालत सुरत की बनाई अरे बाप रे बाप.
उकाई डाम पर बढ्ता था दो हफ्तेप्ते पानी,
ईजनेरोँ की एक भी बात सरकारर्ने न मानी.
छोड् देते पानी वहाँसे धीरे धीरे यारो,
सुरत की ईस हद तक होती न बरबादी.
ये तो साजिश थी बनाई अरे बाप रे बाप
हालत सुरत की बनाई अरे बाप रे बाप.
मेरे सुरत मे बने अमीर भी भिकारी
गरीबकी तो झोंपड्याँ पहले बनी शीकारी,
राँदेर कातो हुलया बदल गया है यारो,
एक मकाँ मे बन गई कब्रोँ की कई कयारी
कोन करे सुनवाई अरे बापरे बाप
हालत सुरत की बनाई अरे बाप रे बाप.
पालन तूटा ,तूटा अडाजण,अरे अंग सुँदर तूटा
कया करेँ हम सुरतीओँका हाय मुकद्दर तूटा
रोने को तो आंसुनहीँ,और पीनेको न पानी,
हाय हमारा बना बनाया सोनेका पीजर तूटा.
कोई दया न आई अरे बाप रे बाप.
हालत सुरत की बनाई अरे बाप रे बाप.
भरती के दिन आये और छोड दिया ये पानी,
ताके तापी मात के आंसु बन जाये न पानी,
अब ये बंजर खेत से कैसी फसल कटेगी यारो
, डर है की बन न जाये ये नकसल मीझोरामी
कैसी है ये जुदाई अरे बाप रे बाप.
गाझिब है खुदाई अरे बाप रे बाप.
समझो मेरे भाई अरे बाप रे बाप.
दुश्मन तमाशाई अरे बाप रे बाप.
बच्चे रुए माई अरे बाप रे बाप
हालत सुरत की बनाई अरे बाप रे बाप.
वीर नगरके बासी है हम ये विपद सह लेंगे
नर्मद की सुनहरी नगरीकी लाज हम रख लेंगे
फीरसे बनायेंगे नये घोंसले मिलकर हमसब ‘कालु’
फेर देखत हैँ आता कैसे गान्धीनगरका भालु.
सुरतको बनाएंगे हाथ मेँ हाथ् मिलाके
तूटा नहीँ है होंसला है अभी विस्वास.
हालत सुरत की बनाई अरे बाप रे बाप.
पापी है घर जाई अरे बाप रे बाप.

_कल्लु कव्वाल(अग्नात)


(कीसी ‘कालु कव्वाल”सुरतीने ए दर्दनाक कव्वाली भेजीहै,दिल हीला देती है)कैसा रंगीन हुआ है दामने सुरत सुरतीओँ के खूनसे.
सुरज की लाली आके आज ‘वफा शरमाके रहगयी.
‘वफा”

Sunday, August 13, 2006

મુઁબઈ 11/7

મુઁબઈ 11/7

ઓ મારા નગર
આ કેવી કયામત તાર ઉપર તૂટી પડી છે.
તારી રોનક અને ઝિન્દાદીલી નો કોણ શત્રુ છે?
તારી મુસ્કુરાતી ઉષાઓ
તારી ગુનગુનાતી સન્ધ્યાઓ.
તારી રંગીન રાત્રિઓ,
ભલા કોને ડંખી રહી છે?
આ કોણ દ્રુષ્ટ અત્યાચારી છે?
જે પ્રવુત્ત યાત્રીઓની સામુહિક હત્યાઓ કરી રર્હ્યો છે.
જે સન્ધ્યા ને રકત થી રંગી રહ્યો છે.
હે મારા શહેર !
જો કે આ કયામત તારા ઉપર તૂટી પડીછે.
તારી બધી ગલીઓ,અને બજારો વેદનામામ ડૂબી ગયાઁ છે.
પરંતુ જે લાવણ્ય તારા સ્વભાવગત છે,
જે તોફાનોની દિશાને વણાક આપવાની તારી ત્રેવડ છે,
તે પાશ્યાત્ય ભૂમિકા મારા વિસ્વાસને અડ્ગ બનાવેછે.
તારુઁ લલાટ કોઈ અત્યાચારીના સામે ઝુકી નથી શકતુઁ.
તારા હોસલાનુ ખમીર કદીયે તૂટી નથી શકતુઁ
.
_ ઈઁતેઝાર નઈમ .

(મુઁબઈના ઉર્દુ દૈનિક “ઈંકલાબ”ના સૌજન્યથી ,ઉર્દુ કવિ ઈઁતેઝાર નઈમ ની આઝદ નઝમનો અનુવાદ)

રૂબાઇયાતે શામિલ મનહર 'શામિલ'

અનજાન સુગંધીથી હ્રદય ડોલે છે,
રંગીન ગુલાબોનો પ્રણય ખોલે છે,
દિલદાર કહે રોજ સુરા વરસે છે,
ચકચૂર બનો સરતો સમય બોલે છે.


ભંડાર ભરેલા છે ને દોલત માંગી,
અરમાન વધારીને મુસીબત માંગી,
દુ:ખ-દર્દથી ઘેરાઇ ગયો તે જયારે,
જીવનમાં પ્રથમવાર મહોબત માંગી.


સંબંધમાં યે ફાગ મનાવે દુનિયા,
ને પ્યારમાં પણ ભાગ પડાવે દુનિયા,
દુનિયાની અજબ રીત સદાની જોઈ,
શ્રાવણમાં હજી આગ લગાવે દુનિયા.


ક્યાં કોઈને કદી શરમ લાગે છે,
સાચો હો પ્રેમ પણ ભરમ લાગે છે,
કયાં ખોવાઈ ગયાં હ્રદય દર્દીલાં?
આજે તો આંસુઓ રસમ લાગે છે.


ડાળીને ઝૂકતા સમય લાગે છે,
ફુલોને ખીલતાં સમય લાગે છે,
ફોરે છે હેતથી સુગંધી ફૂલો,
ભીતરને મ્હોરતાં સમય લાગે છે.


પલભરનો નિવાસી છે આ દુનિયામાં,
સંબંધ સુવાસી છે આ દુનિયામાં,
સંગાથ ઘડીભરનો છે જીવનમાં,
હર કોઈ પ્રવાસી છે આ દુનિયામાં.


જીવનભરનો એક ખજાનો હોય છે,
યૌવનનો એ કાળ મજાનો હોય છે,
જીવન પળપળનું કહે દુનિયા છતાં,
પ્રેમીને મન એક જમાનો હોય છે.


માશૂક લખે તે કાગળમાં છે પ્રેમ,
પળવાર ચમકતી ઝાકળમાં છે પ્રેમ,
સંદેશ મળે ત્યારે બંને બંધાય,
સંગીન સમયની સાંકળમાં છે પ્રેમ.

Friday, August 11, 2006

શ્રી ગુલઝારની એક સુન્દર નઝમ

શ્રી ગુલઝારની એક સુન્દર નઝમ

મોબાઈલ સાચેજ કેટ્લો મોબાઈલ છે.
એક કાન પર ઓફીસ સવાર છે,
અને બીજા પર ઘર .
હુઁ બધા કામો
જમણા કાનથી કરુઁ છુઁ
અને બીજા ઘરના બધા ડાબા થી.
.
જમણા કાનથી મેનેજરે મને પકડ્યો
જમણ કરતાઁ કરતાઁ
એક મહત્વનો કાગળ છે સાહેબ
ગેરેજ થી એક ફોન આવ્યો
ફરીથી જમણા કાનથી
સહેબ કલચ પ્લેટ તૂટી ગઈછે
કાર્બ્યુરેટરમા કચરો હતો

ડાબા કાનમા ઘંટડી રણકી
પત્નીને કહ્યુઁ કે હોલ્ડ કરો
-તે ન્યુયોર્ક થી બોલી રહી હતી,

સ્ત્રીઓ વચ્ચે બેઠક જમાવીને જયારે બેઠેલી હોય ત્યારે,
કોઇ બાળક રૂદન કરે તો-
છાતી થી લગાવીને એની માઁ
થોડી વાર માટે અલગ હટી જાયછે
કઁઈ એવીજ મીટીઁગમાઁ
મોબાઈલ કાન પર મુકી કોઈ
મીટીઁગથી અલગ થઈ જાયછે
!
એક મૈયત પર જોયુઁ
કાન લગાવીને કોઈ
કાનાફુસી મા બોલી રહ્યુઁ છે
કદાચ પ્રશ્ન કરે છે કે
કોઈ ફરિશતાથી
જે રવાના થઈ ચુકયોછે,પહોઁચ્યો કે નહીઁ?

એક સુચના વારઁવાર
એક નઁબર પર આવી જાય છે
આઉટ ઓફ રીચ છે.
ફરીથી પ્રયત્ન કરવા વિનઁતી
આ નઁબર કદાચ એનો છે.
........બડે મિયાઁનો.

_ગુલઝાર

(ઉર્દુ પરથી અનુવાદ)

નઝમ_ફીરાક ગોરખપુરી

જરા મિલનના પછી અરીસો તો નિરખ હે સહચર,

તારા સૌન્દર્યની વસંત નિખરી ઉઠી

પ્રેમમા અમારથી શુઁ થઈ શક્યુઁ

ખેર તેઁ બે વફાઈ તો કરી.

આ સામાન્ય મહેફિલ પણ સામાન્ય મહેફિલ નથી

દ્રષ્ટિ ઉઠે છે પણ કોઈ કોઈના માટે

_ફીરાક ગોરખપુરી

(ઉર્દુના મહાન કવિ ફીરાક ગોરખપુરીની આઝાદ નઝમનો અનુવાદ)

Thursday, August 10, 2006

એક ઈચ્છા:_ફૈઝ અહમદ ફૈઝ

આઝાદ નઝમ

મને કરામતો પર શ્રધ્ધા નથી

પરઁતુ એવી એષણા છે કે જયારે મ્રુત્યુ

મને આ વિશ્વની સભામાઁથી લઈ જાય

તો ફરી એક વાર મને એ આમઁત્રણ આપે

કે કબરના ખાડામાઁથી પરત થઈ શકુઁ

તારા દ્વાર પર આવીને સાદ દઉઁ

તને વેદનાના સહભાગીની ઊગ્ર અતુરતા હોયતો

તો તારી પ્રત્યક્ષ આવી જાઊઁ

જો એ ન હોય તો પરલોક પ્રતિ

ફરી એક વાર પ્રયાણ કરી લઉઁ


:_ફૈઝ અહમદ ફૈઝ

(ઉર્દુ પરથી અનુવાદ)

મારુઁ સરનામુઁ:અમ્રુતા પ્રીતમ

આજે મેઁ મારા ઘરર્નો નઁબર ભુઁસી નાખ્યો છે.

અને શેરીના માથા પર લખેલુઁ શેરી નુઁ નામ પણ હટાવી દીધુઁ છે.

અને બધા રસ્તાઓની દિશાઓના નામ ભુઁસી નાખ્યા છે.

કિઁતુ જો તમારે મને આવશ્યક રીતે પ્રાપ્ત કરવુઁ હોયતો,

બધાજ દેશોના ,બધાજ શહેરોના,બધી શેરીના દ્વાર ખટખટાઓ,

આ એક શ્રાપ પણ છે અને વરદાન પણ છે

અને જ્યાઁ પણ સ્વતંત્ર આત્માની ઝલક દ્રષ્ટિમાન થાય

સમજી લેવુઁ કે તે મારુઁ ઘર છે.


_ અમ્રુતા પ્રીતમ

Wednesday, August 09, 2006

ગઝલ_ રાજેન્દ્ર પાઠક

ગઝલ

વાગતાઁ વાગી ગયુઁ કૈઁ ધારદાર છે.
સોંસરુઁ ઉતરી ગયુઁ કૈઁ આરપાર છે.

અંગ લાગીગૈ આગન બસજયાઁ નજર મળી
ઓઢણીનો ઘૂમટો કૈઁ તાર તાર છે.

એષણાના ઘર લગી સપના મહીઁ ગયો,
દર્દની ઓસડ વગર કૈઁ સારવાર છે

રોકવા જેને મથ્યો હુઁ જિઁદગી સુધી,
ઝાંઝવાના જળ હવે કૈઁ માર માર છે,

કામના મનની બધી બહુ સાચવી હતી
આગમન આ મોતનુઁ કૈઁ તારનાર છે.

_રાજેન્દ્ર પાઠક

અછન્દાસ_રાવજી પટેલ

બસ ત્યાંજ
બસ ત્યાંજ
મચ્છર ,સુન્દર મકાન, તીખુઁ તૂરુઁ, બાવો અને દૂધ
બસ ત્યાંજ
કીડીઓની લંગાર રેખા જેવી રહી ગઈ!
ડોળા કને
ત્યાંજ
અવાજ
સૂરજ એવો ઉગ્યો એવો રહી ગયો

_રાવજી પટેલ

(અંગત માઁથી)

Tuesday, August 08, 2006

અકસ્માત_જય ગજ્જરવાંચવા બે વાર રાઈટ કલીક કરી લીઁક ઓપન કરો

ગઝલ_ગુલામ અબ્બાસ’અબ્બાસ’

ગઝલ_ગુલામ અબ્બાસ’અબ્બાસ’

હસ્તરેખા વાંચવાની,
શકયતા શણગારવાની.

કોશિશો નક્કર કરીછે ,
નવ ગ્રહોને બાઁધવાની.

અવસરોની ખોજ કરતાઁ,
રાત આજે જાગવાની.

આંગળાઁ થાકી ગયાઁ છે,
બઁધ મુઠ્ઠી ખોલવાની.

બારણાને હડસેલો બસ,
ભીંત પણ સરકી જવાની.

ભાવકોએ તક ધરીછે,
સંતને ઈશ્વર થવાની.

ટેરવે ‘અબ્બાસ’ લોહી ,
અટકળો વાગોળવાની.

_ગુલામ અબ્બાસ’અબ્બાસ’

(ઉચાટ-65)

Friday, August 04, 2006

નઝમ_ કૈફી આઝમી

નઝમ

જીઁદગી એ થોડી ક્ષણોનુઁ નામ છે,
અને એમા પણ તે એક ક્ષણ
જેમાઁ બોલાવી રહેલા બે નયનો,
ચાહ ના કપ ખાલી કરી જયારે ઉઠયા
ત્યારે હૈયામાઁ ડૂબીને
ડૂબીને હૈયામાઁ કહે
આજે તમે કઁઈના વદો ,બસ આમજ બેસી રહો,
હાથમાઁ હાથ લઈને,વેદાનાની સોગાત લઈને
કોને ખબર કે આ ક્ષણમાઁ
દૂર ટેકરી પર ક્યાઁક
હીમ પીગળવા પણ લાગે

_ કૈફી આઝમી

(ઉર્દુના નામાઁકિત કવિની સુઁદર આઝાદ નઝમ)

Wednesday, August 02, 2006

પરિચય_ _બલરાજ કોમલ

વિરોધીઓના વિચીત્ર સંપર્કો હતા
આકસ્મિક રીતે અમારા પ્રત્યક્ષ
ઉત્ત્તર મા દ્ક્ષિણ હતુઁ
દક્ષિણમા ઊત્તર હતુઁ
ઊત્તર માઁ જે બધા સર બુલન્દ પહાડો હતા
તે જોત જોતાઁ તો
દક્ષિણના ઢળાવમા ઉતરી ગયા
ઢળાવના રહેવાસીઓ જયારે
અનંત નશાની જીદ પર ઉતરી આવ્યા
જોકે વાળ પાઁખો એમને ફૂટ્યાઁ ન હતાઁ
છતાઁ પણ
આકાશની ઉઁચાઈઓ પર છવાય ગયા
અને અમે સમાન દ્રષ્ટિ વાળા આજ સુધી
ઢળાવ મા ન જઈ શકયા
ન ઉઁચાઈઓ પર છવાઈ શક્યા
ગુલામોની ભીડમા કશેક પરિચિત થઈ ગયા

_બલરાજ કોમલ

(ઉર્દુ રચનનો અનુવાદ )

Counters
Web Site Counter
Web Site Counter